________________ श्री प्रास्ता विक श्री कल्पना मुक्कावल्यां | 4 n માનવે બુદ્ધિ અને પુરૂષાર્થના વિસ્તારથી ઘણું પ્રભુત્વ મેળવ્યું છે. પણ હજુ સુધી તેણે મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ ઉપર વર્ચસ્વ જમાવ્યું નથી અને ભવિષ્યમાં પણ જમાવે તેવી સ્થિતિ નથી. આથી માનવ મહાબુદ્ધિશાળી, તેજસ્વી અને શક્તિવંત હોવા છતાં તે પિતાને અનાથ અ બીજા પશુ પ્રાણીની માફક નિરાધાર માટે આવ્યો છે. આ અનાથતા અને નિરાધારતાએ માનવને લઈને કોઈ પણ ઉન્નતમાર્ગે જવા પ્રેર્યો, તે ઉન્નતમાની ખેજ તે તેને મન ધર્મ છે. આ ઉન્નતમાર્ગના શોધકે કે વાહકે તે તેને ધર્માનાયકે છે. - જે સાટ ઉન્નતમાર્ગ તે સફળધમ. આ શોધેલા ઉન્નતમાર્ગનું દર્શન કરાવે તે શાસ્ત્ર. જૈનધર્મ એ સફળધર્મ અને તે ધર્મને સૂચવનારા–બતાવનારા તે તેના શાસ્ત્રો છે. આ શાસ્ત્રો પછી તે દ્રવ્યાનુગ ગણિતાનુગ ચરણકરણનુયાગ કે કથાનુગનાં હોય ગમે તે યુગનાં હોય પણ તેનું ફળ તે ઉન્નતમાર્ગનું પરિણામે દર્શન કરાવવાનું છે. આ કલ્પસૂત્રમાં ચારે અનુગ છે. આત્મા, કર્મ, પુણ્ય, પાપ, નરક આ બધી તત્ત્વચર્ચા એ દ્રવ્યાનુગ છે. કલ્પ–આચારની વિચારણા એ ચરણકરણાનગ છે. તીર્થકર ભગવંતે અને ગણધર ભગવતેના ચરિત્રે એ કથાનુગ છે. દેવાદિનું વર્ણન અને તે તે પ્રસંગે અનુલક્ષી આવતી જગત્ વ્યવસ્થા તે ગણિતાનુગ છે. કલ્પસૂત્રમાં આ ચારે અનગ હોવા છતાં બધાયે અનુયાગનું તાત્વિક દર્શન આબાલવૃદ્ધ સૌ કોઈને જીવન પરિણુત થાય તે રીતે રજુ કરવામાં આવ્યું છે. જેને લઈને બધાયે ગ્રંથમાં કલ્પસૂત્ર ઉત્તમોત્તમ ગણાયું છે. અને તમામ આગમ ગ્રંથને તે તેના અર્થ વોચ, વિચારે તે રીતે ગોઠવાયા છે જ્યારે આ કલ્પસૂત્રની તે જૈન સમાજમાં એવી વ્યવસ્થા છે. કે દર વર્ષે સૌ કે તેનું ચિંતન કરે અને પિતાના જીવનને આત્મદર્પણમાં નિહાળી યંગ્ય માર્ગે વળે.