SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ અર્વાચીન જૈન જયોતિરો હતું. જે નિમાં ભટ્ટારક જિનસેન આદિ અનેક મહાપુરુષોનો જન્મ થયેલો તે પ્રભાવશાળી ચતુર્થર્જન કુળમાં આ નરરત્નનો જન્મ થયો હતો. બેલગુલ” ગામ દક્ષિણ ભારતના બેલગાંવ જિલ્લામાં આવેલું છે. તેઓ પાંચ ભાઈબહેનો હતાં. તેમાં બે મોટા ભાઈ, બે નાનાભાઈ અને એક બહેન હતાં. આખું કુટુંબ સંસ્કારી હતું. પૂyય અને સંસ્કારવારસોઃ નાનપણથી જ તેમનું શરીર હૃષ્ટપુષ્ટ અને બળવાન હતું. આજુબાજુનાં બધાં ગામોમાં કુસ્તીની રમતમાં તેમના સમાન કોઈ ન હતું. ચોખાની પાંચ મણની ગૂણને પણ તેઓ સહેલાઈથી ઉપાડી શકતા હતા. તેમના અસાધારણ શરીરસૌષ્ઠવ અને મધુરવાણીના પ્રભાવથી બધા એમને ખૂબ જ ચાહતા હતા. શક્તિબળની સાથે સાથે એમણે બાળપણથી જ શાંતિબળ-સમતાબળ પણ પ્રાપ્ત કર્યું હતું. કોઈની સાથે લડાઈઝઘડો કરવાનું કે કોઈને અપ્રિય-કઠોર વચનો કહેવાનું તેમના સ્વભાવમાં જ ન હતું. બાળપણથી જ તેઓ મિતભાષી અને મિષ્ટભાષી હતા. બાલ્યાવસ્થાથી જ તેઓ લૌકિક આમોદપ્રમોદનાં સાધનોથી વિરક્ત રહી ધાર્મિક ઉત્સવોમાં હોંશપૂર્વક ભાગ લેતા, માતા સાથેનિયમિત દેવદર્શન માટે જતા, ધ્યાન તથા શાસ્ત્રાભ્યાસમાં ખૂબ જ રુચિ લેતા. ખાદીનાં સાદગીપૂર્ણ વસ્ત્રોનો જ તેઓ ઉપયોગ કરતા હતા. માતા હંમેશાં ધર્મ અને સદાચારનો ઉપદેશ આપતી: ‘પાપ કરું નકા”, “જીવ હિંસા કરું નકા’, ‘ચોરી કરું નકા' આદિ ઉત્તમ સદાચારપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા તેમને સંસકારી માતા તરફથી હંમેશાં મળ્યા કરતી હતી. પૂસંકારના પ્રભાવે આ પુણ્યાત્મા બાળપણથી જ અનેક અસાધારણ ગુણોના ભંડારસમાં હતા. તેમનો પરિવાર ઘણો સુખી, સમૃદ્ધ, વૈભવપૂર્ણ તથા જિનેન્દ્ર ભગવાન પ્રત્યે અપ્રતિમ શ્રદ્ધાળુ હતો. સાતગોંડાની સ્મરણશક્તિ ઘણી જ તીવ્ર હતી અને તેની પ્રસિદ્ધિ જન સાધારણમાં સારા પ્રમાણમાં થઈ ગઈ. તેમને માતા સત્યવતી તરફથી સત્યનિષ્ઠા-ધર્મનિષ્ઠા અને પિતાશ્રી ભીમગોંડા તરફથી દઢતા, ગંભીરતારૂપી ઉત્તમ ગુણોનો અમૂલ્ય વારસો પ્રાપ્ત થયો હતો. “પુત્રનાં લક્ષણ પારણામાંથી”—એ કહેવતને ચરિતાર્થ કરતાં ચિહનો બાળપણથી જ તેમનામાં દેખાતાં હતાં જેથી અનુમાન થતું કે આ એક લોકોત્તર મહાપુરુષ બનશે. આ અલૌકિક બાળક પ્રત્યેક નરનારીના મનને પોતાનાં ગંભીરતા, કરુણા અને પરાક્રમ દ્વારા આકર્ષિત કરી શક્યો હતો. બાળપણની તેમની પ્રવૃત્તિ પણ અસાધારણ હતી. સાચે જ બાલ્યકાળમાં મળેલા માતા-પિતાના સુંદર સંસ્કાર બાળકના અંત:કરણ પર બીજરૂપમાં કોતરાઈ જાય છે અને ભાવિ જીવનમાં હજારો ગણા વૃદ્ધિગત થઈ બાળકને લોકોત્તર મહાપુરુષ બનાવી દે છે ! જેમ મહાત્મા ગાંધીજી અને છત્રપતિ શિવાજીના જીવન પર તેમનાં માતા-પિતાના સંસ્કારની ઊંડી અને અમીટ છાપ પડેલી, તેમ સાતગોંડાના જીવનઘડતરમાં તેમના માતા-પિતાનો ફાળો સાચે જ અમૂલ્ય હતો. ભોજ ગામમાં પ્રાપ્ત થઈ શકે તેટલું લૌકિક શિક્ષણ પ્રાપ્ત કરીને, આચાર્યશ્રીએ વીતરાગ મહર્ષિઓના અલૌકિક શિક્ષણને આત્મસાત કરવાનો અને અનુભવજય શિક્ષાને જીવનમાં વણવાનો પ્રયત્ન કર્યો હતો. અનુભવના આધારે પ્રાપ્ત થયેલું જ્ઞાન જ વાસ્તવમાં સાર અને માર્મિક હોય છે. પ્રાય: મહાપુરુષો અનુભવની શાળામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249010
Book TitleAcharya Shantisagarji Maharaj
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size401 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy