Page #1
--------------------------------------------------------------------------
________________
૧૦. આજનો તકાદો છે મહાવીરની સાધનાને
માનવીની સાધના તરીકે અવલોકવાનો
માણસજાતે સમગ્ર દુનિયામાં અનેક મહાપુરુષો આપેલા છે. જે જે મહાપુરુષો થયા છે તે તમામ મૂળમાં સાધારણ માણસો હતા, પણ પછી પોતાના પુરુષાર્થથી મહાપુરુષની પદવીને પામેલા છે. ભગવાન મહાવીર પણ પોતાના જમાનામાં એક સાધારણ જાગીરદારના પુત્ર હતા, અને તેઓ ચિંતન, મનન કરીને પોતાના સમયની પરિસ્થિતિને જોઈને જાગીરદારી કરવાનો માર્ગ છોડીને ત્યાગના માર્ગે વળ્યા.
વર્તમાનમાં જૈન શાસ્ત્રોમાં જે મહાવીરકથા મળે છે તેમાં તેમના ત્યાગમાર્ગના વલણ માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પણ ત્યાગમાર્ગના વલણનું કારણ તો હોવું જોઈએ.
જેમ લોકમાન્ય દેશની પ્રજાની પરિસ્થિતિ જોઈને લોકસેવાનો માર્ગ સ્વીકાર્યો, મહાત્મા ગાંધીએ પણ હિંદુસ્તાનની પ્રજાની અત્યંત ગરીબી અને પરતંત્રદશા જોઈને પોતાનો બૅરિસ્ટરનો ધંધો છોડી દઈ, એ પ્રજાને ઊભી કરવા માટે જીવન ખર્ચી નાંખ્યું, એ જ રીતે વર્ધમાન મહાવીર પોતાની જાગીરદારી છોડીને કઠણ તપના માર્ગે વળ્યા તેનું કારણ જરૂર હોવું જોઈએ. મને લાગે છે કે ભગવાન મહાવીર ઘણા વિચક્ષણ પુરુષ હતા અને ચારે બાજની પરિસ્થિતિને નીરખ્યા કરતા હતા. એમ કરીને તેઓ પોતાના મનમાં વિશેષ ચિંતન-મનન કરતા હતા. પરિસ્થિતિનું નિરીક્ષણ અને ચિંતન-મનન કરવાથી એમને લાગ્યું કે જો કોઈ પણ મનુષ્યને કે બીજા કોઈ પણ પ્રાણીને તકલીફ ન થાય એવું જીવન ગુજારવું હોય, તો આ જાગીરદારીનો, તમામ ભોગોનો અને વિલાસવૈભવનો ત્યાગ કર્યો જ છૂટકો છે; અને એ ત્યાગ ત્યારે જ થઈ શકે કે જ્યારે ઈચ્છા ઓછી થઈ જાય અને દુઃખ સહન કરવાની શક્તિ વધુ ખીલે. આમ થાય તો જ શાંત ચિત્તે રહેવાય અને ઇચ્છાઓને
Page #2
--------------------------------------------------------------------------
________________
૯૨ ૦ સંગીતિ
ઓછી કરી શકાય. એમણે જોયું કે કપડાં પહેરવામાં, ખાવાપીવામાં, મોટાં મોટાં મકાનોમાં રહેવામાં અને દરેક પ્રકારના નાના-મોટા વિલાસો કરવામાં મનુષ્ય ઉપરાંત તમામ પ્રાણીઓને દુઃખ દેવાનું બને છે. જો કે તમામ પ્રાણીઓ અને મનુષ્ય સઘળાને સુખી કરવાનું મારા હાથમાં નથી, પણ કોઈને દુઃખ ન પહોંચાડવું એ તો મારા હાથમાં જ છે. આમ વિચારીને જ્યારે તેઓ પાકા સમજણા થયા અને જવાબદારીવાળું જીવન ગુજારી શકે તેવા થયા ત્યારે ૩૦ વર્ષની ઉંમરે એમણે દુનિયાદારીનો માર્ગ છોડી દીધો અને તપનો, સંયમનો, અપરિગ્રહનો માર્ગ સ્વીકાર્યો અને હસતે મોઢે દુઃખ સહન કરવાનો માર્ગ અપનાવ્યો.
ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય નિરાહાર રહે છે તેનાથી વિષયો હટી જાય છે, મતલબ કે નિરાહાર રહેવાથી વિષય ભણીની રહેલી આસક્તિ ઓછી થઈ જાય છે; પણ ચિત્તમાં રહેલો વિષયનો સ્વાદ જતો નથી. જો એ સ્વાદ ન જાય તો નિરાહાર રહેવાનું પણ વ્યર્થ જ થાય. એટલે વીર વર્ધમાનસ્વામીએ નિરાહાર રહેવા સાથે સતત ધ્યાન, ચિંતન, મનન વગેરેનો આશ્રય લઈને મનમાં રહેલો વિષયનો સ્વાદ પણ ટાળી નાંખ્યો. એટલે ગીતાની ભાષામાં તેઓ તદ્દન અનાસક્ત થઈ ગયા.
વિહાર
જ
શરીર આહાર સિવાય ટકી શકતું નથી, હાલવું-ચાલવું પડે છે, કરવા પડે છે; આ બધી પ્રવૃત્તિઓ માટે શરીરને કામમાં લેવું હોય તો આહાર કરવો પડે; એ જ દૃષ્ટિએ વીર ભગવાને પોતાની લાંબી તપશ્ચર્યાઓમાં મહિને બે મહિને ભિક્ષા દ્વારા જે લુખ્ખોચૂકો આહાર મળે તે લેવાનો રાખેલો. એ પણ એટલા માટે કે ધ્યાન, ચિંતન વગેરેની સાધના માટે શરીરને કામમાં લેવું હતું. આ ઉપરથી હું એમ વિચારું છું કે દુનિયાના કોઈ પણ જીવને લેશ પણ કષ્ટ ન થાય તે રીતે તેમણે બાહ્ય જીવન સ્વીકાર્યું અને ચિત્તમાં રહેલો વિષય૨સ નિર્મૂળ થઈ જાય એ માટે તેમણે આંતરજીવનની સાધના કરી. આવા તપસ્વી જીવનની કથા યથાર્થ રૂપમાં મળવી કઠણ છે. આ તો એમની જીવનકથા વાંચીને તથા એમનાં ઉગ્ર તપ, અસાધારણ કષ્ટસહન અને અસામાન્ય કરુણાની વાત વાંચીને હું ઉપર્યુક્ત કથન ઉપર આવ્યો છું. સાધારણ માણસો એમની આવી ઉગ્ર સાધનાનું કારણ સમજી શકતા નથી, એટલે ભક્તકવિઓ એમની કથા કરતી વખતે અલંકારમય ભાષા વાપરે છે. સામાન્ય લોકો આવી ભાષા દ્વારા તેમના તરફ ખેંચાય અને તેમના જીવનનો કંઈક વિચાર કરે, તથા તે જીવનમાંનું જે કંઈ અનુકરણીય લાગે અને આચરી શકાય તેવું જણાય તેને લોકો આચારમાં
Page #3
--------------------------------------------------------------------------
________________
મહાવીરની સાધના તે માનવીની સાધના ૦ ૯૩ મૂકે, આવો ઉદ્દેશ વીરસ્વામીની કવિતામય કથા કરવા પાછળ એ કવિઓનો હતો. પણ કાળ જતાં લોકો કવિની ભાષા સમજયા નહિ અને કવિનો ઉદ્દેશ પણ સમજયા નહિ. એથી વીરસ્વામી માત્ર પૂજાપાત્ર થયા. પણ એમના જીવનમાં જે અંશો અનુકરણીય અને આચરણીય હતા તે તરફ લોકોનું ધ્યાન ખેંચાયું નહિ. એટલે આ નિર્વાણ-શતાબ્દીના પવિત્ર ઉત્સવપ્રસંગે એમનું એવું જીવન લોકો સામે આવવું જોઈએ કે જેમાં કવિતા ઓછામાં ઓછી હોય. કવિતા એટલે અલંકારની ભાષા. આમ થાય તો જ તે સંત પુરુષનું જનતા અનુકરણ કરીને પોતાના સંસારને સુખમય કરી શકે. કમનસીબી એ છે કે તેમના ભક્ત લોકો, સાધુઓ, આચાર્યો વગેરેએ એમનું જીવન અત્યાર સુધી નિર્ભેળ રીતે લખ્યું નથી; એટલું જ નહિ, પણ આજ હજારો વર્ષથી એમનું નિર્ભેળ જીવન બહુ ઓછું ઉપલબ્ધ થાય છે. જ્યારથી ગ્રંથો લખાવા માંડ્યા અને એમની જીવનકથા ગ્રંથોમાં ગૂંથાવા માંડી, ત્યારથી એમાં ચમત્કારોની ભરમાર થવા લાગી. ડગલે ને પગલે દેવો અને ઇન્દ્રો આવવા લાગ્યા અને એવી આલંકારિક ગૂંથણી થઈ કે એમાં મહાવીરને શોધવા એ મુશ્કેલ કામ થઈ પડ્યું. એમ અત્યારે જૈન મંદિરમાં જઈએ તો ત્યાગી, અપરિગ્રહી અને સર્વદા નગ્ન રહેનાર તપસ્વી વીરસ્વામીની મૂર્તિ ઉપર ઘરેણાંનો પાર નહિ, અત્તર, અબીલનો પાર નહિ, પુષ્પોનો પાર નહિ; હાથે ઘરેણાં, પગે ઘરેણાં, કાને ઘરેણાં....આવું જોનારો માણસ એ મૂર્તિ દ્વારા અપરિગ્રહી મહાવીરને શી રીતે શોધે? અને શી રીતે સમજે? વળી, બીજું, જે જૈનાચાર્યોએ મહાવીરકથા લખેલી છે, તેમાં એકવાક્યતા માલુમ પડતી નથી. એક શ્વેતામ્બર આચાર્ય કહે છે કે મહાવીરને એક જ પત્ની હતી. જ્યારે બીજા શ્વેતાંબર આચાર્ય કહે છે કે મહાવીર અનેક કન્યાઓને પરણ્યા હતા. એક શ્વેતામ્બર આચાર્ય કહે છે, નંદીવર્ધન મહાવીરનો મોટો ભાઈ હતો જ્યારે બીજા શ્વેતામ્બર આચાર્ય કહે છે કે મહાવીરે ૩૦ વર્ષની ઉંમરે ગાદી નાના ભાઈને આપીને ત્યાગ સ્વીકાર્યો. એક શ્વેતામ્બર આચાર્ય કહે છે, મહાવીરે મેરુ ઉપર અભિષેક કર્યો. આ અભિષેકની વાત લખનાર આચાર્ય મહાવીરે મેરુ કંપાવ્યો એ વાત લખતા નથી; ત્યારે બીજા શ્વેતામ્બર આચાર્ય બાળપણમાં મહાવીરે મેરુ કંપાવ્યો એવી વાત લખે છે. એક શ્વેતામ્બર આચાર્ય કહે છે, જમાલી નામનો રાજપુત્ર મહાવીરનો જમાઈ હતો જે પાછળથી મહાવીરનો શિષ્ય થઈને તેમનો પ્રતિસ્પર્ધી થયો અને એમ કહેવા લાગ્યો કે હું પણ અરહંત છું. ત્યારે ભગવતી સૂત્રમાં નવમા શતકમાં જમાલીની પૂરી કથા આવે છે. તેમાં તેને આઠ રાણીઓ
Page #4
--------------------------------------------------------------------------
________________
૯૪ • સંગીતિ
હતી એમ કહેવામાં આવ્યું છે. પણ તે ભગવાનનો જમાઈ હતો તે વાતનો તો નિર્દેશ પણ નથી. આચાર્ય હેમચંદ્રાચાર્ય કહે છે કે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાંથી મહાવીરના ગર્ભને લઈને સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલાની કુલીમાં ફેરવવામાં આવ્યો. આમ કહેનાર એ જ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં સ્પષ્ટ કહે છે કે સ્વર્ગમાંથી વીર ભગવાનનો જીવ સીધો રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાની કુક્ષીમાં આવ્યો. શ્રીવીર પ્રાણતસ્વર્ગપુષ્પોત્તર વિમાનતઃ | ૧ જ્ઞાનત્રયપવિત્રાત્મ સિદ્ધાર્થનૃપશ્માનિ ત્રિશદલોક ક્ષો સરસ્વા રાજહંસ ઈવાગમન પર યુગ્મમ (યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશ, બીજા શ્લોકની વ્યાખ્યામાં આ પ્રમાણે જણાવાયું છે)
આ રીતે અનેક પ્રકારે ભગવાનની જીવનકથામાં ભારે વિસંવાદો નોંધાયેલા છે. આ બધા વિસંવાદોનું નિરાકરણ કરવું અને પ્રાચીન સાહિત્ય દ્વારા તેમની યથાર્થ કથા આલેખવી એ આ નિર્વાણશતાબ્દીમાં કરવાનું મોટામાં મોટું કામ છે.
એક એવી વાત છે કે વિહાર કરતાં કરતાં વીરસ્વામીને નદી ઊતરવાનો પ્રસંગ આવ્યો, એ વખતે તેઓ હોડીમાં બેસી ગયા. હોડીના માલિકને કે હોડી હાંકનારને તેઓએ એમ કહ્યું નથી, કે “ભાઈ, હું અપરિગ્રહી છું, અને મારી પાસે એક દોકડો પણ નથી; એટલે તમારી સંમતિ લઈને હું હોડીમાં બેસું છું.” જયારે હોડીમાંથી ઊતરવાનો પ્રસંગ આવ્યો ત્યારે બીજા મુસાફરો પાસેથી હોડીવાળાએ ભાડું ઉઘરાવી લીધું. મહાવીર પાસે એણે જયારે ભાડું માગ્યું ત્યારે તેઓ કંઈ બોલ્યા નહિ, અને તેને ઠપકો આપવાનો વિચાર કર્યો ત્યારે ભગવાનના કોઈ ઓળખીતાએ ભાડું ચૂકવી દીધું. આ બનાવ એક વિસંગતિ જેવો છે. ભગવાન મહાવીર શ્વેતામ્બી નગરી જતા હતા ત્યારે વચ્ચે બે માર્ગ આવ્યા. એક માર્ગ સરળ અને સીધો હતો. બીજો માર્ગ કઠણ અને વાંકધોધવાળો હતો. સરળ માર્ગે જતાં વચ્ચે મોટા ચંડકૌશિક સર્પનું રહેઠાણ આવતું હતું, એટલે એ માર્ગે કોઈ જતું નહિ. ચંડકૌશિક સર્પને લીધે ગોવાળો, સાર્થવાહો, વણઝારા બધાં ફરી-ફરીને લાંબા માર્ગે પ્રવાસ કરતા. એ સ્થિતિ પશુઓ અને માણસો માટે ભારે કષ્ટકર હતી; કારણ કે એ માર્ગે ઘણું ફરીફરીને જવું પડતું. જળાશયોમાં પાણી પીનારાં પશુઓ અને જળાશયો પાસે પડાવ નાખનારા વેપારી તથા ગોવાળો નિરંતર પડ્યા રહેતા ને પોતપોતાના આનંદમાં મસ્ત રહેતા. તેમને પણ ઘણું ઘણું ફરીને આવવું પડતું. આ સ્થિતિ જાણીને મનુષ્યો અને પશુઓ ઉપર
Page #5
--------------------------------------------------------------------------
________________ મહાવીરની સાધના તે માનવીની સાધના 0 95 હતો એ જ માર્ગે ગયા ને ચંડકૌશિકના ભયંકર ક્રોધને શાંત કરીને જ રહ્યા. એ રીતે આ સરળ માર્ગ ખુલ્લો થઈ જવાથી મુસાફરોનું, ચારનારાઓનું અને ગોવાળો વગેરેનું કષ્ટ ઘણું ઓછું કર્યું. આ એમની લોકો તરફની એકાત્મતાનો પ્રત્યક્ષ દાખલો છે. બીજો એક એવો પ્રસંગ છે કે મહાવીરકથામાં લખ્યા પ્રમાણે જ્યારે તેમણે દીક્ષા લીધી, ત્યારે તેઓ તદ્દન નગ્ન થઈને જ વિહરવાના હતા; પણ લોકોએ તેમના ખભા ઉપર એક કપડું મૂકી દીધું. લોકોએ મૂકેલા આ કપડાનો તેમણે કદી ઉપયોગ કર્યો જ નથી. ગમે તેવી ટાઢ હોય, તડકો હોય કે વરસાદ હોય તો પણ કપડાના વપરાશ તરફ તેમનું મન જ ગયું નથી. આ સ્થિતિમાં તેઓ ધ્યાનમાં બેઠા હતા ત્યારે એક ગરીબ મહાદુઃખી બ્રાહ્મણ તેમની પાસે કંઈક માગવા આવ્યો. બ્રાહ્મણે કહ્યું કે 'હે ! મહાકરુણાના સાગર ! દીક્ષા લીધા પહેલાં તમે તમારા ભાગે આવતી મિલકત છૂટે હાથે લોકોમાં વહેંચી અને લોકોને ન્યાલ કરી દીધા, પણ એ વખતે કમનસીબ એવો હું બહારગામ ગયેલો હોઈ હાજર ન રહી શક્યો. ઘરે આવતાં મારી સ્ત્રીએ મને ફિટકાર આપ્યો અને તમારી પાસે કંઈ માંગવા મોકલ્યો. તો, હે દયાના સાગર, મને કંઈક આપો.” ભગવાને કહ્યું, “હે દેવાનુપ્રિય ! હું તો નગ્ન ભિક્ષુ છું. મારી પાસે તને આપવા જેવું કશું જ નથી. તેમ છતાં આ કપડાનો અર્ધભાગ તું લઈ જા.” આ હકીકત પણ લોકોના દુઃખ તરફ મનોવૃત્તિ કેવી હતી તેની સાક્ષી આપે છે. આચાર્ય હરિભદ્રના કહેવા પ્રમાણે ભગવાન મહાવીર માતાપિતાના અસાધારણ ભક્ત હતા; એ ભક્તિના લીધે જ તેઓ ઘરમાં રહી શક્યા અને માતાપિતા દેવ થતાં જ ત્યાગની સાધના માટે નીકળી પડ્યા. આ મહાવીરકથામાં આંખે વળગે એવા અનુકરણીય પ્રસંગો છે. તે બધાને ભગવાનનું જીવન લખતી વખતે ધ્યાનમાં રાખીને લોક સમક્ષ મૂકવાની જરૂર છે, જેથી તેમનો આદર, પૂજા કરવા સાથે તેમના જીવનનું અનુકરણ પણ કરી શકે. આ લખવાનું તાત્પર્ય એ છે કે મહાવીરનું શુદ્ધ, નિર્ભેળ જીવન લોકો સામે આવવું જોઈએ. જો બરાબર પ્રયત્ન કરવામાં આવે, પૃથક્કરણ કરવામાં આવે, શોધખોળ કરવામાં આવે અને ભગવાન મહાવીરની સાધનાને માનવીની સાધના તરીકે અવલોકવામાં આવે તો નિર્ભેળ જીવન લખી શકાય તેમ છે તેમાં સંદેહ નથી. - જનસત્તા, નવે. - 1974