________________ અધ્યાત્મ | સજઝાય 参餐餐餐餐餐餐餐餐婆婆變签變變變變變變 અધ્યાત્મની સઝાય - મહો. શ્રીયશોવિજયજી મહારાજા કહીએ પંડિત કોણ એ નારી, વીસ વરસની અવધિ વિચારી, દોય પિતાએ એહ નિપાઈ, સંઘ ચતુર્વિધ મનમેં ભાઈ. 1. અર્થ :- વિરતિ નારી બોધ + વર્ષોલ્લાસ દ્વારા જન્મે છે, એવું લાગે છે. 20 વર્ષના પર્યાયે સમસ્ત શ્રુતજ્ઞાતા ગીતાર્થ બનાય. એવો અધ્યયન ક્રમ છે. (પણ બહુ બેસતું નથી.) કીડીએ એક હાથી જાયો, હાથી સહામો સસલો ધાયો, વિણ દીવે અજવાનુ થાયે, કીડીના દરમાંહે કુંજર જાયે. 2 કીડી = કર્મપરિણતિ. તે સૂક્ષ્મ છે. છતાં વિરાટ આત્માનાં તે-તે પર્યાયોને જન્મ આપે છે. મોહરાજા વાસ્તવમાં દુર્બળ છે = સસલા જેવો છે. પણ આત્માના પ્રમાદથી તેની સામે તે આક્રમણ કરે છે. જ્ઞાન સૂર્ય જેવું છે. હિ જેનાથી દીવા વિના પણ લોકાલોક પ્રકાશિત થાય છે. આત્મા કર્મપરિણતિને અનુસરે છે. માટે એ કીડીના દરમાં હાથી જાય તેવું છે. 129