Book Title: Aaimutta Muni
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201024/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અઈમુત્તા મુનિ ૨૪. અઈમુત્તા મુનિ એક વખત ભારતના પોલાસપુર ગામની શેરીમાં છ વર્ષનો અઇમુત્તા તેના મિત્રો સાથે રમતો હતો. તે રાજા વિજય અને રાણી શ્રીમતિનો કુંવર હતો. રમતાં રમતાં તેણે સાધુ જોયા. તેઓ મહાવીરસ્વામીના શિષ્ય ગૌતમસ્વામી હતા. તેમને માથે મુંડન અને ખુલ્લે પગે હતા. તેઓ ગોચરી માટે એક ઘેરથી બીજા ઘેર જતા હતા. તેણે દોડતા જઈને સાધુને કહ્યું કે જો આપ મારા મહેલમાં ગોચરી માટે પધારશો તો મને તથા મારી માતાને આનંદ થશે. ગૌતમસ્વામી કબૂલ થઈ તેના મહેલમાં ગયા. અઇમુત્તાની માતા રાણી શ્રીમતિ બાલ્કનીમાં ઊભા ઊભા બગીચો જોતા હતાં. તેમણે અઇમુત્તાને તથા ગૌતમસ્વામીને પોતાના મહેલ તરફ આવતા જોયા અને ખૂબ ખુશ થતી તેમને આવકારવા ગઈ. ભક્તિભાવથી તેમનો સત્કાર કર્યો અને કહ્યું, “મર્થેણ વંદામિ.” તેમણે અઇમુત્તાને પોતાને ભાવતા ખોરાક ગૌતમસ્વામી માટે લઈ આવવા કહ્યું, તે લાડુ લઈ આવ્યો. અને ગૌતમસ્વામીના પાત્રામાં મૂકવા જ માંડ્યા. ગૌતમસ્વામીએ કહ્યું કે આટલા બધા લાડુની જરૂર નથી. અઇમુત્તા સાધુને ગોચરી વહોરાવવાથી ખુશ થયો. ગૌતમસ્વામી ત્યાંથી પાછા ફર્યા ત્યારે અઇમુત્તાએ કહ્યું, “આપની ઝોળી બહુ ભારે છે. મને ઉંચકવા દો.” ગૌતમસ્વામીએ કહ્યું, ‘અઇમુત્તા, એ હું કોઈને ઊંચકવા માટે ન આપી શકું સિવાય કે જેણે દીક્ષા લીધી હોય અને સાધુ થયા હોય તે જ ઊંચકી શકે.” તેણે પૂછ્યું, “દીક્ષા એટલે શું?” ગૌતમસ્વામીએ સમજાવતાં કહ્યું કે જેણે જગતના તમામ સુખો, કુટુંબ તથા સગાંવહાલાં તેમજ સામાજિક અને વ્યાપારી સંબંધોનો ત્યાગ કર્યો હોય તે જ દીક્ષાનો સંકલ્પ કરી શકે, અને તો જ તે સાધુ થઈ શકે. લોકો પોતાના જૂના કર્મો ખપાવવા અને ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવવા દીક્ષા લે છે. રોજિંદા જીવનમાં માણસ પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ દ્વારા કર્મ બાંધે છે. બીજી બાજુ સાધુ તથા સાધ્વી આવી કોઈ પ્રવૃત્તિઓ ન કરતા હોવાથી તેઓ નવા કર્મો બાંધતા નથી.” અઇમુત્તાને જિજ્ઞાસા થઈ અને તેણે પૂછ્યું, “ગુરુદેવ! તમે પાપ કરતા જ નથી? તમારે ખાવા જોઈએ, રહેવા જોઈએ, આ બધી પ્રવૃત્તિથી તમે ખરાબ કર્મો બાંધો જ છો.” બાળકની વધુ જાણવાની ઉત્કંઠા જોઈને ગૌતમસ્વામી ખુશ થયા. તેમણે કહ્યું, “અમે ખોરાક લઈએ ખરા પણ ખાસ જ અમારા માટે બનાવ્યો હોય તેવો ખોરાક અમે લેતા નથી. અમે ઉપાશ્રયમાં રહીએ ખરા પણ તે અમારી માલિકીનો ન હોય. અને ત્યાં અમે થોડા જ દિવસ રહી શકીએ. અમે પૈસા પણ ન રાખીએ અને કોઈ ધંધાકીય વ્યવસ્થામાં અમે ભાગ ન લઈએ. આમ એક સાધુ પાપ થાય તેવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ ન લે.” અઇમુત્તાએ કહ્યું, “ગુરુદેવ, તો તો મારે દીક્ષા લેવી છે.” અઇમુત્તા અને ગૌતમસ્વામી જ્યાં મહાવીરસ્વામી ઉપદેશ આપતા હતા ત્યાં પહોંચી ગયા. અઇમુત્તા જયાં બીજા સાંભળવા બેઠા હતા ત્યાં બેસી ગયો. ઉપદેશમાં મહાવીરે સમજાવ્યું કે જીવન શું છે અને કોઈ કેવી રીતે જીવનના દુઃખોનો ત્યાગ કરી શકે. અઈમુત્તાએ પોતાની સાધુ થવાની ઇચ્છા મહાવીરસ્વામી પાસે પ્રગટ કરી. મહાવીરસ્વામીએ કહ્યું, “તારા માતા-પિતાની આજ્ઞા વિના અમે તને દીક્ષા ન આપી શકીએ.” અઇમુત્તાએ કહ્યું, “આ તો બહુ સહેલી વાત છે. હું ઘેર જઈને તેઓની આજ્ઞા લઈ આવું છું.” અઇમુત્તા ઘેર ગયો. તેણે તેની માતાને કહ્યું, “મા, હું દીક્ષા લેવા ઇચ્છું છું. તમે જ કહેતા હો છો કે આપણી ઘરેલુ જિંદગી અનેક જૈન કથા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ 98 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ પાપો તથા હિંસાચારથી ભરેલી છે. ગૌતમસ્વામી અને મહાવીરસ્વામી પણ તેમ જ કહે છે. મારે પાપમાંથી મુક્ત થવું છે તેથી મહેરબાની કરીને મને દીક્ષા લેવાની અનુમતિ આપો.” અર્ધમુત્તાની માતા આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ. પોતે ધાર્મિક વૃત્તિની હોઈને આઇમુત્તાનો પાપનો ડર અને દીક્ષા લેવાની ઇચ્છા જાણી મનથી ખુશ થઈ. દીક્ષા લેવી એનો અર્થ તે બરાબર સમજ્યો છે કે કેમ તે તેઓ ચકાસવા માંગતા હતા. તેથી તેમણે કહ્યું, “દીકરા, દીક્ષા લેવી એ ઘણી અઘરી વાત છે. ત્યાં બહુ શિસ્તબદ્ધ જીવન જીવવું પડે. ત્યાં તારી સારસંભાળ લેવા માતાપિતા નહિ હોય. બધાં કષ્ટો તું કેવી રીતે સહન કરીશ ?” અઇમુત્તાએ કહ્યું, “માતાજી, આ ઘરેલુ જીવનમાં પણ ઘણી તકલીફો હોય છે. સાધુ થવાથી જે કંઈ તકલીફો પડશે તે કર્મોનો નાશ કરશે અને મુક્તિ તરફ લઈ જશે.” આ સાંભળીને તેની માતા ખુશ થઈ, છતાં તેના દીક્ષા લેવાના નિર્ણયને વધુ ચકાસવા માંગતા હતા. તેમણે કહ્યું, “દીકરા, શા માટે દીલા લેવાની ઉતાવળ કરે છે, થોડાં વર્ષો થોભી જા. અમારા ધડપણને સાચવ અને તારા પોતાના કુટુંબનું પણ ધ્યાન રાખવું પડશે ને!" અઇમુત્તાએ કહ્યું, “માતાજી, મહાવીરસ્વામીના ઉપદેશમાંથી હું શીખ્યો છું કે કોઈ જુવાન નથી કે કોઈ ઘરડું નથી. કાલે શું થવાનું છે તેની કોઈને ખબર નથી. કોણ પહેલું મરશે કે પછી મરશે તે પણ ખબર નથી. તો પછી શા માટે રાહ જોઈને મને આજે મળેલી તક જવા દેવી?’ હવે માતાને ખાત્રી થઈ ગઈ કે દીકરાને દીક્ષા લેવાનો અર્થ બરાબર ખબર છે, અને તેથી તેઓ ખુશ થયાં. તેમણે દીકરાને કહ્યું, “દીકરા, ખૂબ અભિનંદન! મને તારા માટે ગર્વ થાય છે. તું સારો સાધુ બની શકીશ. તારું ધ્યેય મુક્તિ છે તે તું ભૂલીશ નહિ. આખી જિંદગી અહિંસાનું પાલન કરજે. હું તને દીક્ષા લેવાની અનુમતિ આપું છું.” અઇમુત્તાએ કહ્યું, “પૂજ્ય માતાજી, આપે મને અનુમતિ આપી માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમારી સોનેરી સલાહ હું કાયમ યાદ રાખીશ.” અર્ધમુત્તાના માતાએ તેમને આશીર્વાદ આપ્યા, અને નવા જીવનની સફળતા ઇચ્છી. પછી તેમણે પિતાશ્રી રાજા વિજય પાસેથી પણ અનુમતિ અપાવી. અઇમુત્તા યોડા દિવસ પછી દીક્ષા લઈ તે સાધુ બન્યા. સહુ તેમને બાલમુનિ અર્ધમુત્તા કહેતા હતા. એક દિવસ બાલમુનિ અઇમુત્તાએ કેટલાક છોકરાઓને ખાબોચિયામાં કાગળની હોડી બનાવી રમતા જોયા. તેને રમવાની તીવ્ર ઇચ્છા થઈ. તે ભુલી ગયો કે સાધુ થઈને પાણી સાથે રમાય નહિ. તે દોડતો છોકરાઓ પાસે ગયો અને રમવાની ઇચ્છા પ્રગટ કરી. બાળકો પણ એક સાધુ પોતાની સાથે રમવા આવ્યા છે તે જાણી ખુશ ખુશ થઈ ગયા. એમણે એમના પાત્રાનું ઢાંકણ ખોલી નાંખ્યું. અને એ જાણે કે હોડી હોય તેમ રમવા લાગ્યા. તેમણે બધાને કહ્યું, “જુઓ, મારી હોડી પણ તરે છે.’’ એટલામાં બીજા સાધુઓ ત્યાં આવ્યા અને જોયું તો બાલમુનિ પાણી સાથે રમતા હતા. તેમણે કહ્યું, “બાલમુનિ! આ શું કરો છો? સાધુ થઈને પાણીથી ન રમાય તે ભૂલી ગયા? પાણી સાથે રમવાથી પાણીના જીવોને દુઃખ થાય. સાધુ તરીકે આપણે પ્રતિજ્ઞા લીધી છે કે કોઈપણ જીવને દુઃખ નહિ આપું. તમે તમારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો અને ખરાબ કર્મો બાંધ્યાં." બાલમુનિ અઇમુત્તાને પોતાની ભૂલ સમજીઈ. એમણે તરત જ પ્રાયશ્ચિત્ત કરવા માંડ્યું, “અરે! મેં આ શું કર્યું? મેં મારી માતાને વચન આપ્યું હતું કે પાપ લાગે એવું કોઈ કાર્ય હું નહિ કરું, આ સાધુઓ ધણા દયાળુ છે કે મને મારું કર્તવ્ય યાદ કરાવ્યું, જો આ સાધુઓ ન આવ્યા હોત તો મારું શું થાત?” તેને પોતે જે કંઈ કર્યું તેનું સાચું પ્રાયશ્ચિત્ત કર્યું. તે બીજા સાધુઓ સાથે ઉપાશ્રયમાં પાછા ફર્યા. સાધુ બહારથી પોતાના ઉપાશ્રયમાં પાછા ફરે ત્યારે તેમને રસ્તામાં થયેલી જીવહિંસાના પ્રાયશ્ચિત્ત માટે ઇરિયાવહિયં જૈન ક્થા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ અઇમુત્તા મુનિ સૂત્ર કરવું પડે. આ બનાવ અર્ધમુત્તાની સાત વર્ષની ઉંમરે બન્યો હતો. ત્યારપછી તેમણે વડીલ મુનિઓ પાસે અગિયાર અંગ આગમનો અભ્યાસ કર્યો અને તેર વર્ષની ઉંમરે એક વખત ઇરિયાવધિ કરતાં બોલતાં બોલતાં તેઓ પાણકમણે, બીષમણું, હરિયક્કમળું, ઓસા...ઉનિંગ, પણગ...ગ....મટ્ટી.... બોલતા દગ શબ્દ ઉપર વિચાર કરતાં પૂર્વના પ્રસંગનું સ્મરણ થતાં વિચારવા લાગ્યા જો મેં કોઈપણ પાણી, લીલોતરી અથવા માટીમાં જીવંત જીવને દુઃખ પહોંચાડ્યું હોય તો હું માફી માંગુ છું. Tabl પાણીમાં રમતા આલમુનિ મના તેના પ્રાયશ્ચિત્તનો કોઈ છેડો ન હતો. પોતે જે કંઈ કર્યું હતું તેને માટે તેઓ દુઃખી હતા. તેઓ વિચારવા લાગ્યા, મેં આ શું કર્યું? કેવળ આનંદ ખાતર કેટલા બધા જીવંત જીવોને દુઃખ પહોંચાડ્યું? હું આ પાપમાંથી કેવી રીતે મુક્ત થઈશ ? હે જીવો, હું તમારા દુઃખનું નિમિત્ત બન્યો છું. મારા પાપો માટે મને માફ કરો. ફરી આવા પાપ હું ક્યારે ય નહિ કરું.” સાચા દિલના પ્રાયશ્ચિત્તને કારણે તેમના બધા જ ખરાબ કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. હવે તેઓ કેવલીમુનિ કહેવાયા. પછી કેવલી અર્ધમુત્તા મુનિ મહાવીરસ્વામીની સભામાં ગયા અને જ્યાં કેવલી સાધુઓ બેઠા હતા ત્યાં બેસવા ગયા. કેટલાક વડીલ જૈન કથા સંગ્રહ 99 Page #4 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ સાધુઓએ આ જોયું અને કહ્યું, “ઓ અઇમુત્તા, તું ક્યાં જાય છે? એ જગ્યા તો કેવલી મુનિ માટે છે. માટે જ્યાં બીજા સાધુઓ બેઠા છે ત્યાં જઈને બેસો.” મહાવીરસ્વામીએ તરત જ કહ્યું, “સાધુઓ, કેવલી મુનિનું તમે અપમાન ન કરો. અઇમુત્તા મુનિ હવે કોઈ સામાન્ય સાધુ નથી. જ્યારે ઇરિયાવહીયા કરતા હતા ત્યારે જ તેમના ઘાતી કર્મોનો નાશ થયો છે અને તેઓ કેવલી બન્યા છે.” સાધુઓને તેમની ભૂલ સમજાઈ તેમને વંદન કરવા લાગ્યા. અને વિચાર્યું “કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી હોતો.” અંતે બાલમુનિ અઇમુત્તાને ભવોભવના ફેરામાંથી મુક્તિ મળી. જૈન ધ્રર્મ સમજ્યા અને તેના પાલન માટે ઉંમરની કોઈ મર્યાદા નથી. પણ તેને માટે સાચી શ્રદ્ધા, સમજ અને જૈનધર્મના સિદ્ધાંતો સમજવા અને અમલમાં મૂકવા માટેના ઘીરજ મહત્વના છે. આપણે ભૂલો કરૂએ (-એ અને ખોટાં કર્યા બાંધીએ (એ. તે ભૂલો પછી સહેતુક હોય અજાણતાં થતી હોય. એ શક્ય છે કે કમોને દલીધે અજાણતાં થઍટલી ભૂલોને સાચા અને દયપૂર્વકના પ્રાયશ્ચિતથી સુધાણ શકીએ. ગમે તેમ પણ પાછળથી પ્રાયશ્ચિત કરી ભૂલો સુધારશે તેમ માનીને કોઈએ જાણી જોઈને સહેતુક ભૂલો ન કરવી જોઈએ. સ્માનું પ્રાયશ્ચિત વ્યર્થ છે. [100 જૈન કથા સંગ્રહ