________________ આ बावश्यकनिर्युक्तेरव संपादकीय निवेदन ઇ ગ્રન્થકાર પરિચય–પ્રસ્તુત અવચૂના કર્તા ભટ્ટારક શ્રી રાનસાગરસૂરિ છે. તેઓ શ્રી તપાગચ્છમાં થઈ ગયેલ શ્રી દેવસુંદરસૂરિના શિષ્ય હતા. તેઓશ્રીના જીવન સંબંધી તપાસ કરવા છતાં કોઈ વિશેષ ઉપલબ્ધ થઈ શક્યું નથી પરંતુ તેઓશ્રીએ બીજા કેટલાક ગ્રન્થોની પણ રચના કરી છે. જેની યાદી નીચે મુજબ છે. (1) ઉત્તરાધ્યયન અવસૂરિ 3600 શ્લોક પ્રમાણુ રચના સંવત 1441 (2) ઓઘનિર્યુક્તિ અવસૂરિ ૩ર૦૦ શ્લોક પ્રમાણુ (3) રચૂડ ક્યા 500 શ્લોક પ્રમાણ તેઓશ્રીનો સત્તાકાળ પંદરમા સૈકાનો છે. તેઓશ્રીએ આ અવચૂર્ણ વિ. સં. 1400 માં કરેલી છે. તેઓ પ્રખર વિદ્વાન હતા. આ અવર્ણના કેટલાક પાકોની સાક્ષી લોકપ્રકાશાદિ ગ્રન્થોમાં આપવામાં આવી છે. હસ્તલિખિત પ્રતિઓનો પરિચય–પ્રસ્તુત સંરકરણમાં સાત હાથપોથીઓ મેળવવામાં આવી હતી. 1 શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર પાટણની ડાભડા નં. 180 પ્રત નં. 6928 પાના 106 2 શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર પાટણની ડાભડા નં. 225 પ્રત નં. 10845 પાના 131 3 શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર પાટણની ડાભડા નં. 24 પ્રત નં. 389 5. 92 વિ. સં. ૧૭પ માં લખાયેલી. 4 શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર પાટણની ડાભડા ન. 24 પ્ર. નં. 386 પાના ૭ળ ત્રિપાઠ. 5 ભાવનગર સંઘના ભંડારની ડાભડ નં. 16 પ્ર. ન. 12 5. 67 6 અમદાવાદ હાજા પટેલની પોળમાં સંગીના ઉપાશ્રયની પ્ર. નં. ૩ર 5. 77 વિ. સં. 1516 માં લખાયેલી. 7 લીંબડી સંઘના ઉપાશ્રયની પ્ર. નં. 231 પા. 94 આ ગ્રન્થનું સંપાદન નં. 1-2 હસ્તલિખીત પ્રતિઓ ઉપરથી કરવામાં આવ્યું છે. જેમાં શરૂઆત પ્રેક્ષાવતા કરચર્થનાવી વિગેરેથી કરવામાં આવી છે. જ્યારે ત્રીજીથી પાંચમી પ્રતિઓમાં નાનીવનોળિ વિગેરેથી શરૂ કરવામાં આવી છે અને 4-6-7 ની પ્રતિઓમાં કારખ્યત્વે બાવરાનુયો વિગેરેથી કરવામાં આવી છે. | ? |