Book Title: Aarasan na Jin Mandirona Aprakat Abhilekho Author(s): Lakshman Bhojak Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 1
________________ આરાસણનાં જિનમંદિરોના અપ્રકટ અભિલેખો લક્ષ્મણ ભોજક તાજેતરમાં પ્રા. મધુસૂદન ઢાંકી અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝના ઉપનિયામક ડૉ મૂર્તિ, તસવીરકાર શ્રી સમીર પાઠક સાથે કુંભારિયા(આરાસણ)નાં જિનાલયોના સર્વેક્ષણ માટે ગયેલાં ત્યારે ત્યાં સ્તંભાદિ પર અંકિત કેટલાક એવા લેખો જોયેલા જે અદ્યાવધિ પ્રકાશિત ગ્રંથોમાં નોંધાયેલા નહોતા. આથી બીજી વાર જ્યારે શ્રી સમીર પાઠક ત્યાં ગયા ત્યારે સાથે હું તથા શ્રી અમૃત પટેલ પણ આ નવીન લેખોની વાચના કરવા ગયેલા. તે આ સાથે અહીં પ્રકટ થઈ રહ્યા છે. અહીં તેને કાલક્રમાનુસાર નહીં પણ જે જે જિનાલયમાંથી તે મળી આવ્યા છે તદનુસાર પ્રસ્તુત કર્યા છે. મહાવીર જિનાલય અહીં એક સ્તંભ પર લેખ તો છે, પણ તેમાં અક્ષરો અસ્પષ્ટ હોઈ તે વાંચી શકાયો નથી. શાંતિનાથ જિનાલય ૧. મૂળનાયકના ઉત્તરાભિમુખ મંદિરની પશ્ચિમ ભીંતના કુંભના ઘાટડા પર લેખ, જે કેવલાક્ષ૨માં અને ગૂઢભાષામાં અંકિત હોઈ તેનો અર્થ સમજવામાં આવી શક્યો નથી. લેખ આ પ્રમાણે છે. પં ? -તેવ.....રૂ તો િરૂo......મોનિક पं० २ प्रत पं० ३ पं० ४ जसलतु पं० ५ ति श्री लि ૨. ત્યાં મૂલપ્રાસાદથી થોડું અગ્નિખૂણામાં રહેલી ચારદ્વારયુક્ત કુલિકામાં સમવસરણ સહિતની અષ્ટાપદની રચના સ્થાપિત છે. તેની ચતુર્મુખ પ્રતિમા ઉપરની છાઘપટ્ટિકા પર કોતરાયેલો લેખ અગાઉ મુનિ વિશાલવિજયજીએ વાંચેલો. તેમાં થોડા સુધારાવધારા સાથે ઢાંકી સાહેબ તથા હરશંકર શાસ્ત્રીએ તેની પુનર્વાચના કરેલી. તેમાં પણ તે વખતે નહીં ઉકેલાયેલો ભાગ વાંચી અહીં તેની પૂરા વાચના આપવામાં આવે છે. Jain Education International ३ श्री जिउनरगद्रएमोलिद्र.. બ્રુહ || મોતી [?] सं० १२६६ फाल्गुन शुदि १० बुद्धे (धे) प्राग्वाट श्री अहदेविसुत श्रे० नंदीवडभार्या पदमिन्याः पंचपुत्राः श्रे० जक्षदेव । बोपदेव । शोभनदेव । सू(?) र चंद्रा पं० श्रीकलशप्रमुखाः । बोपदेवशोभाभ्यां कुटुंबश्रेयार्थे समवसरणसहितं अष्टापदतीर्थं कारितं प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः । અષ્ટાપદની રચનાના નમૂનાઓ વિરલ છે અને તે પણ અહીંનો તો સલેખ નમૂનો હોઈ તેનું મહત્ત્વ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4