Book Title: Aapnu Sanskardhan Author(s): Chandraprabhsagar Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 3
________________ છે. શ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) : આપણું સંસ્કારધન ૨૧૧ જે વસ્તુને ચારાથી અચાવવા માટે ઉજાગરા કરવા પડે, જે વસ્તુને માટે ભાઈ એને લડવું પડે, પિતાપુત્રને મનદુ:ખ થાય એ ધન નથી. ભગવાન બુદ્ધે શુ કહ્યુ ? એમણે કહ્યું : “ આજની સભામાં સાચા સૌંસ્કારી અને ધનપતિ હોય તે આ સુદાસ છે.” આ વાર્તા બુદ્ધની જાતકકથામાં આવે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગેરે એને સરસ વિચારાની કલગી આપી છે. અંદરના અંધકારને દૂર કરવામાં મદદ્ગગાર થાય એનુ' નામ તે ધન છે, બાકી બધુંય પૈસા છે. આપણે જે ધરતીમાં જીવીએ છીએ, એ ધરતીના અણુઅણુમાં આ ભાવના ભરેલી હતી. પણ દેશ-કાળના પ્રભાવને લીધે કેટલીક વસ્તુઓ બદલાઈ જાય છે; અને બદલાઈ જવા છતાં ધરતીમાં જે વસ્તુ પડેલી છે એ ધરતીને સાવ મૂકીને જતી નથી રહેતી. આપણું આ સૌંસ્કારધન શુ' હતું ? આપણી આ સંસ્કારગાથાને કવિ કાલિદાસે રઘુવંશમાં નોંધતાં ક્યુ છે કે— शैशवेऽभ्यस्त विधान, यौवने विषयैषिणाम् । वार्धके मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजाम् ॥ માનવજીવનના ચાર તબક્કાઓની ચાર વાતા આ ાકમાં મૂકી છે : પહેલુ' શૈશવ, ખીજુ` યૌવન, ત્રીજુ પ્રૌઢત્વ છે અને ચેાથુ મૃત્યુ. જીવનના આ ચાર પ્રસંગેાને આપણે કઈ કઈ વસ્તુથી ધન્ય અને ચિરંજીવ બનાવી શકીએ એના ઉપાયે આપણને આ એક જ Àાકમાં એ મહાકવિએ મતાવ્યા છે. “રોશને અસ્વસ્તવિધાનમ્ ’---શૈશવ શેનાથી અલ'કૃત બને અને ચિર'જીવ ને ? તા કહે, શશવ વિદ્યાથી લયુ હેાવુ જોઈએ. જેમ કેાઈ પાત્ર અમૃતથી ભરેલું હાય તે પાત્રમાંથી આપણે એનું પાન કરી શકીએ પણ પાત્ર ખાલી હાય તો ? ખાલી પાત્ર ગમે એટલુ' સુંદર હાય પણ એનાથી આપણી તૃષા છીપતી નથી...ભલે પાત્ર પ્લેટિનમનુ' હાય તેપણ શુ? પ્યાસ તે એમાં રહેલી વસ્તુ જ મિટાવે છે. એમ શૈશવ એ પાત્ર છે. એમાં વિદ્યા એ અમૃત છે. વિદ્યાનું અમૃત એમાં ભરેલુ હાય તા જ એ જીવનની પ્યાસને મિટાવે છે. શૈશવ એ વિદ્યાને માટે જ હાવુ' જોઈ એ. મુરબ્બીએએ ધ્યાન રાખવું જોઈ એ કે બાળકાના વિદ્યાભ્યાસના સુવર્ણ કાળમાં અમારા તરફથી જાણતાં કે અજાણતાં કાઈ પિત્તળ ન મળી જાય કે જેથી એમનું સુવર્ણ જીવનના ખરા સમયમાં ખાટુ પડી જાય! આ વાત રાજદ્વારી માણસા, નેતાએ અને માતાપિતાએ ધ્યાનમાં રાખે તેા ખાળકના જીવનમાં સદા વિદ્યાના જ પ્રકાશ રહે અને એનુ શૈશવ સુંદર અને સ`સ્કૃત બની જાય. પણ આજે વિદ્યાના અને વિદ્યાર્થી એના ઉપયાગ ઘણાખરા પેાતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે. રાજદ્વારી માણસે એમની પાસે પથરા ફેકાવીને, કોલેજો અને યુનિવર્સિટીએ સળગાવરાવીને, શિક્ષકાની સામે ખેલતાં કરીને, ચેાપડીએ અને પુસ્તકાલયાને ખાળતા કરીને એમના શૈશવને ખગાડી રહ્યા છે, જે ખીજાતુ શૈશવ ખગાડે એના પેાતાના બુઢાપા શા માટે ન બગડે? એનાં મૂળ કાણુ છે? સત્તાના ઉચ્ચ આસન ઉપર બેઠેલા, જેમનું તમે હારતારા લઈ ને સ્વાગત કરી છે. અને ગયા પછી નિંદા શરૂ કરી છે. તે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10