SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ 20 અર્વાચીન જૈન જ્યોતિધરી પિતાના સ્વર્ગવાસ પછી આચાર્યશ્રીએ થોડાંક વર્ષો ઘરમાં રહી પોતાના આત્માને નિર્ઝન્યદક્ષાને યોગ્ય બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. જ્યારે દિગમ્બર મુનિરાજશ્રી દેવાયાસ્વામી (દેવેન્દ્રકીર્તિજી મહારાજ) ઉજૂર ગામમાં પધાર્યા, ત્યારે ને મંગલ અવસરનો લાભ લઈ તેમની પાસે નિર્ગસ્થ દીક્ષાની માંગણી કરી. ગુરુદેવે વિરક્ત શિષ્યને સમજાવ્યું કે આ પદ અત્યંત કઠિન છે. તે પર હૃદયપૂર્વક આરોહણ કરવાથી આત્માના પતનનો ભય રહેતો નથી. ગુરુદેવની આજ્ઞાનુસાર શ્રી સાતગોંડા પાટીલે ઉજૂર ગામમાં વિ. સં. ૧૯૭૨(ઈ. સ. ૧૯૧૫માં જેઠ સુદી ૧૩ ના શુભ દિવસે ૪૩ વર્ષની અવસ્થામાં ક્ષુલ્લક પદની દીક્ષા લીધી. બે વસ્ત્ર પહેરવા માટે અને એક પાત્ર આહાર માટે રાખીને બાકીનો બધો પરિગ્રહ છોડી દીધો) અને લધુ મુનિત્વ-પદ અંગીકાર કર્યું. સાતગોંડા હવે ગૃહ-પરિવારની મમતા છોડી ક્ષુલ્લક શાંતિસાગર બન્યા. અને ભોજન ભૂમિની મમતાને હંમેશને માટે છોડી “વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનાને આત્મસાત્ કરવા માટે પ્રયાણ કર્યું. પરમ વિશુદ્ધતા અને ઉત્કૃષ્ટ નૈસર્ગિક વૈરાગ્યથી અલંકૃન અંત કરણવાળા મહારાજશ્રી હવે પરતંત્રતાના પિંજરામાંથી મુક્ત થઈને આધ્યાત્મિક બન્યા અને વસુંધરા પર સ્વયર કલ્યાણ અર્થે વિહાર કરવા લાગ્યા. સુલક અવસ્થામાં અનેક નાનીમોટી મુશ્કેલીઓ સહન કરીને સમતાવાન “શાંતિસાગરના રૂપમાં દેઢ બની વિહાર કરતાં કરતાં મહારાજશ્રી ભગવાન નેમિનાથ તીર્થકર દ્વારા પુનિત થયેલા ગિરનાર પર્વત પર પહોંચ્યા. નેમિનાથ ભગવાનની નિર્વાણ ભૂમિમાં સંયમની વર્ધમાન થયેલી ભાવના એલક દીક્ષાના રૂપમાં પરિણમી. મહાવ્રતી થવા માટેની અનુકૂળ સામગ્રીને એકઠી કરતાં કરતાં મહારાજ પોતાની આધ્યાત્મિક સંપત્તિને દિન-પ્રતિદિન વધારવા લાગ્યા. મહારાજ વિહાર કરતા કરતા પરનાલ ગામમાં પધાર્યા. ત્યાં જિનેન્દ્ર ભગવાનનો પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઠાઠમાઠથી ઉજવાઈ રહ્યો હતો. ત્યાં દિગંબર મુનિ દેવેન્દ્રકીર્તિ મહારાજ પણ બિરાજમાન હતા. મહારાજે તેમના ચરણોમાં નિર્ગળ્યું દીક્ષા પ્રદાન કરવા માટે પ્રાર્થના કરી. ગુરુદેવે નિન્ય દીક્ષાને તલવારની ધાર સમાન અત્યંત કઠિન જણાવી, પણ વૈરાગ્ય સાગરમાં ડૂબેલા મહારાજશ્રીએ ગુરુદેવના હૃદયમાં પોતાનાં સંયમ-સદાચાર અને સત્યના બળ દ્વારા એવો વિશ્વાસ ઉત્પન્ન કર્યો કે દેવેન્દ્ર કીર્તિ મહારાજે દીક્ષા કલ્યાણકના પવિત્ર દિવસે હજારોની મેદની સમક્ષ એક શાંતિસાગરને મુનિ શાંતિસાગર બનાવી મહાવ્રત અંગીકાર કરાવ્યાં. તે વખતે મહારાજની ઉમર ૪૫ વર્ષની હતી. તે સમયનો મહારાજનો વૈરાગ્ય અવર્ણનીય હતો. ચિરકાંક્ષિત મુનિપદને અંગીકાર કરીને મહારાજશ્રી અત્યંત પ્રસન્ન થયા અને હજારો સ્ત્રી-પુરુષોએ તેમનો જય-જ્યકાર કર્યો. મહારાજે વનપાલનની દઢતા દર્શાવતાં જણાવ્યું કે વ્રતપાલનથી જરા પણ ડરવાની જરૂર નથી. તપાલનની યોગ્ય સામગ્રી નહિ મળે તો હું જંગલમાં રહી સમાધિ-મરણ કરી લઈશ પણ વ્રતભંગ નહિ થવા દઉં. - મહાવ્રતોનું દઢતાથી પાલન કરતાં કરતાં તેમણે દક્ષિણ પ્રતિ વિહાર કર્યો. તે પ્રદેશમાં ધર્મનો પ્રભાવ વિસ્તાર્યો તથા અનેક કુરીતિઓનું નિવારણ કર્યું. ધીરે ધીરે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.249010
Book TitleAcharya Shantisagarji Maharaj
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size401 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy