Book Title: Aaj no Takado Che Mahavir Sadhnane Manvi Sadhna Avalokvano Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 2
________________ ૯૨ ૦ સંગીતિ ઓછી કરી શકાય. એમણે જોયું કે કપડાં પહેરવામાં, ખાવાપીવામાં, મોટાં મોટાં મકાનોમાં રહેવામાં અને દરેક પ્રકારના નાના-મોટા વિલાસો કરવામાં મનુષ્ય ઉપરાંત તમામ પ્રાણીઓને દુઃખ દેવાનું બને છે. જો કે તમામ પ્રાણીઓ અને મનુષ્ય સઘળાને સુખી કરવાનું મારા હાથમાં નથી, પણ કોઈને દુઃખ ન પહોંચાડવું એ તો મારા હાથમાં જ છે. આમ વિચારીને જ્યારે તેઓ પાકા સમજણા થયા અને જવાબદારીવાળું જીવન ગુજારી શકે તેવા થયા ત્યારે ૩૦ વર્ષની ઉંમરે એમણે દુનિયાદારીનો માર્ગ છોડી દીધો અને તપનો, સંયમનો, અપરિગ્રહનો માર્ગ સ્વીકાર્યો અને હસતે મોઢે દુઃખ સહન કરવાનો માર્ગ અપનાવ્યો. ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય નિરાહાર રહે છે તેનાથી વિષયો હટી જાય છે, મતલબ કે નિરાહાર રહેવાથી વિષય ભણીની રહેલી આસક્તિ ઓછી થઈ જાય છે; પણ ચિત્તમાં રહેલો વિષયનો સ્વાદ જતો નથી. જો એ સ્વાદ ન જાય તો નિરાહાર રહેવાનું પણ વ્યર્થ જ થાય. એટલે વીર વર્ધમાનસ્વામીએ નિરાહાર રહેવા સાથે સતત ધ્યાન, ચિંતન, મનન વગેરેનો આશ્રય લઈને મનમાં રહેલો વિષયનો સ્વાદ પણ ટાળી નાંખ્યો. એટલે ગીતાની ભાષામાં તેઓ તદ્દન અનાસક્ત થઈ ગયા. વિહાર જ શરીર આહાર સિવાય ટકી શકતું નથી, હાલવું-ચાલવું પડે છે, કરવા પડે છે; આ બધી પ્રવૃત્તિઓ માટે શરીરને કામમાં લેવું હોય તો આહાર કરવો પડે; એ જ દૃષ્ટિએ વીર ભગવાને પોતાની લાંબી તપશ્ચર્યાઓમાં મહિને બે મહિને ભિક્ષા દ્વારા જે લુખ્ખોચૂકો આહાર મળે તે લેવાનો રાખેલો. એ પણ એટલા માટે કે ધ્યાન, ચિંતન વગેરેની સાધના માટે શરીરને કામમાં લેવું હતું. આ ઉપરથી હું એમ વિચારું છું કે દુનિયાના કોઈ પણ જીવને લેશ પણ કષ્ટ ન થાય તે રીતે તેમણે બાહ્ય જીવન સ્વીકાર્યું અને ચિત્તમાં રહેલો વિષય૨સ નિર્મૂળ થઈ જાય એ માટે તેમણે આંતરજીવનની સાધના કરી. આવા તપસ્વી જીવનની કથા યથાર્થ રૂપમાં મળવી કઠણ છે. આ તો એમની જીવનકથા વાંચીને તથા એમનાં ઉગ્ર તપ, અસાધારણ કષ્ટસહન અને અસામાન્ય કરુણાની વાત વાંચીને હું ઉપર્યુક્ત કથન ઉપર આવ્યો છું. સાધારણ માણસો એમની આવી ઉગ્ર સાધનાનું કારણ સમજી શકતા નથી, એટલે ભક્તકવિઓ એમની કથા કરતી વખતે અલંકારમય ભાષા વાપરે છે. સામાન્ય લોકો આવી ભાષા દ્વારા તેમના તરફ ખેંચાય અને તેમના જીવનનો કંઈક વિચાર કરે, તથા તે જીવનમાંનું જે કંઈ અનુકરણીય લાગે અને આચરી શકાય તેવું જણાય તેને લોકો આચારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5