________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
પિતાશ્રી ગુલાબરામજીને ધેર થયો હતો. નાનપણમાં પેટની મોટી વ્યાધિ થઈ હોવાથી તેમનું નામ ‘મગનલાલ' રાખવામાં આવ્યું હતું. કષ્ટસાધ્ય ચિકિત્સા દ્વારા તેમને સ્વાસ્થ્ય લાભ થયો અને બાળકમાં ધીરે ધીરે ઉત્તમ સંસ્કારોનો આભાસ થવા લાગ્યો.
૨૫૬
૬ વર્ષની ઉંમરે બાળક મગનલાલે ગામની સ્કૂલમાં ભણવાનો પ્રારંભ કર્યો. દોઢ વર્ષ પછી તેઓને બડે વર્ણીજી દ્રારા સ્થાપિત સાગર વિદ્યાલયમાં દાખલ કરવામાં આવ્યા. તેમના પિતાશ્રીનો ‘બડે વર્ણીજી’ તથા માતા ચિરÖજાબાઈ પ્રત્યે અનન્ય પ્રેમભાવ તથા પારિવારિક સમ્બન્ધ હતો. મગનલાલને વિલક્ષણ સ્મરણશક્તિને લીધે અભ્યાસમાં સહેજ પણ મુશ્કેલી પડી નહિ. ખેલકૂદમાં પણ તેઓ તત્પર રહેતા. સંગીતમાં પણ તેમને ખાસ રુચિ હતી. હાર્મોનિયમ, વાંસળી વગેરે સાધનો પણ તેમણે શીખી લીધાં, તેમની મધુર વાણી પણ સંગીતપ્રેમની સૂચક હતી. તેમના મનોહર સ્વભાવ, મનોહર મુદ્રા અને મનોહર વાણીના પ્રતાપે તેમનું નામ ‘મનોહર’ પડ્યું.
કિશોરાવસ્થા : તેમનો વિવાહ તેમની અનિચ્છા હોવા છતાં ધરનાં તથા સગાંસમ્બન્ધીઓના આગ્રહને લીધે કિશોરાવસ્થામાં જ વિદ્યાલયની રજાઓ દરમ્યાન થઈ ગયો હતો, વિવાહ થયા પછી પણ ગૃહસ્થી તરફ તેઓની સહજ ઉદાનતા સ્પષ્ટ દૃષ્ટિગોચર થતી. વિવાહની ચર્ચા પણ તેમને નાપસંદ હતી. તેઓ હંમેશાં જ્ઞાનાર્જનમાં લીન રહેતા. ૧૫ થી ૧૭ વર્ષની ઉંમરમાં તેમણે શાસ્ત્રીની પરીક્ષાઓ પાસ કરી. ૧૭ વર્ષની ઉંમરે તો તેમણે ન્યાયતીર્થની પદવી પણ પ્રાપ્ત કરી લીધી. તેમની અધ્યયન-રુચિ, સતત પુરુષાર્થ અને લગનના ફળસ્વરૂપે ટૂંક સમયમાં જ તેમણે વિશાળ જ્ઞાનાર્જન કરી લીધું હતું. ગુરુજનો પ્રત્યેની અનન્ય ભક્તિ અને પ્રેમપૂર્ણ વ્યવહાર તેમના જીવનમાં સહજ રીતે વણાઈ ગયાં હતાં.
જેટલી રુચિ મનોહરમાં અધ્યયનની હતી, તેટલી જ રુચિ અધ્યાપનના કાર્યમાં પણ હતી. કેટલાક સમય સુધી તેમણે સંસ્કૃત વિદ્યાલયમાં સંસ્કૃત-શિક્ષકનું કાર્ય પણ નિષ્ઠાપૂર્વક કરેલું. વિદ્યાદાનને તેઓ સર્વોત્તમ માનતા અને ખૂબ જ પ્રેમ પરિશ્રમથી દરેકને વિદ્યા શીખવતા.
પરિવર્તનની ક્ષણો તથા વૈરાગ્ય માર્ગ પ્રત્યે : મહાપુરુષોના જીવનમાં સાંસારિક સમ્બન્ધોની પરિક્ષીણતા જોવા મળે છે અને તેવા નિમિત્તો પણ તેમના જીવનમાં દૃશ્યમાન થતાં હોય છે. વર્ણીજીના જીવનમાં પણ આવું જ કંઈક બની ગયું. વીસ વર્ષની ઉંમરે તેમની સહધર્મચારિણીનું દેહાવસાન થયું; પરંતુ સ્વજનોના આગ્રહવશ તેમને બીજું લગ્ન કરવું પડયું. તેમની બીજી ધર્મપત્નીનો પણ ૬ વર્ષ પછી સ્વર્ગવાસ થઈ ગયો, અને શ્રી વર્ણીજીનો માર્ગ એકદમ સ્પષ્ટ થઈ ગયો. આ ઘટનાચક્ર પછી વર્ણીજીએ જીવનના નવા અધ્યાયનો પ્રારંભ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો. તેમણે ૨૬ વર્ષની ઉંમરે બ્રહ્માચર્યનું વ્રત ગ્રહણ કર્યું. તેમની વિચારધારા વૈરાગ્યમય બની. તેના ફળરૂપે વિ. સં. ૨૦૦૮ માં અષાઢ સુદ ૧૫ ના દિવસે સિદ્ધક્ષેત્ર શ્રી શિખરજી મુકામે શ્રી વર્ણીજીએ શ્રીગણેશપ્રસાદજી (બડે વર્ણીજી) સમક્ષ આજીવન બ્રહ્મચર્ય તથા શ્રાવકનાં વ્રતો અંગીકાર કર્યાં, વાસ્તવિક સુખશાન્તિના માર્ગમાં તેઓ નીવ્ર ગતિથી આગળ વધવા લાગ્યા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org