________________
મહાતપસ્વી આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ
શિક્ષણ મેળવીને જ પોતાના જીવનનું ઘડતર કરતા હોય છે. ઉત્તમ ધારણાશક્તિના કારણે તેમણે સત્સંગ-સ્વાધ્યાયથી સાચા જ્ઞાનનો સારો એવો લાભ પ્રાપ્ત કર્યો હતો.
વૈરાગ્ય, આજીવન-બ્રહ્મચાર્ય અને શાસ્ત્ર-અધ્યયન : તે વખતના રિવાજ મુજબ આચાર્યશ્રી જ્યારે માત્ર નવ વર્ષની ઉંમરના હતા ત્યારે જ માતા-પિતાએ છ વર્ષની બાલિકા સાથે તેમના વિવાહ કરી દીધા, પરંતુ પ્રારબ્ધવશાત છે મહિનામાં તે બાલિકાનું મરણ થઈ ગયું. પછી અઢાર વર્ષની ઉંમરે માતા-પિતા તરફથી પુન: વિવાહ કરવાનો આગ્રહ થવા લાગ્યો પણ તેમણે દૃઢતાથી પોતાની અનિચ્છા પ્રગટ કરી અને આજીવન નિર્દોષ, નૈષ્ઠિક બ્રહાચર્યવ્રતનું પાલન કર્યું. માત્ર સત્તર-અઢાર વર્ષની ઉંમરે જ નિર્ગવ દીક્ષા અંગીકાર કરવાની તેમની ઇચ્છા હતી, પણ પિતાની સંમતિ ન મળવાથી તેઓ તેમ કરી શક્યા નહિ. આમ યુવાવસ્થાના આરંભથી જ તેમનામાં અત્યંત વૈરાગ્યનો આવિર્ભાવ થઈ ચૂકયો હતો. સંસાર પ્રત્યેની તેમની અનાસક્તિ યુવાવસ્થાના પ્રારંભકાળથી જ સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. તેઓ કપડાંની દુકાને બેસતા, પણ પૂર્ણ સત્યતાથી વેપાર કરતા અને સહેજ પણ અન્યાય કે અનીતિ ન આચરાઈ જાય તેની સાવધાની રાખતા. વ્યાપારાદિ કાર્યોમાં ઉદસ ભાવથી કામ કરતા અને પ્રભુભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય તથા ચિતનમનનની પ્રવૃત્તિઓમાં પોતાનું મન જોડેલું રાખતા.
તેમની દીક્ષા લેવાની ઇચ્છા જાણીને માતા-પિતાએ તેમને વ્રત, નિયમ, ઉપવાસ વગેરે કરવાની મંજુરી આપી. સાથે સાથે એવી આશા કરી કે અમારા જીવતાં ઘર છોડીને ચાલ્યા જવું નહિ. તેઓ વધુ સમય કપડાંની દુકાન ઉપર વિતાવતા હતા અને કામ સિવાય શાસ્ત્રાધ્યયનમાં જ મગ્ન રહેતા હતા. મોટાભાઈને કામકાજ માટે બહાર જવું પડતું ત્યારે દુકાનની દેખરેખ તેઓ રાખતા. ગ્રાહકે કપડું પસંદ કર્યા બાદ કિંમન બનાવીને કહેતા હતા કે તમે તમારી જાતે માપીને કાપીલ્યો અને પૈસા અહીં મૂકી દો અથવા ચોપડામાં લખી દો. આમ, વેપારમાં તેમની નિ:સ્પૃહતા અને અનાસક્તિનાં દર્શન થાય છે. ધીરે ધીરે તેમની દુકાન સ્વાધ્યાયશાળા જેવી બની ગઈ. બપોરે ત્યાં ૧૫-૨૦ માણસો એકઠાં થતાં અને તેઓશ્રી તેમની સમક્ષ પ્રવચન આપતા.
યુવાવસ્થા અને દીક્ષા ગ્રહણ : ૩૨ વર્ષની ઉંમરે આચાર્યશ્રી તીર્થરાજ સમેત શિખરની યાત્રા માટે ગયા. તેમની તીર્થભક્તિ અદભુત-અલૌકિક હતી. તીર્થયાત્રાની પાવન સ્મૃતિમાં તેમણે સંયમના પ્રતિજ્ઞાનિયમો લેવાનો નિશ્ચય કર્યો અને આજીવન ઘી તથા તેલ નહીં ખાવાની દેઢ પ્રતિજ્ઞા લીધી. આમ તેમણે ભાવિ મુનિજીવનને યોગ્ય સંયમમાર્ગે પ્રયાણ કરવાનો શુભારંભ કરી દીધો ! યાત્રાથી ઘરે પાછા આવીને માત્ર એક વાર આહાર લેવાની પ્રતિજ્ઞા લીધી. આચાર્યશ્રીના પિતાશ્રીએ પણ ૧૬ વર્ષ સુધી એક જ વાર ભોજન અને એક જ વાર પાણી લીધું હતું. એક દિવસ તેમણે બધા પુત્રોને એકઠા કરીને ઘરનો બોજ સોંપી દીધો, સમાધિ–મરણ ધારણ કર્યું અને પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં કરતાં શરીર છોડી દીધું. આચાર્યશ્રીની ઉંમર તે વખતે ૩૭ વર્ષની હતી. ૩ વર્ષ પછી તેમની માતાએ પણ સમાધિમરણ ધારણ કરી, ૧૨ કલાકમાં જ દેહત્યાગ કર્યો. હવે તેઓશ્રી માતાપિતાના અનુશાસનમાંથી મુક્ત થઈ ગયા. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org