Book Title: Acharya Shantisagarji Maharaj Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 8
________________ અર્વાચીન જૈન જ્યોતિરો પ્રત્યક્ષ અને ઉત્કટતાથી હજારો લોકોના સાક્ષાત અનુભવમાં આવી કે અન્ન-જળનો ત્યાગ હોવા છતાં આચાર્યશ્રીના મુખ પર કોઈ પણ ઉદ્વિગ્નતા અથવા વેદનાની છાંટ પણ જોવામાં આવી નહોતી પરંતુ શાંતિ અને પ્રસન્નતાની સ્પષ્ટ છાયા જોઈ શકાની હતી. સલ્લેખના સમયે તેમના મનની અને મુખમુદ્રા પરની ઝલકતી શાંતિ અને શુદ્ધિ સાચે જ તેમને અહિંસાના–ધર્મના એક ઉચ્ચ આરાધક તરીકે પ્રગટ કરે છે. તેમનું આદર્શ, ઉચ્ચ જીવન અને એક વીરની જેમ મૃત્યુને તેમણે કરેલું આહવાહન તેમની દઢ આત્મશ્રદ્ધા અને દિવ્ય આત્મબળનું આદર્શ પ્રતીક છે ! સાચે જ એક વિજયી વીરની જેમ આચાર્યશ્રીએ વિશ્વને અધ્યાત્મની–ધર્મની–મહત્તા બતાવી છે અને તેમના આદેશ–ઉપદેશ અનુસાર જીવનપથ બનાવવા ઉજજવળ પ્રેરણા કરી છે. આચાર્યશ્રીએ દિગંબર મુનિ પરંપરાનો પુનરુદ્ધાર કર્યો અને ઉત્તર ભારતમાં મુનિવિહારની જે પ્રથા લુપ્તપ્રાય થઈ ગઈ હતી તેને પુન: જીવિત કરી. તેમના પ્રખર વ્યક્તિત્વથી પ્રેરણા અને માર્ગદર્શન પામીને અનેક પુનિત આત્માઓએ આત્મકલ્યાણના માર્ગને ગ્રહણ કરીને ત્યાગમાર્ગનો સ્વીકાર કર્યો, જેમાં શ્રીવીરસાગર, શ્રીચન્દ્રસાગર અને શ્રીનેમિસાગર જેવાં તપસ્વીઓ, શ્રી કુંથુસાગર અને શ્રી સમંતભદ્ર જેવા શ્રતનિષ્ઠ મહામુનિઓ તથા અનેક આર્ણિકાઓ અને ત્યાગીઓનો સમાવેશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8