Book Title: Aapnu Sanskardhan
Author(s): Chandraprabhsagar
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230034/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આપણું સંસ્કારધન પ્રવકતા–પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) આજનો સ્વાધ્યાય “આપણું સંસ્કારધન” છે—જે ધન વડે ભારત સમૃદ્ધ હતું, સમૃદ્ધ છે અને સમૃદ્ધ થશે. જો કે અત્યારે એમાં ઓટ આવી છે, છતાં એની ગૌરવગાથાઓ તે એવી જ ગવાઈ રહી છે. જે સંસ્કૃતિના નામ ઉપર, જે આધ્યાત્મિક પ્રકાશ ઉપર પશ્ચિમના લેકે આજે પણ વારી જાય છે અને દર વર્ષે ત્યાંથી પ્રવાસીઓ આવતા જ જાય છે એ સંસ્કારધન શું છે તે સમજવાની જરૂર છે. ધન કોનું નામ? જે માણસને સમૃદ્ધ બનાવે, સુખી બનાવે, જીવનને જીવવા જેવું અને મૃત્યુને મંગળમય બનાવે. જે ધન માણસને ચિંતા લાવે, જે ધન માણસને કંગાલ બનાવે, જે ધન વડે કરીને માણસ મનથી અને તનથી અહંકારી અને અજ્ઞાની અને એ ધન ન કહેવાય, એને પસ કહી શકો. પૈસે અને ધન એ બે વચ્ચે મોટું અંતર છે. પૈસો જુગારીની પાસે પણ હેઈ શકે, નટ અને નર્તકી પાસે પણ હોઈ શકે, પણ ધન તે સંસ્કારસંપન નરનારી પાસે જ હોય. એટલા જ માટે પૈસો મેળવ્યા પછી પણું ધન મેળવવાનું બાકી રહી જાય છે. જ્યાં સુધી આ ધન ન આવે ત્યાં સુધી એ પૈસાદાર કહેવાય, પણ શ્રીપતિ, ધનપતિ કે લક્ષ્મીપતિ ન કહેવાય. લક્ષમી, ધન, શ્રી એ બધાંય જીવનની શેભાનાં ઉપનામ છે. આવા ધનથી ભારત સમૃદ્ધ હતું, પૈસાથી નહિ. પૈસાથી તે અમેરિકા આપણું કરતાં ઘણું સમૃદ્ધ છે, પણ ભારતવર્ષની સમૃદ્ધિ જુદી છે. જે ધન વડે કરીને માણસ સુખી થાય, હૃદયને ઉદાત્ત થાય, જ્ઞાનને ઉપાસક થાય, જીવનને ધન્ય બનાવતે થાય અને મૃત્યુને મંગળમય બનાવતે થાય એ ધન આપણા દેશનું ધન; જેને હું આપણે વારસો કહું છું, આપણી મૂડી કહું છું. પિસે ચાલ્યો જાય તે પણ આ મૂડી ન જાય. માણસ પૈસાથી નાદાર થઈ જાય તે ચાલે, પણ આ આધ્યાત્મિક સંસ્કૃતિથી કંગાલ થઈ જાય તે નહિ ચાલે. સંસ્કૃતિથી નિધન ૨૭ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ અને કંગાલ ન બની જાય એ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવના શુભ પ્રસંગે આ સ્વાધ્યાયમાં એનું સ્મરણ તાજું કરાવવા માગું છું. શ્રી મહાવીર જૈન વિદ્યાલય” આખર તે એક વિદ્યા પ્રદાન કરનારી સંસ્થા છે. એ કંઈ લોજિંગ અને બેડિંગ માટેનું સ્થાન નથી કે વિદ્યાથીઓને ખવડાવ્યું, રાખ્યા અને રવાના કર્યો એટલે કામ પત્યું. આ સંસ્થા સાથે ભગવાન મહાવીરનું પવિત્ર નામ જોડાયું છે. અઢી હજાર વર્ષ પહેલાંની આપણી ભવ્યતાનું સ્મરણ એક આ નાનકડું નામ કરાવે છે. અઢી હજાર વર્ષ પહેલાને એ જમાનો એ હતું, જેમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર વિચારતા હતા, જેમાં અહિંસા અને પ્રેમને પ્રસાર હિતે; જેમાં અધ્યાત્મના પ્રકાશ માટે રાજાએ રાજ્ય છોડીને, મંત્રી મંત્રીપદ છેડીને, શ્રેષ્ઠીઓ હવેલીઓ છેડીને સંતના ચરણમાં જઈ બેસતા. એમને લાગતું હતું કે આ જ અમારું સાચું ધન છે. વિચાર કરવાને છે કે એ ધન શું હતું, જે ધનને મેળવવા માટે પૈસાદારે પણ માનતા હતા કે આ ધન મળે તે જ અમે સાચા ધનપતિ બની શકીએ. મને એક પ્રસંગ યાદ આવે છે ? અઢી હજાર વર્ષ પહેલાને આ પ્રસંગ છે : એક વાર ભગવાન બુદ્ધ રાજગૃહી નગરીમાં આવ્યા છે. એમને વંદન કરવા, એમના જ્ઞાનનું સુધાપાન કરવા કેટલાંયે નરનારીઓ ઉત્સાહભેર જઈ રહ્યાં છે. એ વખતે ગામને નગરશેઠ પણ જઈ રહ્યો છે. એણે વિચાર કર્યો : “હું ભગવાન બુદ્ધના દર્શને જાઉં છું, એમના ચરણે હું શું ધરીશ? એમની પાસેથી તો હું કંઈક પણ લઈને આવીશ, પણ હું એમને આપીશ શું? આપ્યા વિના કાંઈ મેળવી શકાતું નથી, ખાલી કર્યા વિના કાંઈ ભરી શકાતું નથી.” અંદર જે ભરેલું હોય તો નવું તમે કેમ ભરી શકો? અંદર ભરેલું હોય એને કાઢી નાખે તો જ તમે નવું ઉમેરી શકો છો. . શિશિર ઋતુ હોવાથી બધાં કમળ બળી ગયાં છે, સુકાઈ ગયાં છે; જળાશયમાં માત્ર એક જ ખીલેલ કમળ બાકી રહી ગયું છે. સુદાસ માળી એ કમળને વેચવા નીકળે છે. નગરશેઠ એ ખરીદવાની વાત કરે છે કેટલા પૈસા?” સુદાસ એક સોનામહોર માગે છે. એટલામાં ત્યાં રાજપુત્ર આવી પહોંચે છે. એ કહેઃ “આ કમળ માટે હું તને પાંચ સોનામહોર આપું.” બન્ને વચ્ચે હરીફાઈ ચાલે છે. કમળને ખરીદવાની હરીફાઈમાં બને જણ વધુ ને વધુ સોનામહોરો આપવાનું કહેતા જાય છે. સુદાસ એમને આશ્ચર્યથી પૂછે છે: “આપ આ કમળનું શું કરવા માગે છે?” બને કહે છે: “ભગવાન બુદ્ધના ચરણોમાં આ કમળ અમારે ધરવું છે.” સુદાસને વિચાર આવ્યો: “જેના ચરણોમાં કમળ ધરવા માટે આ નગરશેઠ અને રાજપુત્ર હરીફાઈ કરે છે એ ચરણે કેટલાં પાવન હાવાં જોઈએ ! તો આ કમળ એમને વેચું એના કરતાં હું જ જઈને એ ચરણેમાં આને સમર્પિત શાને ન કરું?” અને એ દોડી આવ્યા, આવીને બુદ્ધના ચરણોમાં કમળ ધરી ઢળી પડ્યો. ભગવાન બુદ્ધે કહ્યું: “વત્સ! તારે શું જોઈએ છે?” સુદાસે નમ્રભાવે કહ્યું: “માત્ર આપની કૃપાભરી નજરનું એક કિરણ મળે અને મારા અંતરનું તિમિર ટળી જાય!” Page #3 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) : આપણું સંસ્કારધન ૨૧૧ જે વસ્તુને ચારાથી અચાવવા માટે ઉજાગરા કરવા પડે, જે વસ્તુને માટે ભાઈ એને લડવું પડે, પિતાપુત્રને મનદુ:ખ થાય એ ધન નથી. ભગવાન બુદ્ધે શુ કહ્યુ ? એમણે કહ્યું : “ આજની સભામાં સાચા સૌંસ્કારી અને ધનપતિ હોય તે આ સુદાસ છે.” આ વાર્તા બુદ્ધની જાતકકથામાં આવે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગેરે એને સરસ વિચારાની કલગી આપી છે. અંદરના અંધકારને દૂર કરવામાં મદદ્ગગાર થાય એનુ' નામ તે ધન છે, બાકી બધુંય પૈસા છે. આપણે જે ધરતીમાં જીવીએ છીએ, એ ધરતીના અણુઅણુમાં આ ભાવના ભરેલી હતી. પણ દેશ-કાળના પ્રભાવને લીધે કેટલીક વસ્તુઓ બદલાઈ જાય છે; અને બદલાઈ જવા છતાં ધરતીમાં જે વસ્તુ પડેલી છે એ ધરતીને સાવ મૂકીને જતી નથી રહેતી. આપણું આ સૌંસ્કારધન શુ' હતું ? આપણી આ સંસ્કારગાથાને કવિ કાલિદાસે રઘુવંશમાં નોંધતાં ક્યુ છે કે— शैशवेऽभ्यस्त विधान, यौवने विषयैषिणाम् । वार्धके मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजाम् ॥ માનવજીવનના ચાર તબક્કાઓની ચાર વાતા આ ાકમાં મૂકી છે : પહેલુ' શૈશવ, ખીજુ` યૌવન, ત્રીજુ પ્રૌઢત્વ છે અને ચેાથુ મૃત્યુ. જીવનના આ ચાર પ્રસંગેાને આપણે કઈ કઈ વસ્તુથી ધન્ય અને ચિરંજીવ બનાવી શકીએ એના ઉપાયે આપણને આ એક જ Àાકમાં એ મહાકવિએ મતાવ્યા છે. “રોશને અસ્વસ્તવિધાનમ્ ’---શૈશવ શેનાથી અલ'કૃત બને અને ચિર'જીવ ને ? તા કહે, શશવ વિદ્યાથી લયુ હેાવુ જોઈએ. જેમ કેાઈ પાત્ર અમૃતથી ભરેલું હાય તે પાત્રમાંથી આપણે એનું પાન કરી શકીએ પણ પાત્ર ખાલી હાય તો ? ખાલી પાત્ર ગમે એટલુ' સુંદર હાય પણ એનાથી આપણી તૃષા છીપતી નથી...ભલે પાત્ર પ્લેટિનમનુ' હાય તેપણ શુ? પ્યાસ તે એમાં રહેલી વસ્તુ જ મિટાવે છે. એમ શૈશવ એ પાત્ર છે. એમાં વિદ્યા એ અમૃત છે. વિદ્યાનું અમૃત એમાં ભરેલુ હાય તા જ એ જીવનની પ્યાસને મિટાવે છે. શૈશવ એ વિદ્યાને માટે જ હાવુ' જોઈ એ. મુરબ્બીએએ ધ્યાન રાખવું જોઈ એ કે બાળકાના વિદ્યાભ્યાસના સુવર્ણ કાળમાં અમારા તરફથી જાણતાં કે અજાણતાં કાઈ પિત્તળ ન મળી જાય કે જેથી એમનું સુવર્ણ જીવનના ખરા સમયમાં ખાટુ પડી જાય! આ વાત રાજદ્વારી માણસા, નેતાએ અને માતાપિતાએ ધ્યાનમાં રાખે તેા ખાળકના જીવનમાં સદા વિદ્યાના જ પ્રકાશ રહે અને એનુ શૈશવ સુંદર અને સ`સ્કૃત બની જાય. પણ આજે વિદ્યાના અને વિદ્યાર્થી એના ઉપયાગ ઘણાખરા પેાતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે. રાજદ્વારી માણસે એમની પાસે પથરા ફેકાવીને, કોલેજો અને યુનિવર્સિટીએ સળગાવરાવીને, શિક્ષકાની સામે ખેલતાં કરીને, ચેાપડીએ અને પુસ્તકાલયાને ખાળતા કરીને એમના શૈશવને ખગાડી રહ્યા છે, જે ખીજાતુ શૈશવ ખગાડે એના પેાતાના બુઢાપા શા માટે ન બગડે? એનાં મૂળ કાણુ છે? સત્તાના ઉચ્ચ આસન ઉપર બેઠેલા, જેમનું તમે હારતારા લઈ ને સ્વાગત કરી છે. અને ગયા પછી નિંદા શરૂ કરી છે. તે! Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ વિદ્યાર્થીઓ કે જેમનું મન નિર્મળ છે, એમના જીવનમાં તમે બગીચે સર્જવાને બદલે વેરાન કેમ કરે છે? Blotting paperનું (શાહીચૂસનું) કામ તો સામે જે હોય તે ચૂસી લેવાનું છે, પછી એ કાળી શાહી હોય કે લાલ હોય. એવું જ કામ વિદ્યાથી ઓના માનસનું છે. એમનું માનસ શાહીચૂસ જેવું receptive છે, જે આપે તે ગ્રહણ કરે. આવા બાળમાનસને જે બીજા માગે વાપરે છે એ, એક રીતે કહું તે, ભારતીય સંસ્કૃતિનું ખૂન કરે છે; એ મોટામાં મોટો ગુને કરે છે. સુંદર શૈશવને વધારે સુંદર બનાવવામાં આપણે સાથે આપવા પ્રયત્ન કરવાને છે. આપણું વિચારેથી, આપણી વાણીથી, આપણું વર્તનથી એમના માનસ પર કઈ અસંસ્કૃત છાપ ન પડી જાય તે માટે સદા સાવધાન રહેવું પડશે. વિદ્યાની ઉપાસના કરે કરતે વિદ્યાર્થી જીવનનું એક દર્શન મેળવે છે. વિદ્યાથી ભણીને આવ્યે એની પ્રતીતિ શું છે? એનું જીવનદર્શન શું છે? તેના માપદંડનાં આ બે પાસાં છે. એક તો જીવનની શાવત અને અશાશ્વત વસ્તુઓનાં મૂલ્યને વિવેક; અને બીજું, પિતાનામાં જે આત્મા છે એવા જ આત્માનું દર્શન વિશ્વના પ્રાણીમાત્રમાં કરી, પિતાની પરત્વે જે જાતનું આચરણ જાહેરમાં અને એકાંતમાં આચરતે હેાય એવું જ આચરણ જાહેરમાં અને એકાંતમાં સર્વ આત્મા પ્રત્યે આચરવાની અભિરુચિ. વિદ્યાનું આ દર્શન છે. જેની પાસે વિદ્યા આવે એની પાસે આ બે વસ્તુની અપેક્ષા રાખીએ. એ શાશ્વત અને અશાશ્વતને વિવેક કરીને એ બેને જુદા પાડે. એ જુએ કે એક દેહ છે, બીજો આત્મા છે; એક મૂકી જવાનું છે, બીજુ લઈ જવાનું છે. આ બેનો વિવેક થતાં શાશ્વતને ભેગે અશાશ્વતને ન સાચવે એટલું જ નહીં, પણ જરૂર પડે તે એ અશાશ્વતને ભેગે શાશ્વતને ટકાવી રાખે. જેનામાં આવી પ્રજ્ઞા જાગે છે, આ વિવેક જાગે છે એની પાસે વિદ્યા છે. આ બેનું વિશ્લેષણ કરતાં આવડી જાય પછી એને કહેવું પડતું નથી કે તે આત્મા માટે સ્વાધ્યાય કર, પરલોક માટે પ્રયત્ન કર; કારણ કે એ જાણતો હોય છે કે આ મારો આત્મા શાશ્વત છે, એના ભેગે હું દુનિયાની કોઈ પણ અશાશ્વત વસ્તુને સંચય નહિ કરું, શાશ્વતના તત્ત્વને હું ક્યારેય હાનિ નહિ પહોંચાડું. આજે વિદ્યાવાન તો ઘણું છે, પણ આવી જાગૃત વિચારણાવાળા કેટલા ? વિદ્યાથી આ દષ્ટિ ન આવે તે માનવું કે એ માત્ર પુસ્તકિયું જ્ઞાન છે; બીજી રીતે કહું તો માત્ર શબ્દને સંગ્રહ છે. એ પુસ્તકાલય બની શકે પણ પ્રાણ પુરુષ નથી બની શકત. તેવી જ રીતે માણસ માત્ર પુસ્તકો જ રટી જાય, ભણી જાય, યાદ રાખી જાય પણ જરૂર પડે ત્યારે આચરી ન શકે તો એને એક સુંદર પુસ્તકાલય કહી શકાય, પ્રાણ પુરુષ નહિ. એક વિદ્વાને સરસ વ્યાખ્યા બાંધી કે Man of words and not of deeds is like a garden full of weeds–જે માત્ર શબ્દને સંગ્રહ કરે અને એ સંગ્રહને આચારમાં મૂકવા માટેની અભિરુચિ ન હોય એને એક એવા બગીચા સાથે સરખાવ્યો છે, જેમાં પુષ્પ અને ફળે કાંઈ નથી, માત્ર કાંટા અને ઝાંખરાં જ ઊભાં છે. ભણતરથી માત્ર સ્મરણશક્તિ વધે, શબ્દશક્તિ વધે, વાકચાતુર્ય વધે અને આચરણ Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુ. શ્રી. ચદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) : આપણું સંસ્કારધન ૨૧૩ ન વધે તેા આપણા જીવનમાં ત્યાગનું દન કેમ થાય ? વસ્તુને છેડવા માટેની અભિરુચિ કેમ જાગે ? શાશ્વત અને અશાશ્વતના વિવેક કરવા એ જ તેા વિદ્યાનું પ્રથમ પાસુ છે. બીજુ દર્શીન એ કે મારામાં જે છે એ જ તત્ત્વ વિશ્વના મધા જ આત્માએમાં નિવાસ કરી રહ્યું છે; તે એકાંતમાં અને જાહેરમાં હું મારા પ્રત્યે જેવું આચરણ કરું છું. એવું જ આચરણ હું જગતના જીવે પ્રત્યે કરું. આ દૃષ્ટિથી એના વિચારમાં, એના ઉચ્ચારમાં, એના આચારમાં એક જાતની ઉચ્ચતા-શુચિતા આવે છે. આ ઉચ્ચતા લેાકેાને રાજી કરવા મહારથી લાવેલી નથી, પણ એ અંદરથી ઊગેલી છે. વિશ્વના પ્રાણીમાત્રમાં ચૈતન્યના નિવાસનું એણે દશન કર્યુ છે. આવી દૃષ્ટિવાળા માણસે આપણને દરેક દેશમાં મળી આવે છે. અબ્રાહમ લિ`કન એક વાર વ્હાઈટ હાઉસ જતાં કીચડમાં ડુક્કરને તરફડતું જુએ છે. પેાતે કીચડમાં જઈ એને કીચડમાંથી કાઢી એ પછી જ વ્હાઈટ હાઉસ જાય છે. ત્યાં કાઈ એ ડ્રાઈવરને પૂછ્યુ કે લિંકનનાં કપડાંને કીચડના ડાઘા કેમ લાગેલા છે? ડ્રાઈવરે કહ્યુ કે ‘ ડુક્કરને કીચડમાંથી બહાર કાઢતાં ડાઘા લાગ્યા છે.' આ સાંભળી એક મિત્રે આવી લિંકનને ધન્યવાદ આપ્યા, ત્યારે લિંકને કહ્યું. “ રહેવા દે, મેં આ કામ ધન્યવાદ માટે કે બીજાને માટે નથી કર્યું, પણ ડુક્કરને કાદવમાં તરફડતું જોઈને મારા મનમાં એક વ્યથા જાગી અને એ વ્યથાના કાંટા કાઢવા ડુક્કરને કાઢ્યા વિના છૂટકો નહેાતેા.” આટલું' કહીને લિંકન ચાલતા થયા. બીજાને દુ:ખી જોઈને પાતે દુઃખી થવુ', આ એક સમભાવ અવસ્થા, પ્રાણીમૈત્રીની ભાવના, વિશ્વમાં રહેલા ચૈતન્યમાં પેાતાના જેવા જ એક ચૈતન્યનું દર્શન. પેાતાના દુઃખને દૂર કરવા માટે જેવા પ્રયત્ન કરીએ એવા જ પ્રયત્ન જગતના જીવા પ્રત્યે આપણે કરતા રહીએ, કરવા માટેની આપણી સતત અભિલાષા હાય, ત્યારે જાણવું કે આપણામાં વિદ્યાના પ્રકાશ આવતા જાય છે. આવી વિદ્યા વડે કરીને આપણે ધનવાન બનતા જઈએ છીએ. રાજસ્થાનના ગામડાના એક પ્રસંગ છેઃ એ ભાઈએ છે. માટાભાઈના વસ્તાર વધારે છે, નાનાભાઈના વસ્તાર થાડા છે. અન્નેનાં ખેતરા છે, વચ્ચે એક વાડ છે. કાપણી પછી ડૂડાંના ઢગલા થયા છે. રાત્રે માટે ભાઈ વિચારે છે કે આ મારા ભાઈ નાના છે, મેં સંસારમાં માણવાનું બધું માણી લીધું છે, મારી જરૂરિયાત પણ ઓછી છે; નાના ભાઈ ને વધારે જીવવાનું છે, જરૂરિયાત પણ વધારે છે. આ વિચારથી એ પેાતાના ખેતરમાંથી પૂળા લઈને નાના ભાઈના ખેતરમાં નાખી આવે છે. એ જ રાત્રિના બીજા પ્રહરમાં નાના ભાઈને વિચાર આવે છે કે મેટા ભાઈના વસ્તાર વધારે છે, એ કેવી રીતે ચલાવતા હશે ? હું તે જુવાન અને સશક્ત છું, રળી શકું એમ છું. એટલે એ પેાતાના ખેતરના પૂળાઓને મેાટા ભાઈના ખેતરમાં નાખી આવે છે. આવી રીતે બે-ત્રણ દિવસ ચાલ્યું. ચાથી રાત્રિએ અન્ને ભાઈ એ ભેગા થઈ ગયા. એકે પૂછ્યુ· · તું કયાં જાય છે ?’ ખીજાએ પૂછ્યું ‘તું કયાં જાય છે ?' અન્નેના હાથમાં પૂળા. પેલે આને ત્યાં નાખવા જાય અને આ પેલાને ત્યાં નાખવા જાય ! આનુ' નામ વિદ્યા છે, આ સાચી કેળવણી છે. નાના મોટાના વિચાર કરે, મેાટા નાનાના વિચાર કરે. બન્નેમાં એકબીજાને સમજવાની વૃત્તિ છે. આવી વિદ્યાથી સમાજનું દન પ્રાપ્ત Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ થાય છે. આવી વિદ્યા વિના, કહે, સમાજ ઊંચે કેમ આવે? સમાજ સુખી અને સમૃદ્ધ પણ કેમ થાય ? સમાજના દર્શન વિના એકલી આત્માની અને પરલોકની જ વાત કરીશું અને વ્યવહારમાં પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવની વિચારણું નહિ આવે તો, મને લાગે છે કે, આપણે હવામાં ઊડ્યા કરીશું, જમીન ઉપર પગ પણ નહિ મૂકી શકીએ. જે માણસ જમીન ઉપર પગ મૂકી શકતો નથી એ કદાચ હવામાં ઊડી શકતો હશે, પરંતુ સ્થિર નહિ હોય. હવામાં ઊડવાની પણ એક મર્યાદા છે. આખરે માણસને ધરતી ઉપર ચાલવાનું છે. અધ્યાત્મની -ધર્મની જાગૃતિ એ જે વ્યવહારશુદ્ધિથી શરૂ ન થાય, બીજા જીવમાં રહેલા આત્માનું દર્શન કરીને એના પ્રત્યે સમભાવાત્મક બુદ્ધિથી જાગૃત ન થાય, તે જે ધ્યેય તરફ પહચવાનું છે, ત્યાં એ કદી પહોંચી નહિ શકે; માત્ર આપણા શબ્દોમાં મોક્ષ, વિચારમાં નિર્વાણ અને કલ્પનામાં મુક્તિ રહી જશે; એની પ્રાપ્તિ તે આવા સમાજદર્શનથી જ થશે. જેનાથી શાશ્વત અને અશાવતનાં મૂલ્યને વિવેક અને સર્વ ભૂતોમાં પિતાના જેવા જ ચિતન્યનું દર્શન આ સમાનુભૂતિ થાય, સમસંવેદન થાય એ જ સાચી વિદ્યા. આવો વિદ્યાવાન પુરુષ જ્યારે કંઈ વિચારે ત્યારે એના વિચારોની અંદર પણ એક મૃદુ અને નિર્મળ તત્વ હોય; એના ઉચ્ચારમાં કોમળતા અને સંવેદના હોય; એના આચરણમાં સૌનાં સુખ અને શાંતિને પરિમલ હાય. એવી વ્યક્તિનું દર્શન આત્મસ્પર્શી હેવાથી સમાજને માટે એ એક આશીર્વાદ રૂપ બની જાય છે. “વૌવને વિનિry”—જેના શૈશવનું પાત્ર વિદ્યાના અમૃતથી છલકાઈ રહ્યું છે એ શૈશવમાંથી નીકળીને તમે યૌવનમાં આવો છો. તમારી પાસે શક્તિઓ છે, બુદ્ધિ છે, થનગનાટ છે અને કાંઈક કરી છૂટવાની મનમાં સ્વમસૃષ્ટિ પણ છે. યૌવનમાં જે સ્વમ અને સર્જનાત્મક શક્તિના વિચારે ન હોય તો એ શક્તિ એને જ ખલાસ કરી નાખે છે. મારે આ સંસારના બગીચામાં એક સુંદર રો રોપીને જવું છે, બને તો સંસારને બગીચો સમૃદ્ધ બને એવું સુંદર કાર્ય કર્યું, પણ એકે રોપાને ઊખેડીને સંસારના બગીચાને દરિદ્ર બનાવવાનું નિમિત્ત તો ન જ બનું” એક રાજમાર્ગની બાજુમાં એક ૮૧ વર્ષને વૃદ્ધ ખાડો ખેતીને નાનકડો છોડ રોપી રહ્યો છે. એટલામાં બે જુવાનિયાઓ એની ઠેકડી કરતાં પૂછવા લાગ્યાઃ “દાદા, શું કરો છે?” “આંબાનું ઝાડ વાવું છું.” “હે! આ ઉંમરે આંબાનું ઝાડ વાવે છે? ૮૧ વર્ષે આ વાવો છે તો આ આંબે ઊગશે ક્યારે? એને કેરીઓ આવશે કયારે? અને દાદા, તમે એ ખાશો ક્યારે? ઘડપણમાં તૃષ્ણ અને મેહ જાગ્યાં લાગે છે!” વૃદ્ધે નમ્રતાથી કહ્યું : “તારી વાત સાચી છે ભાઈ, તૃષ્ણ તો કોનામાં ન હોય? હું એમ કહેતો નથી કે મારામાં તૃણું નથી. ન હોવાને દાવો કરે એ વસ્તુના અસ્તિત્વને સિદ્ધ કરવા બરાબર છે. આ જે આબો હું વાવું છું એ મારે માટે નથી વાવતે; આ રસ્તાની બન્ને બાજુ જે ઝાડ ઊગેલાં છે એની છાયાને, એનાં ફળને મેં ઘણું વર્ષો સુધી લાભ ઉઠાવ્ય છે. તે હવે હું જાઉં છું તે પહેલાં આવતી કાલની પેઢીને કાંઈક આપતા જવું જોઈએ ને? એટલે હું આ આંબે વાતો જાઉં છું. ગઈકાલ પાસેથી લીધું છે તે આવતીકાલને આપણે Page #7 -------------------------------------------------------------------------- ________________ પુ. મુ. શ્રી, ચ'દ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) : આપણુ` સ`સ્કારયન ૧૫ કાંઈક આપવાનુ છે. અને આપ્યા વિના ચાલ્યા જઈએ તે આપણે કુદરતના ચાર કહેવાઈ એ ! હું ચાર ન બની જાઉં... એટલા માટે આ મારા પ્રયત્ન છે.” પેલા એ યુવાને આ સાંભળીને નમી પડયાઃ દાદા, તમને સમજવામાં અમારી ભૂલ થઈ છે! '' માણસ માણસને સમજવામાં ભૂલે છે, ત્યાં જ જીવનયાત્રાની નિષ્ફળતા છે. માણસ સામાને સમજી શકતા હાય તેા એની યાત્રા કેવી સફળ થઈ જાય ! યૌવનનું કાર્ય સુખાપભાગ છે, પણ એની વિશેષતા એ માટે કરવા પડતા પુરુષાર્થાંમાં રહેલી છે. અને પુરુષાર્થ એ જ યૌવનની ઘેાભા છે. ઘણી વાત કરનારને હું મહત્ત્વ નથી . આપડે, એને માત્ર વાતના રાજા ગણુ` છું. તમારા હાથથી દયાનું, કરુણાનું, સેવાનુ કાંઈક પણ કામ થવું જોઈએ. ગયા વર્ષોંની વાત છે. બિહારમાં દુષ્કાળ પડયો ત્યારે મે ૪-૫ લાખ ભેગા કર્યાં. એ વખતે જેઓ આધ્યાત્મિક કહેવાય છે એવા એક ભાઈ મારી પાસે આવ્યા; મને કહે : “ મહારાજજી! આત્મકલ્યાણ મૂકીને આ શું ઉપાડયુ' છે? આત્માની વાત કરેા. બિહારના લેકા તા જન્મે છે; અને મરે છે, એ તેા સ્વભાવ છે. જન્મ્યું તે કાણુ નથી મર્યું...? એમાં તમે પાંચ લાખ માણસાને અનાજ પહોંચાડયું તેય શું અને ન પહેાંચાડયું તૈય શુ'? આ મૂકીને એક આત્મજ્ઞાનની શિખિર ચેાજો ને!” જો આપણામાં જાગૃતિ ન હેાય તે ઘડીભર આવી વ્યક્તિના વિચારના આચ્છાદનની નીચે આપણી પ્રજ્ઞાના દ્વીપક ઢંકાઈ જાય. પણ મે કહ્યું: “આત્માની વાત કરનાર માણસ જે આત્માઓને દુઃખી જોઈને દ્રવે નહિં, એને હાથ લ'બાય નહિ, તે એને આત્માના અનુભવ થયા છે એમ માનવું એ પણ અજ્ઞાન છે.” જે જે મહાપુરુષાએ આત્મ-અનુભૂતિ કરી છે તેમના જીવનમાંથી સેવાનાં પ્રત્યક્ષ દૃષ્ટાંત જડયાં છે. પંઢરપુરના દેવના અભિષેક માટે નામદેવ કાવડમાં ગંગાજળ લઈ જઈ રહ્યા હતા. પણ રસ્તામાં ગધેડાને તૃષાથી તરફડતું જોયું તે એમણે એને એ પહેલાં પાચું. કોઈ એ પૂછ્યું “ અરે, ગંગાજળ આ ગધેડાને પાચું ?” ઉત્તર મળ્યા : “ગધેડામાં પણ આત્મા છે, ભાઈ! ” આ આત્મદર્શન છે. આ આત્મદર્શનથી તમારામાં સર્જનાત્મક સેવાની એક સહુજ ભાવના જાગી જાય છે. સુખાપલેાગની વૃત્તિથી ભરેલી યુવાનીમાં આ રીતે પુરુષાર્થ આકાર લે છે અને આપણી શક્તિઓને એ સમૃદ્ધ બનાવે છે. “ વાર્ધકે મુનિવૃત્તાનાં ’શૈશવ અને યુવાનીમાં જે તૈયાર થઈને આવેલા છે એ હવે વાકયમાં પ્રવેશ કરે છે. જ્યારથી ખેાળા વાળના પ્રારંભ થાય, જ્યારથી તમને એમ લાગે કે તમારા આંગેાપાંગમાં કાંઈક ફેર જણાય છે, દાંત હાલવા માંડે, આંખમાં મેતિયા આવે કે શરીર ઉપર કરચલીઓ દેખાય, તેા વિચાર કરવેા કે જીવનનું' આ ત્રીજું પ્રસ્થાન છે. હવે હું ત્યાં જાઉ છું; શૈશવ અને યૌવનમાં જે ભેગુ કરેલું છે એના ઉપયાગ હવે વાકયમાં કરવાના છે. શૈશવમાં વિદ્યા પ્રાપ્ત કરી, યુવાનીમાં પુરુષાથ અને કાયશક્તિ દ્વારા સ્વપ્નસૃષ્ટિ સિદ્ધ કરી, હવે વાકયમાં મુનિપણું આવે છે. મુનિ એટલે કેણુ ? જે મૌનમાં આત્માના સંગીતના અનુભવ કરે. સ`સારના વિષમ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ વાદમાં વિદ્યા અને પુરુષાર્થની બે શક્તિઓને લીધે પિતે ચિત્તની સમાધાનાત્મક અવસ્થામાં રહી શકે એનું નામ તે મુનિ છે. અંદર જે ઝીણું ઝીણું ગુંજન ચાલે છે એ ગુંજનને અનુભવ મૌન પાળ્યા વિના, ઊંડા ઊતર્યા વિના થતો નથી. એક અનુભવ બાપે પિતાના આળસુ દીકરાઓને કહેલું કે હું જાઉં છું, પણ મેં ખેતરના ઊંડા ભાગમાં એક ચરુ દાટેલો છે એ કાઢી લેજે. એટલું કહીને બાપ મરી ગયે. પિલા દીકરાઓ તો મંડી પડ્યા ખેતરને ખોદવા. આળસુ હતા પણ ચરુ જોઈતો હતો એટલે ખોદી ખોદીને આખું ખેતર ઉથલાવી નાખ્યું, પણ ક્યાંયે ચરુ ન મળે. એટલામાં વર્ષા થઈ ખેતરમાં ઘાસ સાથે બીજી વસ્તુઓ ઊગી નીકળી અને ખેતર મેલથી લચી ગયું. ત્યારે પિલા વૃદ્ધના મિત્રે આવીને કહ્યું : “તમારા બાપે કહ્યું હતું કે ખેતરના ઊંડા ભાગમાં દાટેલું છે, એને અર્થ એ કે જેમ જેમ છે તેમ તેમ ખેતર પિચું થાય. એમાં જે ઊગે એ જ તમારી સમૃદ્ધિ છે.” પિતાએ દીકરાને જે કહ્યું હતું એ જ વાત હું તમને કહું છું. તમે તમારી જાતની અંદર જાઓ, ઊંડા ઊતરે. જેમ જેમ તમે તમારા પિતામાં ઊંડા ઊતરતા જશે તેમ તેમ તમને નવી જ અનુભૂતિ થતી જશે; આગળ વધતાં એક એવી અનુભૂતિની અવસ્થાને પામશે, જે ભૂમિકામાં અનુભવાય કે જે તત્ત્વ મહાવીરમાં હતું, બુદ્ધમાં હતું, શ્રીરામમાં હતું અને આદિનાથમાં હતું એ જ પરમ તત્વ મારામાં છે. આ પરમ તત્વની સમૃદ્ધિનો અનુભવ થયા પછી હું કંગાલ છું એમ લાગે જ નહિ. એમ લાગે કે હું મહાવીર છું, હું બુદ્ધ છું, હું રામ છું, હું આદિનાથ છું. પણ એમ કહેવા પહેલાં અને એમ કરતાં પહેલાં અનુભવ થ જોઈએ. અને અનુભવ થયા પછી કહેવાનું રહેતું નથી; પછી તે અનુભવવાનું જ રહે છે. ઘણા લોકો કહેતા ફરતા હોય છે. “હું આ છું.” પણ જ્યાં કહેવા બેસીએ ત્યાં અનુભવવાની વાત ચાલી જાય છે. અનુભવ મૌને છે. ત્યાં બેલવાનું બંધ થઈ જાય છે. ભ્રમર મધુરસનું પાન કરતો હોય છે ત્યારે ગુજન બંધ જ થઈ જાય છે; ગુંજન ચાલતું હોય છે ત્યારે એનું મધુપાન બંધ હોય છે. એવી જ રીતે અનુભવ થાય છે ત્યારે બીજી બધી વાતો બંધ થઈ જાય છે, ત્યાં માત્ર અનુભવની વાત હોય છે. આ અનુભવરસનું જેણે પાન કર્યું તેની ખુમારી કદી ઊતરતી નથી, એને સંસારની માનસિક બિમારી સ્પર્શતી નથી. એ સદા અનુભવમાં મસ્ત અને મગ્ન રહે છે. આ અનુ. ભવ કરતાં પહેલાં પહેલી બે ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે. વિદ્યાથી પહેલામાં, પછી બીજામાં, પછી ત્રીજામાં એમ એક પછી એક ધોરણમાં આગળ વધતો જાય છે, એમ ન કરનાર માણસ ઉપરની કક્ષામાં, યુનિવર્સિટીમાં, વિદ્યાપીઠમાં પહોંચી શક્તો નથી; એકદમ યુનિવર્સિટીમાં જાય છે એ peon-સિપાઈ તરીકે જાય અથવા કલાર્ક તરીકે જાય, પણ એ પ્રેફેસર તરીકે નથી જઈ શકતો. એ જ રીતે તમારે પણ જીવનની આ ત્રીજી ભૂમિકામાં જતાં પહેલાં શશવની અને યૌવનની ભૂમિકાઓને ધીમે ધીમે સરસ બનાવવી જોઈએ. માણસ સુધરતે સુધરત જ ઉપર જાય છે—જેકે એમાં પણ અપવાદ હોય છે. બેમાં સાવધાન ન રહ્યા હોય તેમ છતાં ત્રીજી અવસ્થામાં સુધરી ગયા હોય એવા દાખલાઓ મળે છે ખરા, પણ એ અપવાદને નિયમ સમજીને ન ચાલી શકાય. Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂ. સુ. શ્રી ચ`દ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) : આપણુ' સ’સ્કારધન ૨૧૭ વાકયની આ ત્રીજી અવસ્થા એટલે અદરના સ'ગીતને અનુભવવાના સમય. આવા માણસા જ સસારમાં અને સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ અને વિદ્યાથી એના સાચા લામિયા અને છે. હુ' તા એમ ઇચ્છું કે મહાવીર જૈન વિદ્યાલયમાં ઘેાડાક આવા ઠરેલા, અનુભવી, ચારિત્ર્યવાન અને વિચારાથી સમૃદ્ધ પુરુષા વિદ્યાથી એના વાલી અને. વાલી વિના વિદ્યાથી એને કદાચ મેન્ડિંગ અને લેાર્જિંગ મળે પણ પ્રેમ, વાસલ્ય અને સ્નેહ કયાંથી મળે ? તેઓ વિદ્યાથી એને જઈને પ્રેમથી પૂછે કે તમારે શું દુઃખ છે? તમારી શી વાત છે? તે વિદ્યાથી એ વાત્સલ્યથી વ ંચિત ન રહે. અને જે વાત્સલ્યથી વંચિત નહિ રહે એ સંસારને પણ જીવનભર વાત્સલ્ય આપ્યા કરશે. પણ જેમને વાત્સલ્ય નથી મળ્યુ એ અંદરથી એવા દગ્ધ અને શુષ્ક ખની જાય છે કે જીવનનાં વિવિધ ક્ષેત્રામાં એ ભયંકર વિકૃતિએ લાવે છે. એંડિગ અને લાજિંગમાં ભણતા છેકરાઓ માટે આ એક મનેવૈજ્ઞાનિક પ્રશ્ન છે. જેમને માખાપનું વાત્સલ્ય ન મળે, બહેનના પ્રેમ ન મળે, ભાઈના સ્નેહ ન મળે એમનાં હૃદય આઠ-દસ વર્ષમાં ધીરે ધીરે શુષ્ક મની જાય છે. પછી જ્યારે એ જીવનક્ષેત્રમાં આવે છે ત્યારે પેાતાની શુષ્કતાને પરિતૃપ્ત કરવા જીવનમાં જે મળ્યું તે અપનાવીને આગળ દોડે છે. એ વખતે વિવેક અદૃશ્ય થઈ જાય છે. એટલે જેમણે મુનિમત કેળવ્યું હોય, જેમના મન અને તનમાં મૌનનું સંગીત હાય તે બહુ ઉપયોગી નીવડે છે. “ યોનેનાને તનુત્યનમ્ ” ચેાથી વાત બહુ મંગળમય છે. જેનું શૈશવ વિદ્યાથી ભરેલું છે, જેનુ યૌવન સ્વપ્ન અને કાથી સભર બનેલુ છે, જેનુ વાકય મૌનના સંગીતમાં મગ્ન ખનેલું છે તે આ દેહને છેડવાના દિવસ આવે તેા કેવી રીતે છેડે ? યાગથી દેહને છેડે. મરતી વખતે સીલ અને વીલ એ વાતા દૂર રહેવી જોઈએ. પેલે છે।ક। આવીને કહે ખાપાજી, વીલ કરવાનું બાકી છે. અહીં સહી કરા! બીજો કહે કે સીલ મારા. એ બેમાંથી ખચવાનું છે. આ માટે પહેલેથી જ ચેાગ્ય વ્યવસ્થા કરી નાખવી ઘટે. ચેાગની સમાધિમાં દેહ છોડવાનુ' તા કહ્યુ પણ યાગ એટલે શુ' છે ? જેમાં આપણું તન, મન અને ચૈતન્ય એ ત્રણે એક ભૂમિકામાં આવીને વસે તે ચેગ. હા, તનના સ્વભાવ છે એટલે એ બિમાર પણ પડે; એવું નથી કે યાગી પુરુષાને હમેશાં તનની શાંતિ જ હાય, કદાચ અશાંતિ પણ હાય. પણ તનની અશાંતિમાં પણ મન શાંતિને અનુભવ કરે તે ચેાગની વિશિષ્ટ શક્તિ છે. ગિરાજ આનદઘનજીના એક જીવનપ્રસ'ગ યાદ આવે છે. તે માંદા છે, ખૂબ તાવ આવેલે છે. એમના એક ભક્ત એમને વંદન કરવા જાય છે. આનંદધનજી તેા ગાઈ રહ્યા છે, સ'ગીતમાં મસ્ત છે. ભક્ત પગ દાબે છે, શરીર ગરમ ગરમ લાગે છે. એ કહે છે, “ગુરુદેવ ! આપના શરીરમાં જવર છે.” આનંદઘનજીએ કહ્યું : વર તેા આ શરીરને છે, આત્મા તે સ્વસ્થ છે!” “અખ હેમ અમર ભયે ન મરેંગે' એ ગીત ત્યારે જ પ્રગટયુ.... દેહ વિનાશી છે અને હું તેા અવિનાશી છું. છેલ્લી અવસ્થાની આ ભૂમિકા છે. જિંદગીના મમ કાઈ એ કવિ વર્ડ્ઝવ ને પૂછ્યો ત્યારે એમણે હસીને કહ્યું : “કાણુ ** ૨૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ 218 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ કેમ મરી ગયે એ તમે મને કહે એટલે હું તમને કહું કે એ કેમ જીવી ગયો.” જીવનનું સરવૈયું એ તે મૃત્યુ છે. માણસ કેટલી કૂદાકૂદ કરે છે એ મોટી વાત નથી, એની છેલ્લી ઘડી કેવી સુધરી જાય છે એ મોટી વાત છે. આ રોગની આનંદમય ભૂમિકા સહુને મળે અને મૃત્યુ માટે વિદાય લેતાં કહેઃ “હું જાઉં છું. આપણે જીત્રા, સાથે રહ્યા, હવે રડશે નહિ, આંસુ પાડશે નહિ, કાળાં કપડાં પહેરશે નહિ, કારણ કે હું તો મુસાફિર છું, નિમ્ન ભૂમિકામાંથી ઊર્ધ્વમાં જાઊં છું.” ગની આવી ભૂમિકામાં વિદાય લેવી, છૂટા પડવું અને સંસારને એક મંગલમય સંદેશ આપીને જવું એ સમગ્ર જીવનને હેતુ છે, ઉદ્દેશ છે. આર્યાવર્તનું ધન એટલું બધું સમૃદ્ધ છે કે એને આપણે વિચાર કરીએ તો આપણું મસ્તિષ્ક આદર અને ભાવથી નમી જાય છે. આપણો વારસો કેવો મટે છે! એ વારસાન આવી કઈ પળેમાં શાંતિથી બેસીને વિચાર કરીએ કે એ વારસાના વારસદારોએ –આપણેએ વારસાને કેટલે જાળવ્યું છે? આપણું ધન-સંસ્કારધન–આપણને મળશે તે આપણે સમૃદ્ધ બનીશું. જીવનની સાચી સમૃદ્ધિ આ જ છે. પ્રારંભમાં જ મેં આપને કહ્યું કે જીવનને પૈસાથી કે મકાનથી નથી માપવાનું, જીવનને તે હૃદયના ભાવોથી એ કેટલું સમૃદ્ધ બન્યું એ પ્રશ્નથી માપવાનું છે; મન અને મસ્તિષ્ક વિચારોથી કેટલાં સભર છે અને બુદ્ધિ પવિત્ર વિચારોથી કેટલી શુદ્ધ છે એ વિચારીએ. આ વિચારણા માટે આજને આ મંગળમય દિવસ આપણા સહુને માટે એક યાદગાર દિવસ બની રહે, એ શુભેચ્છા.* 1 * શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ નિમિત્તે યોજાયેલ વ્યાખ્યાનમાળામાં તારીખ 23-1-1968, મંગળવારના રોજ બિરલા કીડા કેન્દ્રમાં આપેલ પ્રવચનનો સાર.