Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના વિ. સં. ૧૯૮૦ ના વૈશાખ સુદિ ૧૦ ના રોજ માણસામાં ત્યાંના સપના આગ્રહથી મોટા દેરાસરમાં પરલર વિગેરેની પ્રતિષ્ઠા કરીને પેથાપુરના સંધના આગ્રહથી શેઠ. કૌઆ મેતાના ઉજમણા ઉપર જવા માટે વૈશાખ સુદિ ૧૨ ના રોજ માણસાથી વિહાર કર્યો અને સુદ ૧૪ ના રોજ પથાપુરમાં પ્રવેશ કર્યો અને ઉજમણું સાંતિસ્નાત્ર વિગેરેમાં ભાગ લીધા બાદ ગોધાવી ગામના સંધના અત્યંત આગ્રહથી શરીર નરમ છતાં પણું ગોધાવી તરફ વૈશાખ વદિ ૯ ના રોજ વિહાર કર્યો વદિ ૯ ના રોજ કોષમાં પ્રવેશ કર્યો અને વદિ ૧૦ ના રોજ વિહાર કરીને અડાલજમાં પ્રવેશ કર્યો. અડાલજના પટેલ વિગેરે લોકોને દયાધર્મને ઉપદેશ આપ્યો અને ત્યાં દુષ્કાળને લીધે મા વિગેરે રીબાતી હતી તેથી પશુઓના ક્ષણના માટે ઉપદેશ આપી વ્યવસ્થા કરાવી. ત્યાંથી વદિ ૧૧ ના રોજ વિહાર કરીને આંગણુજમાં પ્રવેશ કર્યો. આંગણુજના સંઘે સેવા ભક્તિમાં ખામી રાખી નહીં. ત્યાં શેઠ ચીનુભાઈ માધુભાઈના બંગલામાં રહેવાનું થયું. અમદાવાદથી શેઠાણી ગંગાબેન તથા શેઠ મણિભાઈ દલપતભાઈ તથા જગાભાઈ દલપતભાઈ તથા સરસ્વતિ બેન તથા મુતા બેન શેઠાણું તથા શેઠ વીરચંદભાઈ કળભાઈ ભગતવિગેરે શ્રાવકે ત્યાં વાંદવા આવ્યા હતા. શેઠ મણિભાઈ દલપતભાઈના ઉપર મુંબઈમાં ફોજદારી કેસ ચાલતા હતા. તેથી તેઓ ચિંતામાં હતા. તેમને દેવ ગુરૂધર્મની ભક્તિમાં અડગ-શ્રદ્ધાળુ રહેવાથી સંકટ ટળી જશે એમ જણાવ્યુ અને વૈશાખ વદિ ૧૨ ના રોજ સીલજ ગામમાં પ્રવેશ કર્યો. સીલજ ગામમાં ઉપાશ્રયની ઘણી જરૂર હતી, તેથી ત્યાં ઉપાશ્રય કરવાને ઉપદેશ આપે. અને ત્યાંથી વિહાર કરીને વૈશાખ વદિ ૧૩ ના સવારમાં ગાવાવી ગામમાં પ્રવેશ કર્યો. ગોધાવીમાં શ્રી મહાવીર પ્રભુના સામુ શ્રી ગૌતમ સ્વામીનું દેરાસર અમારા ઉપદેશથી સઘે બનાવ્યું હતું અને તેમાં શ્રી ગૌતમસ્વામીની નવી મૂર્તિ બનાવી હતી અને તેની અંજન શલાકા પ્રતિષ્ઠા કરવાની હતી. અમોએ જેઠા સુદિ ૫ના રોજ અંજન શલાકા કરી અને જેઠ સુદિ ૭ ના રોજ સવારમાં પ્રાતઃ કાળમાં શ્રી ગૌતમસ્વામી મહારાજને (ગણધરને) ગાદીએ બેસાડ્યા તે વખતે સરિ. મંત્ર વાસક્ષેપથી પ્રતિષ્ઠા કરી, વિચાર મતભેદ આદિ કારણેથી ગોધાવીના સંધમાં કઇક મતભેદ હતો તે પણ મી ગૌતમ સ્વામી ગણધરને ગાદીએ બેસાડ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 206