Book Title: Aarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

Previous | Next

Page 10
________________ પ્રકાશકનું પ્રાકથન માનવજીવનમાં તીર્થયાત્રાનું સ્થાન ખાસ મહત્વનું છે. તીર્થધામે તન–મનના શુદ્ધીકરણ માટેનાં મહાન સાધનો છે. પ્રત્યેક દર્શનમાં એની વિશિષ્ટતા બતાવવામાં આવેલી છે. તીર્થયાત્રા એ જીવનની ધાંધલ અને ધમાલને ભુલાવી દઈ આત્મશક્તિ પ્રાપ્ત કરાવનાર એક અમેઘ ઔષધિ છે. આજે આપણે આપણું ભવ્ય ભૂતકાળને અને ઉચ્ચ સંસ્કૃતિને તે ભૂલી ગયા છીએ, પરંતુ આપણાં પ્રાચીન તીર્થધામને પરિચય પણ દિનપ્રતિદિન ગુમાવતા જતા હોઈએ એવું જણાય છે. આ સ્થિતિને દૂર કરી આપણાં તીર્થધામેથી વાકેફ કરવા માટે આ ગ્રંથમાળાએ તીર્થધામનો પરિચય આપવાની પ્રવૃત્તિ ઉપાડી લીધી છે. આ ગ્રંથમાળા તરફથી પૂ. મુનિરાજ શ્રીવિશાળવિજયજી મ. શ્રીએ લખેલાં દશ પુસ્તક પ્રગટ થઈ ચૂક્યાં છે. ૧. શ્રી. નાકોડા તીર્થ ૨. ભોરોલ તીર્થ ૩. બે જૈન તીર્થોચારૂપ અને મેત્રાણા ૪. ચાર જૈન તીર્થો (માતર, સોજિત્રા, ખેડા અને ધોળકા) ૫. કાવી–ગંધા-ઝગડિયા (ત્રણ તીર્થો) ૬. ઘેઘાતીર્થ ૭. મંગથલા તીર્થ ૮. ભીલડિયા તીર્થ ૯. રાધનપુર પ્રતિમાલેખ–સંદેહ ૧૦. રાધનપુર–એક ઐતિહાસિક પરિચય આ પ્રમાણે પુસ્તકનું પ્રકાશન કરીને આ ગ્રંથમાળાએ આપણું . ભુલાઈ જતાં તીર્થસ્થાને પર નવો પ્રકાશ પાડ્યો છે. આ પુસ્તકે ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિએ તેમજ પુરાવાઓને આધારે પ્રત્યક્ષ દર્શન કરીને લખાયેલાં હોવાથી સમસ્ત જૈન સમાજ અને સાહિત્યપ્રેમી વર્ગમાં આદરને પાત્ર બન્યાં છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 212