Page #1
--------------------------------------------------------------------------
________________
જ
ગ
'
:
*
""
--
R
:
૧૦. મહાતપસ્વી આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ
ભૂમિકાઃ ભારતભૂમિ સંતોની, જ્ઞાનીઓની, ષિ-મુનિઓની ભૂમિ રહી છે. ભારતનો આધ્યાત્મિક વારસો જગતપ્રસિદ્ધ છે. આપણી આ આધ્યાત્મિક પરંપરામાં આથી ૧૧૫ વર્ષ પહેલાં એક દિવ્ય પુરુષનો જન્મ થયો, જેમણે પોતાના વિશિષ્ટ ચારિત્રબળથી અને આગામોદ્ધારનાં સત્કાર્યો દ્વારા જૈન દર્શનનો ઉદ્ધાર કર્યો હતો. કેટલાંય વર્ષોથી દિગંબર મુનિઓની પરંપરાનો લગભગ વિચ્છેદ થઈ રહ્યો હતો અને મહાવીર તથા કુન્દકુન્દના માર્ગને પ્રકાશિત કરવાવાળા દિગંબર મુનિઓ નહિવત્ હતા, ત્યારે દક્ષિણના એક નાના ગામમાં આચાર્યશ્રી શાંતિસાગરનો જન્મ થયો હતો. તેઓશ્રીએ આગળ ઉપર મુનિદીક્ષા અંગીકાર કરી, દિગંબર પરંપરાને પુનઃજીર્તિત કરવામાં
અનન્ય ફાળો આપ્યો હતો. તેમના ચારિત્રોદ્ધારના કાર્યને લીધે જ વર્તમાન દિગંબર કે સમાજ તેમને પૂર્વાચાર્યો જેટલા જ આદરથી જુએ છે.
જન્મ તથા બાળપણઃ વિ. સં ૧૯૨૯ (ઈ. સ. ૧૮૭૧) અષાઢ વદ છઠ ને બુધવારની રાત્રે તેમનો જન્મ ક્ષત્રિયકુળમાં થયો હતો. ભોજગાંવથી ચાર માઈલ દૂર તે આવેલા બેલગુલ ગામમાં શ્રી ભીમગોંડાનાં ધર્મપત્ની શ્રીમતી સપવતી(સત્યભામા)ની
કૂખે મોસાળમાં આચાર્યશ્રીનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ સાતગૌડા
!
Page #2
--------------------------------------------------------------------------
________________
૭૮
અર્વાચીન જૈન જયોતિરો
હતું. જે નિમાં ભટ્ટારક જિનસેન આદિ અનેક મહાપુરુષોનો જન્મ થયેલો તે પ્રભાવશાળી ચતુર્થર્જન કુળમાં આ નરરત્નનો જન્મ થયો હતો. બેલગુલ” ગામ દક્ષિણ ભારતના બેલગાંવ જિલ્લામાં આવેલું છે. તેઓ પાંચ ભાઈબહેનો હતાં. તેમાં બે મોટા ભાઈ, બે નાનાભાઈ અને એક બહેન હતાં. આખું કુટુંબ સંસ્કારી હતું.
પૂyય અને સંસ્કારવારસોઃ નાનપણથી જ તેમનું શરીર હૃષ્ટપુષ્ટ અને બળવાન હતું. આજુબાજુનાં બધાં ગામોમાં કુસ્તીની રમતમાં તેમના સમાન કોઈ ન હતું. ચોખાની પાંચ મણની ગૂણને પણ તેઓ સહેલાઈથી ઉપાડી શકતા હતા. તેમના અસાધારણ શરીરસૌષ્ઠવ અને મધુરવાણીના પ્રભાવથી બધા એમને ખૂબ જ ચાહતા હતા. શક્તિબળની સાથે સાથે એમણે બાળપણથી જ શાંતિબળ-સમતાબળ પણ પ્રાપ્ત કર્યું હતું. કોઈની સાથે લડાઈઝઘડો કરવાનું કે કોઈને અપ્રિય-કઠોર વચનો કહેવાનું તેમના સ્વભાવમાં જ ન હતું. બાળપણથી જ તેઓ મિતભાષી અને મિષ્ટભાષી હતા. બાલ્યાવસ્થાથી જ તેઓ લૌકિક આમોદપ્રમોદનાં સાધનોથી વિરક્ત રહી ધાર્મિક ઉત્સવોમાં હોંશપૂર્વક ભાગ લેતા, માતા સાથેનિયમિત દેવદર્શન માટે જતા, ધ્યાન તથા શાસ્ત્રાભ્યાસમાં ખૂબ જ રુચિ લેતા. ખાદીનાં સાદગીપૂર્ણ વસ્ત્રોનો જ તેઓ ઉપયોગ કરતા હતા. માતા હંમેશાં ધર્મ અને સદાચારનો ઉપદેશ આપતી: ‘પાપ કરું નકા”, “જીવ હિંસા કરું નકા’, ‘ચોરી કરું નકા' આદિ ઉત્તમ સદાચારપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા તેમને સંસકારી માતા તરફથી હંમેશાં મળ્યા કરતી હતી. પૂસંકારના પ્રભાવે આ પુણ્યાત્મા બાળપણથી જ અનેક અસાધારણ ગુણોના ભંડારસમાં હતા. તેમનો પરિવાર ઘણો સુખી, સમૃદ્ધ, વૈભવપૂર્ણ તથા જિનેન્દ્ર ભગવાન પ્રત્યે અપ્રતિમ શ્રદ્ધાળુ હતો. સાતગોંડાની સ્મરણશક્તિ ઘણી જ તીવ્ર હતી અને તેની પ્રસિદ્ધિ જન સાધારણમાં સારા પ્રમાણમાં થઈ ગઈ. તેમને માતા સત્યવતી તરફથી સત્યનિષ્ઠા-ધર્મનિષ્ઠા અને પિતાશ્રી ભીમગોંડા તરફથી દઢતા, ગંભીરતારૂપી ઉત્તમ ગુણોનો અમૂલ્ય વારસો પ્રાપ્ત થયો હતો. “પુત્રનાં લક્ષણ પારણામાંથી”—એ કહેવતને ચરિતાર્થ કરતાં ચિહનો બાળપણથી જ તેમનામાં દેખાતાં હતાં જેથી અનુમાન થતું કે આ એક લોકોત્તર મહાપુરુષ બનશે. આ અલૌકિક બાળક પ્રત્યેક નરનારીના મનને પોતાનાં ગંભીરતા, કરુણા અને પરાક્રમ દ્વારા આકર્ષિત કરી શક્યો હતો. બાળપણની તેમની પ્રવૃત્તિ પણ અસાધારણ હતી. સાચે જ બાલ્યકાળમાં મળેલા માતા-પિતાના સુંદર સંસ્કાર બાળકના અંત:કરણ પર બીજરૂપમાં કોતરાઈ જાય છે અને ભાવિ જીવનમાં હજારો ગણા વૃદ્ધિગત થઈ બાળકને લોકોત્તર મહાપુરુષ બનાવી દે છે ! જેમ મહાત્મા ગાંધીજી અને છત્રપતિ શિવાજીના જીવન પર તેમનાં માતા-પિતાના સંસ્કારની ઊંડી અને અમીટ છાપ પડેલી, તેમ સાતગોંડાના જીવનઘડતરમાં તેમના માતા-પિતાનો ફાળો સાચે જ અમૂલ્ય હતો.
ભોજ ગામમાં પ્રાપ્ત થઈ શકે તેટલું લૌકિક શિક્ષણ પ્રાપ્ત કરીને, આચાર્યશ્રીએ વીતરાગ મહર્ષિઓના અલૌકિક શિક્ષણને આત્મસાત કરવાનો અને અનુભવજય શિક્ષાને જીવનમાં વણવાનો પ્રયત્ન કર્યો હતો. અનુભવના આધારે પ્રાપ્ત થયેલું જ્ઞાન
જ વાસ્તવમાં સાર અને માર્મિક હોય છે. પ્રાય: મહાપુરુષો અનુભવની શાળામાં
Page #3
--------------------------------------------------------------------------
________________
મહાતપસ્વી આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ
શિક્ષણ મેળવીને જ પોતાના જીવનનું ઘડતર કરતા હોય છે. ઉત્તમ ધારણાશક્તિના કારણે તેમણે સત્સંગ-સ્વાધ્યાયથી સાચા જ્ઞાનનો સારો એવો લાભ પ્રાપ્ત કર્યો હતો.
વૈરાગ્ય, આજીવન-બ્રહ્મચાર્ય અને શાસ્ત્ર-અધ્યયન : તે વખતના રિવાજ મુજબ આચાર્યશ્રી જ્યારે માત્ર નવ વર્ષની ઉંમરના હતા ત્યારે જ માતા-પિતાએ છ વર્ષની બાલિકા સાથે તેમના વિવાહ કરી દીધા, પરંતુ પ્રારબ્ધવશાત છે મહિનામાં તે બાલિકાનું મરણ થઈ ગયું. પછી અઢાર વર્ષની ઉંમરે માતા-પિતા તરફથી પુન: વિવાહ કરવાનો આગ્રહ થવા લાગ્યો પણ તેમણે દૃઢતાથી પોતાની અનિચ્છા પ્રગટ કરી અને આજીવન નિર્દોષ, નૈષ્ઠિક બ્રહાચર્યવ્રતનું પાલન કર્યું. માત્ર સત્તર-અઢાર વર્ષની ઉંમરે જ નિર્ગવ દીક્ષા અંગીકાર કરવાની તેમની ઇચ્છા હતી, પણ પિતાની સંમતિ ન મળવાથી તેઓ તેમ કરી શક્યા નહિ. આમ યુવાવસ્થાના આરંભથી જ તેમનામાં અત્યંત વૈરાગ્યનો આવિર્ભાવ થઈ ચૂકયો હતો. સંસાર પ્રત્યેની તેમની અનાસક્તિ યુવાવસ્થાના પ્રારંભકાળથી જ સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. તેઓ કપડાંની દુકાને બેસતા, પણ પૂર્ણ સત્યતાથી વેપાર કરતા અને સહેજ પણ અન્યાય કે અનીતિ ન આચરાઈ જાય તેની સાવધાની રાખતા. વ્યાપારાદિ કાર્યોમાં ઉદસ ભાવથી કામ કરતા અને પ્રભુભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય તથા ચિતનમનનની પ્રવૃત્તિઓમાં પોતાનું મન જોડેલું રાખતા.
તેમની દીક્ષા લેવાની ઇચ્છા જાણીને માતા-પિતાએ તેમને વ્રત, નિયમ, ઉપવાસ વગેરે કરવાની મંજુરી આપી. સાથે સાથે એવી આશા કરી કે અમારા જીવતાં ઘર છોડીને ચાલ્યા જવું નહિ. તેઓ વધુ સમય કપડાંની દુકાન ઉપર વિતાવતા હતા અને કામ સિવાય શાસ્ત્રાધ્યયનમાં જ મગ્ન રહેતા હતા. મોટાભાઈને કામકાજ માટે બહાર જવું પડતું ત્યારે દુકાનની દેખરેખ તેઓ રાખતા. ગ્રાહકે કપડું પસંદ કર્યા બાદ કિંમન બનાવીને કહેતા હતા કે તમે તમારી જાતે માપીને કાપીલ્યો અને પૈસા અહીં મૂકી દો અથવા ચોપડામાં લખી દો. આમ, વેપારમાં તેમની નિ:સ્પૃહતા અને અનાસક્તિનાં દર્શન થાય છે. ધીરે ધીરે તેમની દુકાન સ્વાધ્યાયશાળા જેવી બની ગઈ. બપોરે ત્યાં ૧૫-૨૦ માણસો એકઠાં થતાં અને તેઓશ્રી તેમની સમક્ષ પ્રવચન આપતા.
યુવાવસ્થા અને દીક્ષા ગ્રહણ : ૩૨ વર્ષની ઉંમરે આચાર્યશ્રી તીર્થરાજ સમેત શિખરની યાત્રા માટે ગયા. તેમની તીર્થભક્તિ અદભુત-અલૌકિક હતી. તીર્થયાત્રાની પાવન સ્મૃતિમાં તેમણે સંયમના પ્રતિજ્ઞાનિયમો લેવાનો નિશ્ચય કર્યો અને આજીવન ઘી તથા તેલ નહીં ખાવાની દેઢ પ્રતિજ્ઞા લીધી. આમ તેમણે ભાવિ મુનિજીવનને યોગ્ય સંયમમાર્ગે પ્રયાણ કરવાનો શુભારંભ કરી દીધો ! યાત્રાથી ઘરે પાછા આવીને માત્ર એક વાર આહાર લેવાની પ્રતિજ્ઞા લીધી. આચાર્યશ્રીના પિતાશ્રીએ પણ ૧૬ વર્ષ સુધી એક જ વાર ભોજન અને એક જ વાર પાણી લીધું હતું. એક દિવસ તેમણે બધા પુત્રોને એકઠા કરીને ઘરનો બોજ સોંપી દીધો, સમાધિ–મરણ ધારણ કર્યું અને પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં કરતાં શરીર છોડી દીધું. આચાર્યશ્રીની ઉંમર તે વખતે ૩૭ વર્ષની હતી. ૩ વર્ષ પછી તેમની માતાએ પણ સમાધિમરણ ધારણ કરી, ૧૨ કલાકમાં જ દેહત્યાગ કર્યો. હવે તેઓશ્રી માતાપિતાના અનુશાસનમાંથી મુક્ત થઈ ગયા.
Page #4
--------------------------------------------------------------------------
________________
20
અર્વાચીન જૈન જ્યોતિધરી
પિતાના સ્વર્ગવાસ પછી આચાર્યશ્રીએ થોડાંક વર્ષો ઘરમાં રહી પોતાના આત્માને નિર્ઝન્યદક્ષાને યોગ્ય બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. જ્યારે દિગમ્બર મુનિરાજશ્રી દેવાયાસ્વામી (દેવેન્દ્રકીર્તિજી મહારાજ) ઉજૂર ગામમાં પધાર્યા, ત્યારે ને મંગલ અવસરનો લાભ લઈ તેમની પાસે નિર્ગસ્થ દીક્ષાની માંગણી કરી. ગુરુદેવે વિરક્ત શિષ્યને સમજાવ્યું કે આ પદ અત્યંત કઠિન છે. તે પર હૃદયપૂર્વક આરોહણ કરવાથી આત્માના પતનનો ભય રહેતો નથી. ગુરુદેવની આજ્ઞાનુસાર શ્રી સાતગોંડા પાટીલે ઉજૂર ગામમાં વિ. સં. ૧૯૭૨(ઈ. સ. ૧૯૧૫માં જેઠ સુદી ૧૩ ના શુભ દિવસે ૪૩ વર્ષની અવસ્થામાં ક્ષુલ્લક પદની દીક્ષા લીધી. બે વસ્ત્ર પહેરવા માટે અને એક પાત્ર આહાર માટે રાખીને બાકીનો બધો પરિગ્રહ છોડી દીધો) અને લધુ મુનિત્વ-પદ અંગીકાર કર્યું. સાતગોંડા હવે ગૃહ-પરિવારની મમતા છોડી ક્ષુલ્લક શાંતિસાગર બન્યા. અને ભોજન ભૂમિની મમતાને હંમેશને માટે છોડી “વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનાને આત્મસાત્ કરવા માટે પ્રયાણ કર્યું. પરમ વિશુદ્ધતા અને ઉત્કૃષ્ટ નૈસર્ગિક વૈરાગ્યથી અલંકૃન અંત કરણવાળા મહારાજશ્રી હવે પરતંત્રતાના પિંજરામાંથી મુક્ત થઈને આધ્યાત્મિક બન્યા અને વસુંધરા પર સ્વયર કલ્યાણ અર્થે વિહાર કરવા લાગ્યા. સુલક અવસ્થામાં અનેક નાનીમોટી મુશ્કેલીઓ સહન કરીને સમતાવાન “શાંતિસાગરના રૂપમાં દેઢ બની વિહાર કરતાં કરતાં મહારાજશ્રી ભગવાન નેમિનાથ તીર્થકર દ્વારા પુનિત થયેલા ગિરનાર પર્વત પર પહોંચ્યા. નેમિનાથ ભગવાનની નિર્વાણ ભૂમિમાં સંયમની વર્ધમાન થયેલી ભાવના એલક દીક્ષાના રૂપમાં પરિણમી. મહાવ્રતી થવા માટેની અનુકૂળ સામગ્રીને એકઠી કરતાં કરતાં મહારાજ પોતાની આધ્યાત્મિક સંપત્તિને દિન-પ્રતિદિન વધારવા લાગ્યા.
મહારાજ વિહાર કરતા કરતા પરનાલ ગામમાં પધાર્યા. ત્યાં જિનેન્દ્ર ભગવાનનો પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઠાઠમાઠથી ઉજવાઈ રહ્યો હતો. ત્યાં દિગંબર મુનિ દેવેન્દ્રકીર્તિ મહારાજ પણ બિરાજમાન હતા. મહારાજે તેમના ચરણોમાં નિર્ગળ્યું દીક્ષા પ્રદાન કરવા માટે પ્રાર્થના કરી. ગુરુદેવે નિન્ય દીક્ષાને તલવારની ધાર સમાન અત્યંત કઠિન જણાવી, પણ વૈરાગ્ય સાગરમાં ડૂબેલા મહારાજશ્રીએ ગુરુદેવના હૃદયમાં પોતાનાં સંયમ-સદાચાર અને સત્યના બળ દ્વારા એવો વિશ્વાસ ઉત્પન્ન કર્યો કે દેવેન્દ્ર કીર્તિ મહારાજે દીક્ષા કલ્યાણકના પવિત્ર દિવસે હજારોની મેદની સમક્ષ એક શાંતિસાગરને મુનિ શાંતિસાગર બનાવી મહાવ્રત અંગીકાર કરાવ્યાં. તે વખતે મહારાજની ઉમર ૪૫ વર્ષની હતી. તે સમયનો મહારાજનો વૈરાગ્ય અવર્ણનીય હતો. ચિરકાંક્ષિત મુનિપદને અંગીકાર કરીને મહારાજશ્રી અત્યંત પ્રસન્ન થયા અને હજારો સ્ત્રી-પુરુષોએ તેમનો જય-જ્યકાર કર્યો. મહારાજે વનપાલનની દઢતા દર્શાવતાં જણાવ્યું કે વ્રતપાલનથી જરા પણ ડરવાની જરૂર નથી. તપાલનની યોગ્ય સામગ્રી નહિ મળે તો હું જંગલમાં રહી સમાધિ-મરણ કરી લઈશ પણ વ્રતભંગ નહિ થવા દઉં. - મહાવ્રતોનું દઢતાથી પાલન કરતાં કરતાં તેમણે દક્ષિણ પ્રતિ વિહાર કર્યો. તે પ્રદેશમાં ધર્મનો પ્રભાવ વિસ્તાર્યો તથા અનેક કુરીતિઓનું નિવારણ કર્યું. ધીરે ધીરે
Page #5
--------------------------------------------------------------------------
________________
મહાતપસ્વી આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ
તેમની ખ્યાતિ વધતી ગઈ. તેમણે કેટલાયે શ્રાવકોને ત્યાગી અને વ્રતીની દીક્ષા આપી. વિ. સં. ૧૯૮૦માં સનારા જિલ્લાના સમડોલી ગામે શ્રી વીરસાગરજીની મુનિદીક્ષા અને શ્રી નેમિસાગરજીની એલક દીક્ષા પ્રસંગે તેઓશ્રીએ વિધિપૂર્વક શ્રમણાંધની રચના કરી. તે સમયે, ૫૨ વર્ષની વયે તેઓશ્રીને સમાજે આચાર્યપદ દ્વારા વિભૂષિત કર્યા. ત્યારબાદ ૨૬ વર્ષે વિ. સં. ૨૦૦૭ માં ગજÜથા(મહારાષ્ટ્ર)ના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના મંગલપ્રસંગે મહારાજશ્રીને ‘ચારિત્રચક્રવર્તી’ના પદથી અલંકૃત કરવામાં આવ્યા.
૨૧
પુણ્યમૂર્તિ આચાર્યશ્રી સંઘસહિત જે ગામ કે નગરમાં જતા, ત્યાં ધર્મ તથા આત્મકલ્યાણની દીપમાલિકા પ્રકાશિત થતી. મહારાજના સાંનિધ્યમાં ઉત્કૃષ્ટ શાસ્રચર્ચા, તાત્ત્વિક પ્રવચન, સુંદર સંગીત-કીર્તન વગેરે સ્વ-પરકલ્યાણની પ્રવૃત્તિઓ અહર્નિશ ચાલુ રહેતી.
વિ. સં. ૧૯૮૪ માં આચાર્યશ્રીએ સંધસહિત સમ્મેદશિખરની વંદનાર્થે વિહાર કર્યો. નિર્ગન્ધ મુનિઓના સામૂહિક વિહારનો આ મંગલ પ્રસંગ શતાબ્દીઓ પછી પ્રથમ વાર ઉત્તર ભારતમાં આકાર લઈ રહ્યો હતો. ઉત્તર ભારતમાં ધાર્મિકતાની લહેર આવી. સ્થાન-સ્થાન પર ભારે સ્વાગત થયું. સમ્મેદશિખરમાં પંચકલ્યાણક ઉત્સવ થયો. એ વખતે ત્યાં આખા હિન્દુસ્તાનમાંથી લાખોની સંખ્યામાં યાત્રીઓ એકઠા થયા હતા. આચાર્યશ્રીએ સાત વર્ષમાં પદયાત્રા દ્વારા લગભગ ૩૫,૦૦૦ માઈલનો પ્રવાસ ખેડ્યો હતો અને લાખો સ્ત્રી-પુરુષોએ આધ્યાત્મિક લાભ ઉઠાવ્યો હતો. મહારાજશ્રીએ મુનિવિહારનો માર્ગ ચોખ્ખો બનાવી દીધો. તેઓશ્રીના હસ્તે દીક્ષિત બનેલા પરંપરાના આચાર્યો, મુનિઓ, ક્ષુલ્લક, ક્ષુલ્લિકા, બ્રહ્મચારી વગેરેની સંખ્યા લગભગ ૩૦૦-૪૦૦ ઉપરાંતની ગણવામાં આવે છે.
તોદ્ધાર અને તેનો પ્રસ્તાર : એક વાર આચાર્યશ્રીને જાણવા મળ્યું કે ભૂતબલીસ્વામીરચિત ધવલ-મહાધવલ પ્રાચીન શ્રુતસ્કંધ ગ્રન્થ એક હજાર વર્ષ પહેલાંના તાડપત્ર પર લખાયેલો છે અને અત્યારે તે જીર્ણ થઈને કીડાનો ભક્ષ્ય થવાની સ્થિતિમાં છે. તે વખતે તેમને શાસ્રાંરક્ષણની અત્યંત જરૂર લાગી અને તેથી મુંબઈ–સોલાપુર વગેરેના શ્રેષ્ઠીઓ સમક્ષ શ્રુત-સંરક્ષણની યોજના મૂકી અને તે આગમગ્રંથોને તાડપત્રોના આધારે તામ્રપત્ર પર લખાવ્યા, જેથી હજારો વર્ષ સુધી સુરક્ષિત રહે. ધવલાદિ આગમગ્રંથોનો તામ્રપત્ર પર પુનરુદ્ધાર કરાવીને તે અમર કરાવ્યાનું પુણ્યપ્રદ અને ચિરસ્મરણીય કાર્ય તેઓએ કર્યું છે તે શ્રુતોહારના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે.
ઉપસર્નબિી અને ધૈર્યવાન દાસાગર ચારિત્રચક્રવર્તી : આચાર્યશ્રીના જીવનમાં કેટલાય મહાન ઉપસર્ગો, પરીષહો આવ્યા હતા, જે તેમણે અ યંત નિર્ભયતાથી, ધીરજથી, સમભાવપૂર્વક સહન કર્યા હતા ! આ બધાં દ્વારા આપણને તેમના ઉદાત્ત ચારિત્રની સહજપણે પ્રતીતિ થાય છે. એટલે જ આચાર્યશ્રી “ચારિત્ર-ચક્રવર્તી” તરીકે પ્રસિદ્ધ થયા હતા.
Page #6
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
એક વખત મહારાજશ્રી વિહારમાં હતા ત્યારે એક છિધા નામના ક્રોધી બ્રાહ્મણે લગભગ ૫૦૦ માણસો સાથે મહારાજ અને તેમના સંઘ પર આક્રમણ કર્યું. તે વખતે પોલીસની સહાયથી તેમની ધરપકડ કરવામાં આવી. આચાર્યશ્રીને જ્યારે ખબર પડી કે હુમલાખોરની ધરપકડ થઈ છે ત્યારે તેમણે પોલીસ સુપરિન્ટેન્ડન્ટને તેને છોડી દેવા માટે જણાવ્યું. તેમ ન થાય તો મહારાજે આહારત્યાગ કરવાનું જણાવતાં તરત જ તે વ્યક્તિને છોડી દેવામાં આવી. કેવો પ્રાણધાતક ઉપસર્ગ ! કેવી ક્ષમાવાન આચાર્યશ્રીની અહિંસા !
એક વાર એક ગુફામાં આચાર્યશ્રી સામાયિકમાં બેઠા હતા, તે સમયે હજારોની સંખ્યામાં લાલ કીડીઓ તેમના શરીર પર ચઢી ગઈ અને લોહી પીવા લાગી છતાં આચાર્યશ્રી તેવા ઉપસર્ગમાં પણ બે કલાક સુધી ધ્યાનમગ્ન રહ્યા. શરીર પરથી લોહી વહેવા માંડયું, છતાં મૌન અને અડગ રહ્યા. છેવટે શ્રાવકોએ ખાંડ નાખી કીડીઓ દૂર કરી ત્યારે મહારાજે મૌન છોડ્યું.
કાગનોલી નામની ગુફામાં આચાર્યશ્રી બપોરનું સામાયિક કરી રહ્યા હતા, ત્યારે એક ભયંકર કાળો સર્પ મહારાજશ્રીના શરીર પર વીંટળાઈ વળ્યો અને લગભગ ૨૦ મિનિટ સુધી અંગને વીંટળાયેલો રહ્યો. છતાં મહારાજશ્રી મન અને ધ્યાનમાં અડગ રહ્યા ! આવા તો કેટલાય પ્રસંગો આચાર્યશ્રીના જીવનમાં બન્યા છે અને તેવા દરેક પ્રસંગે તેઓશ્રી મેરુવનુ, નિષ્કપ અને સ્થિર રહ્યા છે. સાચે જ તેઓ ઉગ્ર તપસ્વી અને મહાન ઉપસ-વિજેતા હતા.
આચાર્યશ્રીએ સામાન્ય જનતા પર ધર્મપ્રભાવના દ્વારા અસાધારણ પ્રભાવ જમાવ્યો હતો. સાંગલી, ફલટણ, કોલ્હાપુર, પ્રતાપગઢ, ઈડર, ધોલપુર વગેરે કેટલાય રાજા-રજવાડા અને નવાબ આચાર્યશ્રીના દર્શનાર્થે આવતા. કેટલાય અંગ્રેજ પદાધિકારીઓ પણ આચાર્યશ્રીના જીવનથી પ્રભાવિત થયા હતા. મહારાજશ્રીનો વિદ્વતાપૂર્ણ પ્રભાવ જૈન-જૈનેતર, ગરીબ-તવંગર દરેક પર એકસરખો જ હતો. આચાર્યશ્રીના શિષ્યોએ પણ સારી એવી ધર્મ-પ્રભાવના કરી.
આચાર્યશ્રીનું ઉત્તમ સમાધિમરણ : આચાર્યશ્રી શાંતિસાગર મહારાજે જીવનાન્ત યમસલ્લેખના” ધારણ કરી જે પરમ વીરતાથી—ધીરતાથી દેહત્યાગ કર્યો તે તો સુવર્ણમંદિર પર રત્નકળશ ચઢાવવા બરાબર અદ્ભુત, અનુપમ, આશ્ચર્યકારક અને લોકોત્તર છે.
ગજકંથા સિદ્ધક્ષેત્રમાં જિનેન્દ્ર ભગવાનની સમક્ષ આચાર્ય મહારાજે ૧૨ વર્ષનું પરમોત્કૃષ્ટ ભક્ત–પ્રત્યાખ્યાન નામનું લેખના વ્રત અંગીકાર કર્યું. ત્યારથી જ તેમણે જીવનપર્યન્ત અન્નનો ત્યાગ કરી દીધો હતો. ગળપણ, ઘી તથા નમક આદિનો ત્યાગ તો તેમણે મુનિદીક્ષા અંગીકાર કરી ત્યારથી જ હતો. ત્યાર પછી થોડાક સમયથી તેઓશ્રીએ ફળો અને શાકાહારનો પણ ત્યાગ કરી દીધો હતો.
Page #7
--------------------------------------------------------------------------
________________
મહાતપસ્વી આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ
સન ૧૯૫૫માં જ્યારે આચાર્યશ્રીની આંખોનું તેજ ઓછું થવા માંડ્યું ત્યારે પરમવિવેકી, પૂર્ણ નિરતિચાર પ્રાણીસંયમ તેમ જ ઇન્દ્રિયસંયમના પાળનારા મહારાજે વિચાર્યું કે હવે ઈર્યા–એષણા–આદિ સમિતિઓનું (આંખોથી બરાબર જોઈને જ ચાલવું કે ભોજન લેવું એવી પ્રતિજ્ઞાઓનું નિરતિચાર પાલન અશક્ય છે. તેના વગર પ્રાણીસંયમ પાળવો મુશ્કેલ છે અને તે સ્થિતિમાં પરમ વિશુદ્ધ મહાવ્રતોનું પાલન પણ અશકય છે. આમ જાણી મહારાજશ્રી સહલેખની ધારણ કરવાની તૈયારી કરવા લાગ્યા.
આચાર્ય મહારાજે શરૂઆતમાં આઠ દિવસ ફક્ત બે-બે ગ્રાસ આહાર લીધો. આઠ દિવસ પછી ફક્ત કાળી દ્રાક્ષનું પાણી ૮ દિવસ સુધી લીધું ત્યાર પછી તેમણે ફક્ત પાણી લેવાનું રાખીને “નિયમસલ્લેખના” અંગીકાર કરી. ક્યારેક ચાર દિવસે તો કયારેક પાંચ-છ દિવસે તેઓ જળ ગ્રહણ કરતા. આ ક્રમ લગભગ બે મહિના ચાલ્યો. અંતે જ્યારે શરીરનું સામર્થ્ય એકદમ ક્ષીણ થવા માંડયું અને સહારા વગર ઊભા રહેવાનું પણ મુશ્કેલ બન્યું ત્યારે આચાર્યશ્રીએ ઇંગિતીમરણ-સંન્યાસ નામની યમસલ્લેખના અંગીકાર કરી. આમ છેવટે પાણીનો પણ જીવનપર્યત ત્યાગ કર્યો અને શરીર એકદમ ક્ષીણ થઈ ગયું હોવા છતાં બીજા દ્વારા અથવા પોતાનાથી વૈયાવૃય (સેવા–શુશ્રષા) કરવા-કરાવવાનો પણ ત્યાગ કર્યો. આવી અવસ્થામાં આચાર્ય–મહારાજ દિવસ-રાત પંચ પરમેષ્ઠી અને આત્મધ્યાનની સાધનામાં રત રહેતા હતા.
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કુથલગિરિ તીર્થમાં આચાર્યશ્રીની યમસલ્લેખનાના પરમ દર્શનાર્થે ભારતના ખૂણે-ખૂણેથી નરનારી આવવા લાગ્યાં. બે માસમાં લગભગ એક લાખ જેટલા માણસોએ આચાર્યશ્રીના દર્શનનો લાભ લીધો. આચાર્યશ્રીની ધ્યેય_નિષ્ઠા, દઢતા અને અલૌકિકનાનાં દર્શન કરી લોકો પોતાને ધન્ય અનુભવવા લાગ્યા અને આચાર્યશ્રીની ધીર-ગંભીર, અનુપમ આત્મસાધનામાંથી પ્રેરણાનાં પીયૂષ પામવાનો પ્રયત્ન કરી નરભવ સફળ કરવાનો વિચાર કરતા થયા. ભાદરવા સુદ બીજ વિ.સં. ૨૦૧૨ તા. ૧૮-૯-૧૯૫૫ ને સવારે ૬-૫૦ વાગે ૮૪ વર્ષની ઉમરે આચાર્યશ્રીએ આ નશ્વર દેહ છોડીને પોતાની જીવનલીલા અત્યંત વીરભાવથી–સમભાવથી સમાપ્ત કરી. સમાધિમરણની ૫ મિનિટ પહેલાં જ આચાર્યશ્રીએ જિનેન્દ્રમૂર્તિને પોતાના હાથોથી સ્પર્શ કરી તેમના ચરણોમાં પોતાનું શીશ રાખેલું. છેવટે પૂર્ણ સાવધાની સહિત “નમ: સિભ્ય:' નો અંતર-જાપ કરતાં કરતાં આચાર્ય. શ્રીએ પરમ શાંતભાવોમાં સ્થિત રહી દેહોત્સર્ગ કર્યો.
પરમ પૂજ્ય આચાર્યશ્રી-શાંતિસાગર મહારાજ એક આદર્શ મુનિ હતા, તેવું તેમના જીવન-પ્રસંગોથી સ્પષ્ટ જાણી શકાય છે. ત્રીસ-ચાળીસ વર્ષ સુધી તેઓએ એ આદર્શ મુનિપદને આવશ્યક એવા અહિંસાદિ પંચમહાવ્રતોની નિર્દોષ સાધના કરી, સિહનિષ્ક્રીડિત વ્રત સરીખું અત્યંત કઠણ તપશ્ચરણ કરીને શરીરને અને ઇન્દ્રિયોને પોતાના દાસ બનાવી દીધા. તેઓશ્રીએ કામક્રોધાદિ ષડરિપુ પર વિલક્ષણ વિજય મેળવ્યો. તેમણે ગમે તેવી પ્રતિકૂળ અને ભયાનક પરિસ્થિતિમાં પણ પોતાના ચિત્તની શાંતિ ડગવા દીધી નહીં. છેવટની તેમની ૩૫ દિવસની સલલેખના પછી તો એ વાત
Page #8
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન જૈન જ્યોતિરો પ્રત્યક્ષ અને ઉત્કટતાથી હજારો લોકોના સાક્ષાત અનુભવમાં આવી કે અન્ન-જળનો ત્યાગ હોવા છતાં આચાર્યશ્રીના મુખ પર કોઈ પણ ઉદ્વિગ્નતા અથવા વેદનાની છાંટ પણ જોવામાં આવી નહોતી પરંતુ શાંતિ અને પ્રસન્નતાની સ્પષ્ટ છાયા જોઈ શકાની હતી. સલ્લેખના સમયે તેમના મનની અને મુખમુદ્રા પરની ઝલકતી શાંતિ અને શુદ્ધિ સાચે જ તેમને અહિંસાના–ધર્મના એક ઉચ્ચ આરાધક તરીકે પ્રગટ કરે છે. તેમનું આદર્શ, ઉચ્ચ જીવન અને એક વીરની જેમ મૃત્યુને તેમણે કરેલું આહવાહન તેમની દઢ આત્મશ્રદ્ધા અને દિવ્ય આત્મબળનું આદર્શ પ્રતીક છે ! સાચે જ એક વિજયી વીરની જેમ આચાર્યશ્રીએ વિશ્વને અધ્યાત્મની–ધર્મની–મહત્તા બતાવી છે અને તેમના આદેશ–ઉપદેશ અનુસાર જીવનપથ બનાવવા ઉજજવળ પ્રેરણા કરી છે. આચાર્યશ્રીએ દિગંબર મુનિ પરંપરાનો પુનરુદ્ધાર કર્યો અને ઉત્તર ભારતમાં મુનિવિહારની જે પ્રથા લુપ્તપ્રાય થઈ ગઈ હતી તેને પુન: જીવિત કરી. તેમના પ્રખર વ્યક્તિત્વથી પ્રેરણા અને માર્ગદર્શન પામીને અનેક પુનિત આત્માઓએ આત્મકલ્યાણના માર્ગને ગ્રહણ કરીને ત્યાગમાર્ગનો સ્વીકાર કર્યો, જેમાં શ્રીવીરસાગર, શ્રીચન્દ્રસાગર અને શ્રીનેમિસાગર જેવાં તપસ્વીઓ, શ્રી કુંથુસાગર અને શ્રી સમંતભદ્ર જેવા શ્રતનિષ્ઠ મહામુનિઓ તથા અનેક આર્ણિકાઓ અને ત્યાગીઓનો સમાવેશ થાય છે.