Page #1
--------------------------------------------------------------------------
________________
૩૮. અધ્યાત્મયોગી શ્રી સહજાનન્દજી વ
ભૂમિકા : આપણા દેશની જ્ઞાનની પરમ્પરા અત્યંત ઉજજ્વળ અને પ્રાચીનતમ છે. આ પરમ્પરાને અક્ષુણ—અવિચ્છિન્ન રાખવાનું શ્રેય શાની—વિદ્વાન ગુરુઓ તથા જિજ્ઞાસુ સાધકોને ફાળે જાય છે, જેમને આવી ઉત્તમ પરમ્પરાના અંગરૂપ ગણી શકાય એવા શ્રી સહજાનન્દજી મનોહરલાલજી વર્ણી ઉચ્ચકોટિના વિદ્રાન. ત્યાગી, અનુપમ અધ્યાત્મગ્રંથ-લેખક અને વિશિષ્ટ વક્તા તરીકે સૌને માટે પ્રેરણારૂપ છે. તેઓશ્રી અનેક આધ્યાત્મિક, દાર્શનિક અને સૈદ્ધાંતિક ગ્રન્થોની રચના દ્વારા સ્વપર કલ્યાણનું ઉત્તમ, અનુકરણીય અને પ્રશંસનીય કાર્ય કરી ગયા છે. સમાજ તેમના ઋણમાંથી કદી પણ મુક્ત થઈ શકે તેમ નથી. સતત જ્ઞાનસાધના અને અવિચ્છિન્ન સાહિત્યોપાસના દ્વારા સરસ્વતીની નિરંતર ઉપાસના કરનાર મહાન અધ્યાત્મગુરુ શ્રી ગણેશપ્રસાદજી વર્ણીજી(બડે વર્ણીજી)ની પરંપરામાં થયેલા તેમના આ શિષ્યે ઉત્તમ ધારણાશક્તિ અને તેજસ્વી પ્રતિભા દ્વારા “છોટે વર્ણીજી”નું તથા ‘સહજાનંદ’નું બિરુદ સાર્થક કરી બતાવ્યું હતું.
બાલ્યકાળ : શ્રી મનોહરલાલજી વર્ણીનો જન્મ વિ. સં. ૧૯૭૨ ના કારતક વદ દશમના રોજ ઝાંસી જિલ્લા અંતર્ગત દમદમા ગામમાં માતુશ્રી તુલસીબાઈની કૂખે
૨૫૫
Page #2
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
પિતાશ્રી ગુલાબરામજીને ધેર થયો હતો. નાનપણમાં પેટની મોટી વ્યાધિ થઈ હોવાથી તેમનું નામ ‘મગનલાલ' રાખવામાં આવ્યું હતું. કષ્ટસાધ્ય ચિકિત્સા દ્વારા તેમને સ્વાસ્થ્ય લાભ થયો અને બાળકમાં ધીરે ધીરે ઉત્તમ સંસ્કારોનો આભાસ થવા લાગ્યો.
૨૫૬
૬ વર્ષની ઉંમરે બાળક મગનલાલે ગામની સ્કૂલમાં ભણવાનો પ્રારંભ કર્યો. દોઢ વર્ષ પછી તેઓને બડે વર્ણીજી દ્રારા સ્થાપિત સાગર વિદ્યાલયમાં દાખલ કરવામાં આવ્યા. તેમના પિતાશ્રીનો ‘બડે વર્ણીજી’ તથા માતા ચિરÖજાબાઈ પ્રત્યે અનન્ય પ્રેમભાવ તથા પારિવારિક સમ્બન્ધ હતો. મગનલાલને વિલક્ષણ સ્મરણશક્તિને લીધે અભ્યાસમાં સહેજ પણ મુશ્કેલી પડી નહિ. ખેલકૂદમાં પણ તેઓ તત્પર રહેતા. સંગીતમાં પણ તેમને ખાસ રુચિ હતી. હાર્મોનિયમ, વાંસળી વગેરે સાધનો પણ તેમણે શીખી લીધાં, તેમની મધુર વાણી પણ સંગીતપ્રેમની સૂચક હતી. તેમના મનોહર સ્વભાવ, મનોહર મુદ્રા અને મનોહર વાણીના પ્રતાપે તેમનું નામ ‘મનોહર’ પડ્યું.
કિશોરાવસ્થા : તેમનો વિવાહ તેમની અનિચ્છા હોવા છતાં ધરનાં તથા સગાંસમ્બન્ધીઓના આગ્રહને લીધે કિશોરાવસ્થામાં જ વિદ્યાલયની રજાઓ દરમ્યાન થઈ ગયો હતો, વિવાહ થયા પછી પણ ગૃહસ્થી તરફ તેઓની સહજ ઉદાનતા સ્પષ્ટ દૃષ્ટિગોચર થતી. વિવાહની ચર્ચા પણ તેમને નાપસંદ હતી. તેઓ હંમેશાં જ્ઞાનાર્જનમાં લીન રહેતા. ૧૫ થી ૧૭ વર્ષની ઉંમરમાં તેમણે શાસ્ત્રીની પરીક્ષાઓ પાસ કરી. ૧૭ વર્ષની ઉંમરે તો તેમણે ન્યાયતીર્થની પદવી પણ પ્રાપ્ત કરી લીધી. તેમની અધ્યયન-રુચિ, સતત પુરુષાર્થ અને લગનના ફળસ્વરૂપે ટૂંક સમયમાં જ તેમણે વિશાળ જ્ઞાનાર્જન કરી લીધું હતું. ગુરુજનો પ્રત્યેની અનન્ય ભક્તિ અને પ્રેમપૂર્ણ વ્યવહાર તેમના જીવનમાં સહજ રીતે વણાઈ ગયાં હતાં.
જેટલી રુચિ મનોહરમાં અધ્યયનની હતી, તેટલી જ રુચિ અધ્યાપનના કાર્યમાં પણ હતી. કેટલાક સમય સુધી તેમણે સંસ્કૃત વિદ્યાલયમાં સંસ્કૃત-શિક્ષકનું કાર્ય પણ નિષ્ઠાપૂર્વક કરેલું. વિદ્યાદાનને તેઓ સર્વોત્તમ માનતા અને ખૂબ જ પ્રેમ પરિશ્રમથી દરેકને વિદ્યા શીખવતા.
પરિવર્તનની ક્ષણો તથા વૈરાગ્ય માર્ગ પ્રત્યે : મહાપુરુષોના જીવનમાં સાંસારિક સમ્બન્ધોની પરિક્ષીણતા જોવા મળે છે અને તેવા નિમિત્તો પણ તેમના જીવનમાં દૃશ્યમાન થતાં હોય છે. વર્ણીજીના જીવનમાં પણ આવું જ કંઈક બની ગયું. વીસ વર્ષની ઉંમરે તેમની સહધર્મચારિણીનું દેહાવસાન થયું; પરંતુ સ્વજનોના આગ્રહવશ તેમને બીજું લગ્ન કરવું પડયું. તેમની બીજી ધર્મપત્નીનો પણ ૬ વર્ષ પછી સ્વર્ગવાસ થઈ ગયો, અને શ્રી વર્ણીજીનો માર્ગ એકદમ સ્પષ્ટ થઈ ગયો. આ ઘટનાચક્ર પછી વર્ણીજીએ જીવનના નવા અધ્યાયનો પ્રારંભ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો. તેમણે ૨૬ વર્ષની ઉંમરે બ્રહ્માચર્યનું વ્રત ગ્રહણ કર્યું. તેમની વિચારધારા વૈરાગ્યમય બની. તેના ફળરૂપે વિ. સં. ૨૦૦૮ માં અષાઢ સુદ ૧૫ ના દિવસે સિદ્ધક્ષેત્ર શ્રી શિખરજી મુકામે શ્રી વર્ણીજીએ શ્રીગણેશપ્રસાદજી (બડે વર્ણીજી) સમક્ષ આજીવન બ્રહ્મચર્ય તથા શ્રાવકનાં વ્રતો અંગીકાર કર્યાં, વાસ્તવિક સુખશાન્તિના માર્ગમાં તેઓ નીવ્ર ગતિથી આગળ વધવા લાગ્યા.
Page #3
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મયોગી શ્રી સહજાનન્દજી વણી
૨૫૭
તેમની વિરક્તતા વધતી ગઈ અને લગભગ બે વર્ષ પછી કાશીમાં સાતમી પ્રતિમાનાં વ્રત ગ્રહણ ક્ય. તે ઉપરાંત તેમણે જબલપુરમાં આઠમી, બાલાસાગરમાં નવમી તથા ડિસેમ્બર ૧૯૪૮ માં આગરામાં બડે વણજી સમક્ષ દશમી પ્રતિમા ધારણ કરી. સ્વાધ્યાય જ્ઞાનાર્જન દ્વારા તેમની જ્ઞાન-વૈરાગ્ય દશા વધવા લાગી અને વિ. સં. ૨૦૦પમાં હસ્તિનાપુર ક્ષેત્રો પૂજય શ્રી બડે વર્ગીજી સમક્ષ મુલકની અગિયારમી પ્રતિમા ગ્રહણ કરી. ત્યારથી તેઓ “છોટે વણજી’ના નામથી પ્રસિદ્ધ થયા.
તેઓનું ઈ. સ. ૧૯૭૪ નું ચાતુર્માસ અમદાવાદમાં થયું હતું. અહીં તેમની ૧૮મી જન્મજયંતિ ઉલાસપૂર્વક ઊજવવામાં આવી હતી અને સર્વધર્મસમ્મલન પણ ભરવામાં આવ્યું હતું. શ્રી આત્માનંદજી તથા શ્રી ગોકુળભાઈએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તેમની પાસે જ લીધી હતી. તેમની કેટલીક કૃતિઓનો ગુજરાતી તથા અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે, જેમાં વ્યસંગ્રહ ટીકા” અને “Address to self' મુખ્ય છે. તેઓની દષ્ટિ વિશાળ અને આધ્યાત્મિક હતી, જેથી શ્રીમદ્ રાજચંદ્ર વિહારભુવન, ઈડર મુકામે પણ તેઓ ગયા હતા અને મુમુક્ષુઓ સાથે ધર્મવાર્તા અને પ્રશ્નોત્તરી કર્યા હતાં.
સફળ લેખક અને અધ્યાત્મ-પૂવકના : વણજી તેમનાં ત્યાગ, તપસ્યા અને વિદ્રત્તા માટે અત્યંત પ્રસિદ્ધ થયા. સાથે સાથે તેઓ ઉચ્ચકોટિના અધ્યાત્મલેખક તથા પ્રવક્તા તરીકે પણ જાણીતા થયા. તેઓ ગંભીર અધ્યાત્મવિષયને પણ સુબોધસરલ શૈલીમાં સમજાવી શકતા. તેમની બોધશૈલી આકર્ષક તથા ભાવગમ્ય હતી. ઉત્તર પ્રદેશમાં તેમનો પરિચય સમ્પર્ક વિશેષ રહ્યો અને સહારનપુર, મેરઠ, મુઝફફરનગર, દિલહી વગેરેમાં અનેક સજજનો તેમના મધુર વ્યક્તિત્વ તથા પ્રવચનશૈલીથી પ્રભાવિત થયા હતા. વર્ણીજી જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં તેમના મધુરમોહક ઉપદેશથી જનસમુદાય પ્રભાવિત થઈ જતો. ચારે અનુયોગો પર તેમની અદ્દભુત પકડ હતી. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટસહસ્ત્રી, પરીક્ષામૂળ વગેરે અનેક ગ્રંથો પર તેમણે પ્રવચનો કર્યા, જે પુસ્તકાકારે પણ પ્રગટ થયાં છે.
પૂ. વણજીની નાનીમોટી મળીને કુલ પ૬પ જેટલી કૃતિઓ ઉપલબ્ધ છે, જેમાંથી ૬૫ હસ્તલિખિત તથા ૫૦૦ પ્રવચનના રૂપમાં છે. આટલા વિશાળ ગ્રન્થસમુદાયના તેઓ કર્તા હોવા છતાં સહજતા, સરલતા, નિરભિમાનતા, નિર્લેપતા, નિષ્પક્ષતા, નિર્ભીકતા આદિ અનેક ગુણોથી તેમણે પોતાના જીવનને સુશોભિત કર્યું હતું. છેલ્લા કેટલાયે દાયકાઓમાં આટલા બધા ગ્રન્થોની રચના કોઈ એક વ્યક્તિએ કરી હોય એવું જાણમાં નથી. વણજી સાચે જ એક સિદ્ધહસ્ત લેખક અને પ્રવક્તા હતા. તેમની પરમાત્મઆરતી’, ‘આત્મકીર્તન', સહજાનંદ ગીતા”, “સપ્ટદશાંગી ટીકા', આદિ અનેક રચનાઓ બહુ પ્રસિદ્ધ છે. “હું સ્વતંત્ર, નિશ્ચલ, નિષ્કામ, જ્ઞાતા, દષ્ટા, આતમરામઆ આત્મસંબોધનરૂપી કીર્તન તો ધેર-ધેર ગૂંજે છે. તેમની ભાષા-શૈલી હંમેશા રોચક તેમજ આધ્યાત્મિકતા દાર્શનિકતાથી ઓતપ્રોત રહેતી. ( ૯ અર્વાચીન જૈન જ્યોતિરો
Page #4
--------------------------------------------------------------------------
________________ 258 અર્વાચીન જૈન જયોતિર્ધરો આગમના ઊંડા અને વિસ્તૃત અભ્યાસથી, ગુરુઓનાં સમાગમ અને સેવાથી, નિરંતર ચિંતન અને મનનથી તેમજ રત્નત્રયની આરાધનાથી તેઓને શુદ્ધ દૃષ્ટિની પ્રાપ્તિ થઈ હતી. સિદ્ધાંત અને અધ્યાત્મનો સમન્વય કરનારી તેમની એક નાની પણ ઉત્તમ કૃતિ “અવિરુદ્ધ નિર્ણય' હિન્દી અને ગુજરાતીમાં પ્રગટ થઈ છે. અભ્યાસી સાધકોને તે વિશેષ ઉપકારી છે. ઉપર્યુક્ત અનેક કૃતિઓ દ્વારા તેઓનો ભારતની અધ્યાત્મપ્રેમી જનતામાં ઠીક ઠીક સમાદર થયો, પરંતુ તેઓના સાહિત્યસર્જનની શરમ સીમા તો તેમની શ્રી સમયસાર અને શ્રી પ્રવચનસાર નામના પ્રસિદ્ધ અધ્યાત્મગ્રંથોની સતદશાંગી ટીકાઓ જ છે. આ ટીકા દ્વારા ભારતભરની વિદુસમાજમાં સર્વત્ર તેમની કીર્તિ વ્યાપી ગઈ. શ્રી સમયસારજીની ટીકાનું વિમોચન દિલ્હી વિશ્વવિદ્યાલયના વિવેકાનંદ હોલમાં તે સમયના ઉપરાષ્ટ્રપતિ ડો. જતી દ્વારા તા. ૧૮-૨-૭૮ના રોજ થયું, એને જિનશાસનની પ્રભાવનાનો એક વિશિષ્ટ શુભ સમારંભ અને યાદગાર પ્રસંગ ગણી શકાય. - વર્તમાનમાં “સહજાનંદ ગ્રંથમાલા” સદર મેરઠ તથા “વણ પ્રવચન-પ્રકાશિની સંસ્થા”-–મુજફફરનગર દ્વારા તેમનું સાહિત્ય પ્રકાશમાં આવ્યું છે. “વર્ણ પ્રવચન” નામની માસિક પત્રિા પણ તેમનાં પ્રવચનો-લેખોને પ્રકાશિત કરે છે અને તેમના સાહિત્યના પ્રચાર પ્રસારમાં પ્રયત્નશીલ છે. શાન-સંયમની ઊર્ધ્વગામી ભાવના : શ્રી વર્ણજીની મહેચ્છા હતી કે ધાર્મિક જ્ઞાનનો ખૂબ ફેલાવો થાય, જિનવાણી પરમ્પરાની સુરક્ષા થાય અને સદાચાર, સત્ય, સંયમ, પ્રતિ લોકોમાં અભિરુચિ ઉત્પન્ન થાય. આ માટે ક્ષુલ્લક અવસ્થામાં તેમણે જ્યાં જ્યાં વિચરણ કર્યું, ચાતુર્માસ કર્યા, ત્યાં ત્યાં સારા એવા પ્રમાણમાં પ્રયત્ન કર્યા. બડે વણજીના દેહાવસાન પછી અધ્યાત્મપ્રેમી જૈન સમાજ માટે તેઓ એકમાત્ર પ્રેરણાપ્રદ, શ્રદ્ધાસ્પદ હતા. સમાજને તેમનું સમયોચિત માર્ગદર્શન પ્રાપ્ત થતું રહ્યું. હા, તેમનો મોટા ભાગનો સમય પઠન-પાઠન, લેખન, ચિનનમાં જ વ્યતીત થતો. શ્રી વણજીની અંતિમ ભાવના નિર્ગથપદ અંગીકાર કરવાની હતી, પરંતુ કાળલબ્ધિનો સાથ તેમને મળ્યો નહિ અને અચાનક મેરઠમાં તા. 29 માર્ચ ઈ. સ. ૧૯૭૮ના રોજ, સામાયિક કરતાં કરતાં જ હૃદયરોગના હુમલાથી તેમનો દેહવિલય થયો. જૈનસમાજનો એક ચમકતો સિતારો, અકાળે જ અસ્ત થયો. તેમનો અક્ષરદેહ હયાત છે, તેટલું આશ્વાસન સૌ લઈ શકે તેમ છે. ઉપસંહાર : ત્રણેક વર્ષ ઉપર પૂજ્યશ્રીના વ્યક્તિત્વ અને કૃતિત્વને લગતો એક સુંદર સ્મૃતિગ્રન્થ મેરઠથી પ્રકાશિત થયો છે. તેમાં અનેક મહાનુભાવોની તેમના પ્રત્યેની શ્રદ્ધાંજલિ અને જૈનવિદ્યા તથા અધ્યાત્મને લગતા વિવિધ વિષયો ઉપર અધિકૃત લેખકોના લેખોનો સંગ્રહ છે. તેઓશ્રીનું એક સ્મારક શ્રીહસ્તિનાપુર તીર્થક્ષેત્રમાં, ત્રિલોક શોધ-સંસ્થાનના અન્વયે તૈયાર થઈ રહ્યું છે, જ્યાં જેનવિદ્યા અને જૈનસંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે વિદ્યાલય, શોધસંસ્થાન વગેરેની પ્રવૃત્તિઓ ચાલે છે. આપણે સૌ તેઓએ ચીંધેલા ભગવાન મહાવીરના અધ્યાત્મમાર્ગે ચાલીને જ્ઞાન-ચારિત્રનો વિકાસ કરીએ તે જ તેમના પ્રત્યેની આપણી સાચી પ્રીતિ અને નિષ્ઠાનું પ્રતીક ગણાશે.