Book Title: Acharya Shantisagarji Maharaj Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 1
________________ જ ગ ' : * "" -- R : ૧૦. મહાતપસ્વી આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ ભૂમિકાઃ ભારતભૂમિ સંતોની, જ્ઞાનીઓની, ષિ-મુનિઓની ભૂમિ રહી છે. ભારતનો આધ્યાત્મિક વારસો જગતપ્રસિદ્ધ છે. આપણી આ આધ્યાત્મિક પરંપરામાં આથી ૧૧૫ વર્ષ પહેલાં એક દિવ્ય પુરુષનો જન્મ થયો, જેમણે પોતાના વિશિષ્ટ ચારિત્રબળથી અને આગામોદ્ધારનાં સત્કાર્યો દ્વારા જૈન દર્શનનો ઉદ્ધાર કર્યો હતો. કેટલાંય વર્ષોથી દિગંબર મુનિઓની પરંપરાનો લગભગ વિચ્છેદ થઈ રહ્યો હતો અને મહાવીર તથા કુન્દકુન્દના માર્ગને પ્રકાશિત કરવાવાળા દિગંબર મુનિઓ નહિવત્ હતા, ત્યારે દક્ષિણના એક નાના ગામમાં આચાર્યશ્રી શાંતિસાગરનો જન્મ થયો હતો. તેઓશ્રીએ આગળ ઉપર મુનિદીક્ષા અંગીકાર કરી, દિગંબર પરંપરાને પુનઃજીર્તિત કરવામાં અનન્ય ફાળો આપ્યો હતો. તેમના ચારિત્રોદ્ધારના કાર્યને લીધે જ વર્તમાન દિગંબર કે સમાજ તેમને પૂર્વાચાર્યો જેટલા જ આદરથી જુએ છે. જન્મ તથા બાળપણઃ વિ. સં ૧૯૨૯ (ઈ. સ. ૧૮૭૧) અષાઢ વદ છઠ ને બુધવારની રાત્રે તેમનો જન્મ ક્ષત્રિયકુળમાં થયો હતો. ભોજગાંવથી ચાર માઈલ દૂર તે આવેલા બેલગુલ ગામમાં શ્રી ભીમગોંડાનાં ધર્મપત્ની શ્રીમતી સપવતી(સત્યભામા)ની કૂખે મોસાળમાં આચાર્યશ્રીનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ સાતગૌડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org !Page Navigation
1 2 3 4 5 6 7 8