SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પુ. મુ. શ્રી, ચ'દ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) : આપણુ` સ`સ્કારયન ૧૫ કાંઈક આપવાનુ છે. અને આપ્યા વિના ચાલ્યા જઈએ તે આપણે કુદરતના ચાર કહેવાઈ એ ! હું ચાર ન બની જાઉં... એટલા માટે આ મારા પ્રયત્ન છે.” પેલા એ યુવાને આ સાંભળીને નમી પડયાઃ દાદા, તમને સમજવામાં અમારી ભૂલ થઈ છે! '' માણસ માણસને સમજવામાં ભૂલે છે, ત્યાં જ જીવનયાત્રાની નિષ્ફળતા છે. માણસ સામાને સમજી શકતા હાય તેા એની યાત્રા કેવી સફળ થઈ જાય ! યૌવનનું કાર્ય સુખાપભાગ છે, પણ એની વિશેષતા એ માટે કરવા પડતા પુરુષાર્થાંમાં રહેલી છે. અને પુરુષાર્થ એ જ યૌવનની ઘેાભા છે. ઘણી વાત કરનારને હું મહત્ત્વ નથી . આપડે, એને માત્ર વાતના રાજા ગણુ` છું. તમારા હાથથી દયાનું, કરુણાનું, સેવાનુ કાંઈક પણ કામ થવું જોઈએ. ગયા વર્ષોંની વાત છે. બિહારમાં દુષ્કાળ પડયો ત્યારે મે ૪-૫ લાખ ભેગા કર્યાં. એ વખતે જેઓ આધ્યાત્મિક કહેવાય છે એવા એક ભાઈ મારી પાસે આવ્યા; મને કહે : “ મહારાજજી! આત્મકલ્યાણ મૂકીને આ શું ઉપાડયુ' છે? આત્માની વાત કરેા. બિહારના લેકા તા જન્મે છે; અને મરે છે, એ તેા સ્વભાવ છે. જન્મ્યું તે કાણુ નથી મર્યું...? એમાં તમે પાંચ લાખ માણસાને અનાજ પહોંચાડયું તેય શું અને ન પહેાંચાડયું તૈય શુ'? આ મૂકીને એક આત્મજ્ઞાનની શિખિર ચેાજો ને!” જો આપણામાં જાગૃતિ ન હેાય તે ઘડીભર આવી વ્યક્તિના વિચારના આચ્છાદનની નીચે આપણી પ્રજ્ઞાના દ્વીપક ઢંકાઈ જાય. પણ મે કહ્યું: “આત્માની વાત કરનાર માણસ જે આત્માઓને દુઃખી જોઈને દ્રવે નહિં, એને હાથ લ'બાય નહિ, તે એને આત્માના અનુભવ થયા છે એમ માનવું એ પણ અજ્ઞાન છે.” જે જે મહાપુરુષાએ આત્મ-અનુભૂતિ કરી છે તેમના જીવનમાંથી સેવાનાં પ્રત્યક્ષ દૃષ્ટાંત જડયાં છે. પંઢરપુરના દેવના અભિષેક માટે નામદેવ કાવડમાં ગંગાજળ લઈ જઈ રહ્યા હતા. પણ રસ્તામાં ગધેડાને તૃષાથી તરફડતું જોયું તે એમણે એને એ પહેલાં પાચું. કોઈ એ પૂછ્યું “ અરે, ગંગાજળ આ ગધેડાને પાચું ?” ઉત્તર મળ્યા : “ગધેડામાં પણ આત્મા છે, ભાઈ! ” આ આત્મદર્શન છે. આ આત્મદર્શનથી તમારામાં સર્જનાત્મક સેવાની એક સહુજ ભાવના જાગી જાય છે. સુખાપલેાગની વૃત્તિથી ભરેલી યુવાનીમાં આ રીતે પુરુષાર્થ આકાર લે છે અને આપણી શક્તિઓને એ સમૃદ્ધ બનાવે છે. “ વાર્ધકે મુનિવૃત્તાનાં ’શૈશવ અને યુવાનીમાં જે તૈયાર થઈને આવેલા છે એ હવે વાકયમાં પ્રવેશ કરે છે. જ્યારથી ખેાળા વાળના પ્રારંભ થાય, જ્યારથી તમને એમ લાગે કે તમારા આંગેાપાંગમાં કાંઈક ફેર જણાય છે, દાંત હાલવા માંડે, આંખમાં મેતિયા આવે કે શરીર ઉપર કરચલીઓ દેખાય, તેા વિચાર કરવેા કે જીવનનું' આ ત્રીજું પ્રસ્થાન છે. હવે હું ત્યાં જાઉ છું; શૈશવ અને યૌવનમાં જે ભેગુ કરેલું છે એના ઉપયાગ હવે વાકયમાં કરવાના છે. શૈશવમાં વિદ્યા પ્રાપ્ત કરી, યુવાનીમાં પુરુષાથ અને કાયશક્તિ દ્વારા સ્વપ્નસૃષ્ટિ સિદ્ધ કરી, હવે વાકયમાં મુનિપણું આવે છે. મુનિ એટલે કેણુ ? જે મૌનમાં આત્માના સંગીતના અનુભવ કરે. સ`સારના વિષમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230034
Book TitleAapnu Sanskardhan
Original Sutra AuthorN/A
AuthorChandraprabhsagar
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size864 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy