SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું સંસ્કારધન પ્રવકતા–પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) આજનો સ્વાધ્યાય “આપણું સંસ્કારધન” છે—જે ધન વડે ભારત સમૃદ્ધ હતું, સમૃદ્ધ છે અને સમૃદ્ધ થશે. જો કે અત્યારે એમાં ઓટ આવી છે, છતાં એની ગૌરવગાથાઓ તે એવી જ ગવાઈ રહી છે. જે સંસ્કૃતિના નામ ઉપર, જે આધ્યાત્મિક પ્રકાશ ઉપર પશ્ચિમના લેકે આજે પણ વારી જાય છે અને દર વર્ષે ત્યાંથી પ્રવાસીઓ આવતા જ જાય છે એ સંસ્કારધન શું છે તે સમજવાની જરૂર છે. ધન કોનું નામ? જે માણસને સમૃદ્ધ બનાવે, સુખી બનાવે, જીવનને જીવવા જેવું અને મૃત્યુને મંગળમય બનાવે. જે ધન માણસને ચિંતા લાવે, જે ધન માણસને કંગાલ બનાવે, જે ધન વડે કરીને માણસ મનથી અને તનથી અહંકારી અને અજ્ઞાની અને એ ધન ન કહેવાય, એને પસ કહી શકો. પૈસે અને ધન એ બે વચ્ચે મોટું અંતર છે. પૈસો જુગારીની પાસે પણ હેઈ શકે, નટ અને નર્તકી પાસે પણ હોઈ શકે, પણ ધન તે સંસ્કારસંપન નરનારી પાસે જ હોય. એટલા જ માટે પૈસો મેળવ્યા પછી પણું ધન મેળવવાનું બાકી રહી જાય છે. જ્યાં સુધી આ ધન ન આવે ત્યાં સુધી એ પૈસાદાર કહેવાય, પણ શ્રીપતિ, ધનપતિ કે લક્ષ્મીપતિ ન કહેવાય. લક્ષમી, ધન, શ્રી એ બધાંય જીવનની શેભાનાં ઉપનામ છે. આવા ધનથી ભારત સમૃદ્ધ હતું, પૈસાથી નહિ. પૈસાથી તે અમેરિકા આપણું કરતાં ઘણું સમૃદ્ધ છે, પણ ભારતવર્ષની સમૃદ્ધિ જુદી છે. જે ધન વડે કરીને માણસ સુખી થાય, હૃદયને ઉદાત્ત થાય, જ્ઞાનને ઉપાસક થાય, જીવનને ધન્ય બનાવતે થાય અને મૃત્યુને મંગળમય બનાવતે થાય એ ધન આપણા દેશનું ધન; જેને હું આપણે વારસો કહું છું, આપણી મૂડી કહું છું. પિસે ચાલ્યો જાય તે પણ આ મૂડી ન જાય. માણસ પૈસાથી નાદાર થઈ જાય તે ચાલે, પણ આ આધ્યાત્મિક સંસ્કૃતિથી કંગાલ થઈ જાય તે નહિ ચાલે. સંસ્કૃતિથી નિધન ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230034
Book TitleAapnu Sanskardhan
Original Sutra AuthorN/A
AuthorChandraprabhsagar
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size864 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy