________________
અઇમુત્તા મુનિ
સૂત્ર કરવું પડે. આ બનાવ અર્ધમુત્તાની સાત વર્ષની ઉંમરે બન્યો હતો. ત્યારપછી તેમણે વડીલ મુનિઓ પાસે અગિયાર અંગ આગમનો અભ્યાસ કર્યો અને તેર વર્ષની ઉંમરે એક વખત ઇરિયાવધિ કરતાં બોલતાં બોલતાં તેઓ પાણકમણે, બીષમણું, હરિયક્કમળું, ઓસા...ઉનિંગ, પણગ...ગ....મટ્ટી.... બોલતા દગ શબ્દ ઉપર વિચાર કરતાં પૂર્વના પ્રસંગનું સ્મરણ થતાં વિચારવા લાગ્યા જો મેં કોઈપણ પાણી, લીલોતરી અથવા માટીમાં જીવંત જીવને દુઃખ પહોંચાડ્યું હોય તો હું માફી માંગુ છું.
Tabl
પાણીમાં રમતા આલમુનિ
મના
તેના પ્રાયશ્ચિત્તનો કોઈ છેડો ન હતો. પોતે જે કંઈ કર્યું હતું તેને માટે તેઓ દુઃખી હતા. તેઓ વિચારવા લાગ્યા, મેં આ શું કર્યું? કેવળ આનંદ ખાતર કેટલા બધા જીવંત જીવોને દુઃખ પહોંચાડ્યું? હું આ પાપમાંથી કેવી રીતે મુક્ત થઈશ ? હે જીવો, હું તમારા દુઃખનું નિમિત્ત બન્યો છું. મારા પાપો માટે મને માફ કરો. ફરી આવા પાપ હું ક્યારે ય નહિ કરું.” સાચા દિલના પ્રાયશ્ચિત્તને કારણે તેમના બધા જ ખરાબ કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. હવે તેઓ કેવલીમુનિ કહેવાયા.
પછી કેવલી અર્ધમુત્તા મુનિ મહાવીરસ્વામીની સભામાં ગયા અને જ્યાં કેવલી સાધુઓ બેઠા હતા ત્યાં બેસવા ગયા. કેટલાક વડીલ
જૈન કથા સંગ્રહ
99