________________ OXDDAAAAAAA ( દિન પ્રતિદિન આ દેશમાં વધતી જતી અનાર્ય સંસ્કૃતિમાં રસિક બનતી પ્રજાને તેમાંથી બચાવી આર્ય સંસ્કાર ટકાવવા અને આધ્યાત્મિકતા વિકસાવવા આવા ગ્રંથે ઠેર ઠેર ભણાય-ભણાવાય તે ઇચ્છવા યોગ્ય છે. આજે ગૃહસ્થ વર્ગમાં આવું તત્ત્વજ્ઞાન નષ્ટપ્રાયઃ થતું જતું દેખાય છે, અને ત્યાગી વર્ગમાં પણ કર્મગ્રંથ તથા સંસ્કૃત બે બુકેનું જ્ઞાન પ્રાપ્ત કરી વ્યાકરણમાં પડી બીજી અનેકવિધ પ્રવૃત્તિમય જીવન બનાવી નાખવાથી આવા અનુ૫મ જ્ઞાનથી છ વયિત થતા જતા જોવામાં આવે છે જે દુઃખનો વિષય છે. જૈન શાસનમાં પૂર્વે થઈ ગયેલા મહા પ્રભાવક પુરુષોએ અનેકવિધ ન્યાય-વ્યાકરણુ-દાર્શનિક અને આધ્યાત્મિક જ્ઞાન ગ્ર થેનું સર્જન કર્યું છે. તેમાં રહેલા અદ્ભૂત રહસ્યોને લેકેને સમજાવવા વર્તમાન કાલના શાસન નાયકે તેવા ગ્રંથનું પઠનપાઠન-વાંચન-મનન-સંશોધન અને પ્રકાશન વધારે એવી આશા રાખું છે. - અન્તમાં ચતુર્વિધ સંધ આવા ગ્રંથનું એકાગ્રતા પૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરી તેના હાર્દિક ભાવને આત્મામાં ઉતારી અજરામર પદને પ્રાપ્ત કરે એ જ અભિલાષા. ICCIACASCADA ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા અમદાવાદ IN