________________ सकावल्या ગધ કરતાં પદ્ય વધુ ઠીક રહે છે આથી આ મુક્તાવલી ટીકામાં તેમણે મૂળસૂત્રના અર્થ સિવાય વિશિષ્ટ વસ્તુને જ્યાં નિદેશ છે ત્યાં તેમણે પદ્યબદ્ધ રચના બનાવી આ ગ્રંથને વ્યાખ્યાતા અને શ્રોતા બન્નેને વધુ રુચિકર બને તે માટે ગ્ય પ્રયત્ન કર્યો છે. श्री प्रास्ता विक આ વૃત્તિની રચનામાં ગ્રંથકારે રચેલી પદ્યબદ્ધ રચના શબ્દની વ્યુત્પત્તિ વ્યાકરણુસૂત્રો અને ગ્રંથના સાક્ષિ પાઠો દ્વારા આ ગ્રંથને ગાંભીર્ય પૂર્ણ બનાવવા સાથે ટીકાકારની સર્વમુખી વિદ્વત્તા જણાયા વિના રહી શક્તી નથી. સ્વપ્રવિચાર, ગણધરવાદ અને બીજા બીજા પણ વિશિષ્ટ પ્રસંગેને એમણે ખુબ સુંદર પદ્યબદ્ધ રચનામાં રજુ કર્યા છે. બાર વર્ષના ટૂંકા દીક્ષાપર્યાયમાં તેમનું રચાયેલ સાહિત્ય અને તેમને વિદ્યાવ્યાસંગ ભલભલાને નતમસ્તક બનાવે તેવે છે. જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધનાનું ત્રિવેણી સંગમ સરખું પર્યુષણ પર્વ છે. અને તેનું મહાભ્ય પસૂત્ર વાંચન-શ્રવણને લઇને છે. આ કલ્પસૂત્રમાં આવતા વિષયને વિચારવામાં આવે તે તેમાં જૈનદર્શનનું સર્વસ્વ સમાય છે. પહેલા અને છેલ્લા તીર્થકરને ક૫-આચાર, જિનેશ્વર અને ગણધર ભગવંતેના ચરિત્રો, જૈનશાસનની પ્રભાવના કરનાર પ્રભાવક સ્થવિરાની પટ્ટાવળી. આ જેની સમજમાં ઉત્તરે તેને બધું મળ્યા સમાન છે. મહાપુરૂષના ચરિત્રોથી બધિલાભ અને ધર્મદ્રઢતા આવે છે. જૈનશાસન પામ્યાનું જે ફળ છે તે બધુ કલ્પશ્રવણ–વાંચનમાંથી મળે છે. આ કલ્પશ્રવણ-વાંચનની દરવર્ષની ઉજવણી જૈનધર્મના જ્ઞાન દર્શન–ચારિત્ર પ્રવાહને સતત ચાલુ રાખે છે. અને સાથે સંઘના પરસ્પરના કૃત્યને પણ સાચવી જૈનધર્મની સાચી પ્રભાવના કરે છે.