________________ श्रीकल्प मुक्तावल्या श्री प्रास्ताविक કલ્પસૂત્રની વર્તમાન ટીકાઓમાં કિરણુવલી પ્રથમ ટીકા છે. છતાં તેની પહેલાના ભંડારેમાં અંતર્વાએ ઘણાં મળે છે. આ અંતર્ધાઓમાં સૂત્ર અને વચ્ચે વચ્ચે જે વસ્તુની પ્રતિ કરવાની હોય તેટલું વિવેચન આ અંતર્વાચામાં આપવામાં આવ્યું છે. આથી લાગે છે કે કિરણાવલી વિગેરે ટીકાઓ પહેલાં આ અંતર્વા વંચાતા હશે. સમય પસાર થતાં આ કલ્પસૂત્ર ઉપર થકબંધ ટીકાઓ રચાઈ છે. કેઈએ વિસ્તીર્ણ બનાવી છે, તે કેઈએ સંક્ષિસ બનાવી છે. આમ વિવિધ ટીકાઓ કલ્પસૂત્રો ઉપર રચાઈ છે. જેમ જેમ સમય પસાર થયે અને વ્યાખ્યાતા મનિપંગને શ્રોતા અને સભાને અનુલક્ષી જે રીતે અનકળતા થાય તેમ ટીકાઓ રચાઈ. કિરણુવલી કઠીન અને વિસ્તત લાગી તે દીપિકા-મદીપિકા સંક્ષિપ્ત ટીકાઓ રચાઈ. દીપિકા પ્રદીપિકા વિગેરે ટીકાઓ સંક્ષિપ્ત છતાં અતિસરળ ન હોવાથી સુબાધિકા રચાઈ. આમ એક પછી એક ઘણી ટીકાઓ રચાઈ અને એક પછી એક રચાતી ટીકા લાગતી ઉણપને દૂર કરતી ગઈ. સકલ સિદ્ધાંત વાચસ્પતિ પ. પૂ. પં. મુક્તિવિમળજીગણિવર્ય વિમળ સંપ્રદાયના તેજસ્વી બુદ્ધિશાળી અને ખુબજ વિદ્વાન મહાત્મા છે. તેમણે 13 વર્ષની નાની વયે દીક્ષા લીધી છે. અને તે નાની વયે-૨૫ વર્ષની વયે કાળધર્મ પામ્યા છે. તેમને જન્મ વિક્રમ સં. 1949. 4. સુદિ 3 દીક્ષા વિ. સં. ૧૯૯રમાં અને નિર્વાણ 1974 ભા.સુદિ૪ માં. આમ ફક્ત 12 વર્ષના દીક્ષા કાળમાં તેમણે જે સાહિત્ય રહ્યું છે તે તેમની બુદ્ધિમત્તા અપ્રમત્તતા અને ધગશને સૂચવે છે. આ ક૫મુક્તાવળી પ. પૂ. પં. શ્રી મુક્તિવિમળજી ગણિવર બનાવી છે. આ ટીકા બનાવતાં આરંભમાં તેઓશ્રી જણાવે છે કે સરળ અને સંક્ષિપ્ત ટીકાની આવશ્યક્તા હતી આથી આ ટીકા મેં બનાવી છે. સુબાધિકાટીકા સરળ તે છે જ પણ જરા વિસ્તીર્ણ અને તેમાં ગદ્ય રચના વધારે છે. વ્યાખ્યાનમાં લેકરૂચિ માટે અને વસ્તુને પ્રતિપાદન કરવામાં | 6 |