Book Title: Aaj no Takado Che Mahavir Sadhnane Manvi Sadhna Avalokvano Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 4
________________ ૯૪ • સંગીતિ હતી એમ કહેવામાં આવ્યું છે. પણ તે ભગવાનનો જમાઈ હતો તે વાતનો તો નિર્દેશ પણ નથી. આચાર્ય હેમચંદ્રાચાર્ય કહે છે કે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાંથી મહાવીરના ગર્ભને લઈને સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલાની કુલીમાં ફેરવવામાં આવ્યો. આમ કહેનાર એ જ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં સ્પષ્ટ કહે છે કે સ્વર્ગમાંથી વીર ભગવાનનો જીવ સીધો રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાની કુક્ષીમાં આવ્યો. શ્રીવીર પ્રાણતસ્વર્ગપુષ્પોત્તર વિમાનતઃ | ૧ જ્ઞાનત્રયપવિત્રાત્મ સિદ્ધાર્થનૃપશ્માનિ ત્રિશદલોક ક્ષો સરસ્વા રાજહંસ ઈવાગમન પર યુગ્મમ (યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશ, બીજા શ્લોકની વ્યાખ્યામાં આ પ્રમાણે જણાવાયું છે) આ રીતે અનેક પ્રકારે ભગવાનની જીવનકથામાં ભારે વિસંવાદો નોંધાયેલા છે. આ બધા વિસંવાદોનું નિરાકરણ કરવું અને પ્રાચીન સાહિત્ય દ્વારા તેમની યથાર્થ કથા આલેખવી એ આ નિર્વાણશતાબ્દીમાં કરવાનું મોટામાં મોટું કામ છે. એક એવી વાત છે કે વિહાર કરતાં કરતાં વીરસ્વામીને નદી ઊતરવાનો પ્રસંગ આવ્યો, એ વખતે તેઓ હોડીમાં બેસી ગયા. હોડીના માલિકને કે હોડી હાંકનારને તેઓએ એમ કહ્યું નથી, કે “ભાઈ, હું અપરિગ્રહી છું, અને મારી પાસે એક દોકડો પણ નથી; એટલે તમારી સંમતિ લઈને હું હોડીમાં બેસું છું.” જયારે હોડીમાંથી ઊતરવાનો પ્રસંગ આવ્યો ત્યારે બીજા મુસાફરો પાસેથી હોડીવાળાએ ભાડું ઉઘરાવી લીધું. મહાવીર પાસે એણે જયારે ભાડું માગ્યું ત્યારે તેઓ કંઈ બોલ્યા નહિ, અને તેને ઠપકો આપવાનો વિચાર કર્યો ત્યારે ભગવાનના કોઈ ઓળખીતાએ ભાડું ચૂકવી દીધું. આ બનાવ એક વિસંગતિ જેવો છે. ભગવાન મહાવીર શ્વેતામ્બી નગરી જતા હતા ત્યારે વચ્ચે બે માર્ગ આવ્યા. એક માર્ગ સરળ અને સીધો હતો. બીજો માર્ગ કઠણ અને વાંકધોધવાળો હતો. સરળ માર્ગે જતાં વચ્ચે મોટા ચંડકૌશિક સર્પનું રહેઠાણ આવતું હતું, એટલે એ માર્ગે કોઈ જતું નહિ. ચંડકૌશિક સર્પને લીધે ગોવાળો, સાર્થવાહો, વણઝારા બધાં ફરી-ફરીને લાંબા માર્ગે પ્રવાસ કરતા. એ સ્થિતિ પશુઓ અને માણસો માટે ભારે કષ્ટકર હતી; કારણ કે એ માર્ગે ઘણું ફરીફરીને જવું પડતું. જળાશયોમાં પાણી પીનારાં પશુઓ અને જળાશયો પાસે પડાવ નાખનારા વેપારી તથા ગોવાળો નિરંતર પડ્યા રહેતા ને પોતપોતાના આનંદમાં મસ્ત રહેતા. તેમને પણ ઘણું ઘણું ફરીને આવવું પડતું. આ સ્થિતિ જાણીને મનુષ્યો અને પશુઓ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5