Book Title: Abhaydayanam Author(s): Vasantlal K Shah Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf Catalog link: https://jainqq.org/explore/230012/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ અભય દયાણુમ્ – શ્રી વંસતલાલ કાંતિલાલ શાહ આ વિશ્વનું સારભૂત તત્વ એ પરમાત્માની કરુણા છે. એ પરમ પુરુષના પૂંજ વિના વિશ્વ વ્યવસ્થા તૂટી પડત. સૂરજ ઊગત નહીં, વાદળાં વરસત નહીં, નનકડું બાળક પા પા પગલી માંડી ન શકત, ચમેલી અને ગુલાબ તેના રંગ અને સુવાસ ખેઈ બેસત, પરમાત્માની એ કરુણા વિના પથ્થર ઉપર પથ્થર ન ટકત અને પહાડ ન સર્જાત તથા સમુદ્રમાં જળ બિંદુઓ પરસ્પર મળી ન શકત. આ વ્યવસ્થિત ઘટમાળને સર્વ મણકાઓ તૂટીને વેરાઈ જાત ! હું નિઃશંકપણે કહું છું કે, કરુણા વડે જ આપણે શ્વાસ લઈને મૂકી શકીએ છીએ અને એ કરુણું જ ધર્મ મહાસત્તાને ઉઘાત કરી રહી છે. તીર્થકર દેવની કરુણાએ જ આપણને ધર્મ મહાસત્તાનું ભાન કરાવ્યું. અનિત્યાદિ ૧૨ ભાવનાઓ, અણુશણુદિ ૧૨ તપ, ક્ષમાદિ ૧૦ યતિધર્મો, સામાયિકાદિ ૫ ચારિત્ર્ય, ૨૨ પરિષહ પર જય આદિ સંવર-નિર્જરા તનું ભાન કરાવ્યું. આ માર્ગદર્શન વિના આખી દુનિયા એક સાતમી નરક જ હોત, કીચડ જ હોત, કેહામણ અને રીબામણુ જ હેત ! દુગધ અને દુર્ભાગ્ય જ હોત, ફૂલે રંગીન ન હોત, પ્રભાત સોનેરી ન હોત અને બાળક પ્રફુલ્લિત ન હોત. • રહેત કેવળ પુણ્યહીન દુનિયાના પાપી માન. જે એક બીજાને બચકાં ભરત અને ફેલી ખાત. આપણું જીવનનો જે કઈ પણ હેતુ હોય તે તે એ જ કે, તે પરમાત્માની સર્વ સમર્થ કરુણાને અનુભવ કરીએ. આપણું જીવનમાં જે કરુણું કાર્ય કરતી થાય તે માટે આપણે બાજુએ ખસી જઈએ. વિજ્ઞાન આજે ગુરુત્વાકર્ષણ, લેહચુંબકત્વ, અને વિદ્યુત શક્તિ એ પ્રકૃત્તિના ત્રણ મહાબળેની ભાષામાં સર્વ સ્થૂળ પ્રસંગેનું અર્થઘટન કરે છે. પણ યોગ વિજ્ઞાન કહે છે કે, વિશ્વના સર્વ પરિબળના મૂળમાં આ કરુણ જ વહી રહી છે. એ કરુણ ખસેડી લે અને વિશ્વનું છું કકડભૂસ થઈ જશે. પરમાત્માની કરુણાનું પ્રથમ કાર્ય આપણને નિર્ભય કરવાનું છે. આથી જ શકસ્તવમાં પહેલું વિશેષણ અભય દયાણમ (અભય આપનાર)નું જ કહ્યું છે. અભય દાન થી શ્રઆર્ય કયા ગામસ્મૃતિગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ Teles e d.slesed life.***e lesleidsd* / sleels s * -se *fe leslesvideos well.l....subisless of west . પછી જ માગ દાન (મગ દયાણું), શરણ દાન (શરણ દયાણું), બધિ દાન (બોધિ દયાણું) ઈત્યાદિ છે. આજે જ્યારે સર્વત્ર ભયને એક કરુણ આકંદ સર્જાઈ રહ્યો છે, ત્યારે નિર્ભય ચિત્તની કેટલી જરૂર છે ! સર્વ ભયેથી છૂટવા માટે જ ધર્મની રચના છે. માત્ર નિર્ભય. ચિત્ત જ પરમાત્માનું ઐશ્વર્ય અને સૌંદર્ય સમજી શકે છે. પરમાત્માની નિષ્કારણ અને નિઃસીમ કરુણાના સ્પર્શ વિના ચિત્ત નિર્ભય બનતું નથી. કરુણાનું એ પોલાદી તત્વ જ ભયના કાચઘરને ભૂકકો ઉડાવી દે છે. રેજ ત્યાં માથું નમાવીએ છીએ, ઘૂંટણીએ પડીએ છીએ. પણ તેની એક પણ નજર આપણી પર પડતી નથી. કયું જડ આવરણ તેની દષ્ટિને આપણી પર પડતાં રોકે છે? તે આત્મ સંશોધન કરવું જ રહ્યું. આપણે જે અહમ્ છેડી નમસ્કાર કરતાં શીખીશું, ભાવ નિક્ષેપ “એવમભૂત” નયથી જ માથું નમાવશું, તે તેની કરુણ આપણને પ્રચંડ પુર બની ઘેરી વળશે. એ સક્રિય સમજાય અને સર્વ સંમત કરુણ સર્વત્ર છલકાઈ રહી છે. માત્ર આપણે ઘડો જ કાંણાવાળે છે. રોજ મારી શ્રદ્ધા વધતી જાય છે કે, સર્વ સાધનાનો પ્રારંભિક એકમ (Fundamental) અને મધ્યવતી બળ (Central Pinot) આ કરુણા જ છે. અને આપણે જે માનસિક ત્રાસના વાતાવરણમાં જીવી રહ્યા છીએ, તેમાંથી છૂટવાનો ઉપાય પણ એ કરુણ જ છે. આપણું જીવન એક સતત ભયની અતૂટ પરંપરા છે. દુઃખ આવી પડવાનો ભય કે સુખ ચાલી જવાનો ભય. એ વિના આપણું જીવન બીજું છે પણ શું? બધું દહેલું મળતું નથી. બધું મળેલું ભેગવાતું નથી. અને બધું ભેગવેલું સુખ જ આપે એમ પણ નથી. કદાચ દુઃખની પ્રતિક્રિયા પણ લાવે. આ બધાનો ઉપાય પરમાત્મા સાથેની પ્રીત - સગાઈ છે. સ્થૂલ - સૂમ બધા ભયને ભય પમાડવાનો ઉપાય આ જ છે. જેટલી તેની કરુણું વધારે સંપાદન કરશે, તેટલા વધુ ભયમુક્ત થશે, અને પ્રીતસગાઈ વધુ દઢ થશે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે તેમ " દેય રીઝાણનો ઉપાયસામુ કાન જુએ રે”. પરમાત્મા જે સામે જુએ, તેની નજર જે આપણી ઉપર પડે, તેની કરુણા સંપાદન થાય, તે વ્યક્તિ અને વિશ્વ બધુ જ રીઝાઈ જાય. પરમાત્માને મારી પ્રાર્થના છે કે, તેની કરુણ તમારી શ્વાસોચ્છવાસ વણાના પ્રત્યેક પરમાણુને હર્ષોન્મત કરો. તમારું પ્રત્યેક શક્તિ બિંદુ તેના કરુણા-કિશુનું વાહક બનો. તમારું પ્રત્યેક નાડી સ્પંદન અને હૃદય ધબકાર તેની કરુણાને જ સંગીતમય પડદો બને. કઈ જ શ્રી આર્ય કયાણ ગોલમસ્મૃતિ ગ્રંથ છે