________________
૧૦. આજનો તકાદો છે મહાવીરની સાધનાને
માનવીની સાધના તરીકે અવલોકવાનો
માણસજાતે સમગ્ર દુનિયામાં અનેક મહાપુરુષો આપેલા છે. જે જે મહાપુરુષો થયા છે તે તમામ મૂળમાં સાધારણ માણસો હતા, પણ પછી પોતાના પુરુષાર્થથી મહાપુરુષની પદવીને પામેલા છે. ભગવાન મહાવીર પણ પોતાના જમાનામાં એક સાધારણ જાગીરદારના પુત્ર હતા, અને તેઓ ચિંતન, મનન કરીને પોતાના સમયની પરિસ્થિતિને જોઈને જાગીરદારી કરવાનો માર્ગ છોડીને ત્યાગના માર્ગે વળ્યા.
વર્તમાનમાં જૈન શાસ્ત્રોમાં જે મહાવીરકથા મળે છે તેમાં તેમના ત્યાગમાર્ગના વલણ માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પણ ત્યાગમાર્ગના વલણનું કારણ તો હોવું જોઈએ.
જેમ લોકમાન્ય દેશની પ્રજાની પરિસ્થિતિ જોઈને લોકસેવાનો માર્ગ સ્વીકાર્યો, મહાત્મા ગાંધીએ પણ હિંદુસ્તાનની પ્રજાની અત્યંત ગરીબી અને પરતંત્રદશા જોઈને પોતાનો બૅરિસ્ટરનો ધંધો છોડી દઈ, એ પ્રજાને ઊભી કરવા માટે જીવન ખર્ચી નાંખ્યું, એ જ રીતે વર્ધમાન મહાવીર પોતાની જાગીરદારી છોડીને કઠણ તપના માર્ગે વળ્યા તેનું કારણ જરૂર હોવું જોઈએ. મને લાગે છે કે ભગવાન મહાવીર ઘણા વિચક્ષણ પુરુષ હતા અને ચારે બાજની પરિસ્થિતિને નીરખ્યા કરતા હતા. એમ કરીને તેઓ પોતાના મનમાં વિશેષ ચિંતન-મનન કરતા હતા. પરિસ્થિતિનું નિરીક્ષણ અને ચિંતન-મનન કરવાથી એમને લાગ્યું કે જો કોઈ પણ મનુષ્યને કે બીજા કોઈ પણ પ્રાણીને તકલીફ ન થાય એવું જીવન ગુજારવું હોય, તો આ જાગીરદારીનો, તમામ ભોગોનો અને વિલાસવૈભવનો ત્યાગ કર્યો જ છૂટકો છે; અને એ ત્યાગ ત્યારે જ થઈ શકે કે જ્યારે ઈચ્છા ઓછી થઈ જાય અને દુઃખ સહન કરવાની શક્તિ વધુ ખીલે. આમ થાય તો જ શાંત ચિત્તે રહેવાય અને ઇચ્છાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org