Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાથી ટળી ગયે. તે વખતે પ્રતિષ્ઠા મહોત્સવમાં ગોધાવીના સંઘની આમંત્રણ પત્રિકાથી છ સાત હજાર જેનો ભેગા થયા હતા. આચાર્ય અજીતસાગરસૂરિ તથા પ્રવર્તકશ્રી ઋદ્ધિસાગરજી તથા પન્યાસશ્રી મહેન્દ્રસાગર ગણિ વિગેરે સાથે હતા. તે વખતે પેથાપુરને સંધ ચોમાસાની વિનંતિ કરવા માટે ગોધાવી આવ્યું, અને પેથાપુરના સંધની વિનંતિ માન્ય કરી, જેઠ વદિ ૩ ન રેજ ગોધાવીથી વિહાર કરીને થલતર ગામમાં પ્રવેશ કર્યો. શેઠ અમરતલાલ કૈવલભાઈ કે જેમણે ગૌતમસ્વામી મહારાજની પ્રતિષ્ઠા કરાવાનું બધું ખર્ચ ઉપાડી લીધું હતું અને ગૌતમસ્વામીને ગાદીએ બેસાડ્યા હતા. તેમની તરફથી થલતરમાં નવકારશી થઈ. ત્યાંથી વિહાર કરીને અમદાવાદના જૈન સંઘના આગ્રહથી તથા ઝવેરી. મોહનલાલ હિમચંદના સુપુત્ર મણિલાલ મોહનલાલના આગ્રહે તેમના સાહિબાગના બંગલામાં મુકામ કર્યો, અને સંઘના આગ્રહથી તથા આચાર્ય શ્રી અજીતસાગરસૂરિના આગ્રહથી જેઠ વદિ૪ ના રોજ અમદાવાદના આંબલી પોળના ઉપાશ્રયે પ્રવેશ કર્યો અને ત્યાંના જૈન સંધને બંધ આપે. પશ્ચાત જેઠ વદિ ૫ મે શાહીબાગના બંગલે આવવાનું થયું. ત્યારપછી જે વદિ છ સાબરમતી સ્ટેશનના બંગલામાં આવવાનું થયું. સાબરમતીના બંગલામાંથી વિહાર કરી કૂબા ગામમાં પ્રવેશ કર્યો અને ત્યાં બે દિવસ રહી જેનેને બોધ આવ્યો. જેઠ વદિ ૯ ના રોજ ઈદડા આવવાનું થયું અને વદિ ૧૦ ના રોજ પેથાપુરની બહાર આવીને મેતા સકચંદ કાળીદાસની ધર્મશાળામાં મુકામ કર્યો. મુંબઈથી મુંબઈના દાક્તર કૂપરે અમારા શરીરની નબળી સ્થિતિથી આયુષ્ય સંબંધી ભય બતાવ્યો હતો. તેથી કેટલાક ભકત શ્રાવકે દિલગીર થયા હતા, પણ અમને તે તેથી ધર્મ કાર્યો ઝડપથી કરવામાં ઘણો ઉત્સાહ થયો, અને આયુષ્ય સંબંધી એક પળને પણ વિશ્વાસ રાખ્યા વિના આત્માની શુદ્ધતા કરવા ઘણે ઉપયોગ જાગ્રત થયો, અને તેથી આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન ધરતાં અધ્યાત્મ ગીતા રચવાનો મનોરથ થયો અને તેથી અધ્યાત્મ ગીતા રચ વાની શરૂઆત કરી અને શ્રાવણ સુદિપને રેજ રચીને પૂર્ણ કરી. તે પછી આત્મા ની સમાધિના ઉપયોગથી પોતાના આત્મહિતાર્થે આત્મસમાધિશતક નામનો ગ્રંથ રચ્યો, અને શ્રાવણ સુદ સાતમે પૂર્ણ કર્યો. અધ્યાત્મ ગીતામાં આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, અને તેમાં પ૨૯ લોક છે. આત્મ સમાધિ ગ્રંથમાં એક શત ઉપર વિશ લૅક છે અને તેમાં સમાધિનું શુભ વર્ણન કરવામાં આવ્યું છે. સમાધિ મરણ કેવી રીતે થાય તેનું જ્ઞાન જણાવ્યું છે એ બે ગ્રંથમાં જૈન શાસ્ત્ર શૈલી વિરૂદ્ધ કંઈ લખાયું હેય તો તેને ગીતાર્થ પુન ફે સુધારે કરશે. ત્યારબાદ છવકપ્રબોધ, આત્મસ્વરૂપ, પરમાત્મદર્શન, ગ્રન્થનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 206