Book Title: Abhaydayanam
Author(s): Vasantlal K Shah
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ અભય દયાણુમ્ – શ્રી વંસતલાલ કાંતિલાલ શાહ આ વિશ્વનું સારભૂત તત્વ એ પરમાત્માની કરુણા છે. એ પરમ પુરુષના પૂંજ વિના વિશ્વ વ્યવસ્થા તૂટી પડત. સૂરજ ઊગત નહીં, વાદળાં વરસત નહીં, નનકડું બાળક પા પા પગલી માંડી ન શકત, ચમેલી અને ગુલાબ તેના રંગ અને સુવાસ ખેઈ બેસત, પરમાત્માની એ કરુણા વિના પથ્થર ઉપર પથ્થર ન ટકત અને પહાડ ન સર્જાત તથા સમુદ્રમાં જળ બિંદુઓ પરસ્પર મળી ન શકત. આ વ્યવસ્થિત ઘટમાળને સર્વ મણકાઓ તૂટીને વેરાઈ જાત ! હું નિઃશંકપણે કહું છું કે, કરુણા વડે જ આપણે શ્વાસ લઈને મૂકી શકીએ છીએ અને એ કરુણું જ ધર્મ મહાસત્તાને ઉઘાત કરી રહી છે. તીર્થકર દેવની કરુણાએ જ આપણને ધર્મ મહાસત્તાનું ભાન કરાવ્યું. અનિત્યાદિ ૧૨ ભાવનાઓ, અણુશણુદિ ૧૨ તપ, ક્ષમાદિ ૧૦ યતિધર્મો, સામાયિકાદિ ૫ ચારિત્ર્ય, ૨૨ પરિષહ પર જય આદિ સંવર-નિર્જરા તનું ભાન કરાવ્યું. આ માર્ગદર્શન વિના આખી દુનિયા એક સાતમી નરક જ હોત, કીચડ જ હોત, કેહામણ અને રીબામણુ જ હેત ! દુગધ અને દુર્ભાગ્ય જ હોત, ફૂલે રંગીન ન હોત, પ્રભાત સોનેરી ન હોત અને બાળક પ્રફુલ્લિત ન હોત. • રહેત કેવળ પુણ્યહીન દુનિયાના પાપી માન. જે એક બીજાને બચકાં ભરત અને ફેલી ખાત. આપણું જીવનનો જે કઈ પણ હેતુ હોય તે તે એ જ કે, તે પરમાત્માની સર્વ સમર્થ કરુણાને અનુભવ કરીએ. આપણું જીવનમાં જે કરુણું કાર્ય કરતી થાય તે માટે આપણે બાજુએ ખસી જઈએ. વિજ્ઞાન આજે ગુરુત્વાકર્ષણ, લેહચુંબકત્વ, અને વિદ્યુત શક્તિ એ પ્રકૃત્તિના ત્રણ મહાબળેની ભાષામાં સર્વ સ્થૂળ પ્રસંગેનું અર્થઘટન કરે છે. પણ યોગ વિજ્ઞાન કહે છે કે, વિશ્વના સર્વ પરિબળના મૂળમાં આ કરુણ જ વહી રહી છે. એ કરુણ ખસેડી લે અને વિશ્વનું છું કકડભૂસ થઈ જશે. પરમાત્માની કરુણાનું પ્રથમ કાર્ય આપણને નિર્ભય કરવાનું છે. આથી જ શકસ્તવમાં પહેલું વિશેષણ અભય દયાણમ (અભય આપનાર)નું જ કહ્યું છે. અભય દાન થી શ્રઆર્ય કયા ગામસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2