Book Title: Aaimutta Muni Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 1
________________ અઈમુત્તા મુનિ ૨૪. અઈમુત્તા મુનિ એક વખત ભારતના પોલાસપુર ગામની શેરીમાં છ વર્ષનો અઇમુત્તા તેના મિત્રો સાથે રમતો હતો. તે રાજા વિજય અને રાણી શ્રીમતિનો કુંવર હતો. રમતાં રમતાં તેણે સાધુ જોયા. તેઓ મહાવીરસ્વામીના શિષ્ય ગૌતમસ્વામી હતા. તેમને માથે મુંડન અને ખુલ્લે પગે હતા. તેઓ ગોચરી માટે એક ઘેરથી બીજા ઘેર જતા હતા. તેણે દોડતા જઈને સાધુને કહ્યું કે જો આપ મારા મહેલમાં ગોચરી માટે પધારશો તો મને તથા મારી માતાને આનંદ થશે. ગૌતમસ્વામી કબૂલ થઈ તેના મહેલમાં ગયા. અઇમુત્તાની માતા રાણી શ્રીમતિ બાલ્કનીમાં ઊભા ઊભા બગીચો જોતા હતાં. તેમણે અઇમુત્તાને તથા ગૌતમસ્વામીને પોતાના મહેલ તરફ આવતા જોયા અને ખૂબ ખુશ થતી તેમને આવકારવા ગઈ. ભક્તિભાવથી તેમનો સત્કાર કર્યો અને કહ્યું, “મર્થેણ વંદામિ.” તેમણે અઇમુત્તાને પોતાને ભાવતા ખોરાક ગૌતમસ્વામી માટે લઈ આવવા કહ્યું, તે લાડુ લઈ આવ્યો. અને ગૌતમસ્વામીના પાત્રામાં મૂકવા જ માંડ્યા. ગૌતમસ્વામીએ કહ્યું કે આટલા બધા લાડુની જરૂર નથી. અઇમુત્તા સાધુને ગોચરી વહોરાવવાથી ખુશ થયો. ગૌતમસ્વામી ત્યાંથી પાછા ફર્યા ત્યારે અઇમુત્તાએ કહ્યું, “આપની ઝોળી બહુ ભારે છે. મને ઉંચકવા દો.” ગૌતમસ્વામીએ કહ્યું, ‘અઇમુત્તા, એ હું કોઈને ઊંચકવા માટે ન આપી શકું સિવાય કે જેણે દીક્ષા લીધી હોય અને સાધુ થયા હોય તે જ ઊંચકી શકે.” તેણે પૂછ્યું, “દીક્ષા એટલે શું?” ગૌતમસ્વામીએ સમજાવતાં કહ્યું કે જેણે જગતના તમામ સુખો, કુટુંબ તથા સગાંવહાલાં તેમજ સામાજિક અને વ્યાપારી સંબંધોનો ત્યાગ કર્યો હોય તે જ દીક્ષાનો સંકલ્પ કરી શકે, અને તો જ તે સાધુ થઈ શકે. લોકો પોતાના જૂના કર્મો ખપાવવા અને ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવવા દીક્ષા લે છે. રોજિંદા જીવનમાં માણસ પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ દ્વારા કર્મ બાંધે છે. બીજી બાજુ સાધુ તથા સાધ્વી આવી કોઈ પ્રવૃત્તિઓ ન કરતા હોવાથી તેઓ નવા કર્મો બાંધતા નથી.” અઇમુત્તાને જિજ્ઞાસા થઈ અને તેણે પૂછ્યું, “ગુરુદેવ! તમે પાપ કરતા જ નથી? તમારે ખાવા જોઈએ, રહેવા જોઈએ, આ બધી પ્રવૃત્તિથી તમે ખરાબ કર્મો બાંધો જ છો.” બાળકની વધુ જાણવાની ઉત્કંઠા જોઈને ગૌતમસ્વામી ખુશ થયા. તેમણે કહ્યું, “અમે ખોરાક લઈએ ખરા પણ ખાસ જ અમારા માટે બનાવ્યો હોય તેવો ખોરાક અમે લેતા નથી. અમે ઉપાશ્રયમાં રહીએ ખરા પણ તે અમારી માલિકીનો ન હોય. અને ત્યાં અમે થોડા જ દિવસ રહી શકીએ. અમે પૈસા પણ ન રાખીએ અને કોઈ ધંધાકીય વ્યવસ્થામાં અમે ભાગ ન લઈએ. આમ એક સાધુ પાપ થાય તેવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ ન લે.” અઇમુત્તાએ કહ્યું, “ગુરુદેવ, તો તો મારે દીક્ષા લેવી છે.” અઇમુત્તા અને ગૌતમસ્વામી જ્યાં મહાવીરસ્વામી ઉપદેશ આપતા હતા ત્યાં પહોંચી ગયા. અઇમુત્તા જયાં બીજા સાંભળવા બેઠા હતા ત્યાં બેસી ગયો. ઉપદેશમાં મહાવીરે સમજાવ્યું કે જીવન શું છે અને કોઈ કેવી રીતે જીવનના દુઃખોનો ત્યાગ કરી શકે. અઈમુત્તાએ પોતાની સાધુ થવાની ઇચ્છા મહાવીરસ્વામી પાસે પ્રગટ કરી. મહાવીરસ્વામીએ કહ્યું, “તારા માતા-પિતાની આજ્ઞા વિના અમે તને દીક્ષા ન આપી શકીએ.” અઇમુત્તાએ કહ્યું, “આ તો બહુ સહેલી વાત છે. હું ઘેર જઈને તેઓની આજ્ઞા લઈ આવું છું.” અઇમુત્તા ઘેર ગયો. તેણે તેની માતાને કહ્યું, “મા, હું દીક્ષા લેવા ઇચ્છું છું. તમે જ કહેતા હો છો કે આપણી ઘરેલુ જિંદગી અનેક જૈન કથા સંગ્રહPage Navigation
1 2 3 4