Book Title: Abhaydayanam Author(s): Vasantlal K Shah Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 2
________________ Teles e d.slesed life.***e lesleidsd* / sleels s * -se *fe leslesvideos well.l....subisless of west . પછી જ માગ દાન (મગ દયાણું), શરણ દાન (શરણ દયાણું), બધિ દાન (બોધિ દયાણું) ઈત્યાદિ છે. આજે જ્યારે સર્વત્ર ભયને એક કરુણ આકંદ સર્જાઈ રહ્યો છે, ત્યારે નિર્ભય ચિત્તની કેટલી જરૂર છે ! સર્વ ભયેથી છૂટવા માટે જ ધર્મની રચના છે. માત્ર નિર્ભય. ચિત્ત જ પરમાત્માનું ઐશ્વર્ય અને સૌંદર્ય સમજી શકે છે. પરમાત્માની નિષ્કારણ અને નિઃસીમ કરુણાના સ્પર્શ વિના ચિત્ત નિર્ભય બનતું નથી. કરુણાનું એ પોલાદી તત્વ જ ભયના કાચઘરને ભૂકકો ઉડાવી દે છે. રેજ ત્યાં માથું નમાવીએ છીએ, ઘૂંટણીએ પડીએ છીએ. પણ તેની એક પણ નજર આપણી પર પડતી નથી. કયું જડ આવરણ તેની દષ્ટિને આપણી પર પડતાં રોકે છે? તે આત્મ સંશોધન કરવું જ રહ્યું. આપણે જે અહમ્ છેડી નમસ્કાર કરતાં શીખીશું, ભાવ નિક્ષેપ “એવમભૂત” નયથી જ માથું નમાવશું, તે તેની કરુણ આપણને પ્રચંડ પુર બની ઘેરી વળશે. એ સક્રિય સમજાય અને સર્વ સંમત કરુણ સર્વત્ર છલકાઈ રહી છે. માત્ર આપણે ઘડો જ કાંણાવાળે છે. રોજ મારી શ્રદ્ધા વધતી જાય છે કે, સર્વ સાધનાનો પ્રારંભિક એકમ (Fundamental) અને મધ્યવતી બળ (Central Pinot) આ કરુણા જ છે. અને આપણે જે માનસિક ત્રાસના વાતાવરણમાં જીવી રહ્યા છીએ, તેમાંથી છૂટવાનો ઉપાય પણ એ કરુણ જ છે. આપણું જીવન એક સતત ભયની અતૂટ પરંપરા છે. દુઃખ આવી પડવાનો ભય કે સુખ ચાલી જવાનો ભય. એ વિના આપણું જીવન બીજું છે પણ શું? બધું દહેલું મળતું નથી. બધું મળેલું ભેગવાતું નથી. અને બધું ભેગવેલું સુખ જ આપે એમ પણ નથી. કદાચ દુઃખની પ્રતિક્રિયા પણ લાવે. આ બધાનો ઉપાય પરમાત્મા સાથેની પ્રીત - સગાઈ છે. સ્થૂલ - સૂમ બધા ભયને ભય પમાડવાનો ઉપાય આ જ છે. જેટલી તેની કરુણું વધારે સંપાદન કરશે, તેટલા વધુ ભયમુક્ત થશે, અને પ્રીતસગાઈ વધુ દઢ થશે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે તેમ " દેય રીઝાણનો ઉપાયસામુ કાન જુએ રે”. પરમાત્મા જે સામે જુએ, તેની નજર જે આપણી ઉપર પડે, તેની કરુણા સંપાદન થાય, તે વ્યક્તિ અને વિશ્વ બધુ જ રીઝાઈ જાય. પરમાત્માને મારી પ્રાર્થના છે કે, તેની કરુણ તમારી શ્વાસોચ્છવાસ વણાના પ્રત્યેક પરમાણુને હર્ષોન્મત કરો. તમારું પ્રત્યેક શક્તિ બિંદુ તેના કરુણા-કિશુનું વાહક બનો. તમારું પ્રત્યેક નાડી સ્પંદન અને હૃદય ધબકાર તેની કરુણાને જ સંગીતમય પડદો બને. કઈ જ શ્રી આર્ય કયાણ ગોલમસ્મૃતિ ગ્રંથ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2