________________ પ્રકાશકીય નિવેદન આગમ પંચાંગીના અપ્રગટ ઝભ્યોની અમારી પ્રકાશન યોજનામાં આ પંચમ પ્રત્યેનું પ્રકાશન કરતાં અનહદ આનંદ થાય છે. ગ્રન્યાંક 108 આ શ્રી આવશ્યક સૂત્ર નિયુક્તિ અવચૂર્ણિ પચાસ ઉપર ફર્માનો હોવાથી બહુ મોટું કદ થઈ જાય એટલે બે ભાગમાં પ્રકાશન કરવાનો વિચાર રાખ્યો છે પ્રથમ ભાગમાં સામાયિક અધ્યયનની નિયુક્તિની અવચૂર્ણ અને બીજા ભાગમાં બાકીના પાંચ અધ્યયનની નિયંતિની અવચૂાનો સમાવેશ કરવામાં આવ્યો છે.. આ ગ્રન્થમાં આવશ્યક ક્રિયાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે જે વિગતથી બીજા ભાગમાં પરિશિષ્ટમાં આપવામાં આવશે. તે વાંચવા માટે ખાસ ભલામણ કરવામાં આવે છે. આ અવચૂર્ણાિના ક્ત ભટ્ટારક શ્રી જ્ઞાનસાગર સૂરિજી છે. આનું સંપાદન સિધ્ધાન્ત મહોદધિ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજીના પ્રશિષ્ય પૂ. પંન્યાસજી શ્રીમાનવિજયજી ગણિ કરી રહ્યા છે. તેઓશ્રીએ શ્રી આવશ્યક નિયુક્તિ દીપિકાનું પણ સંશોધન કર્યું છે. જેથી તેઓ શ્રી પાસેજ આ કાર્ય પણ કરાવવાનું ઉચિત ધાર્યું છે. આ ગ્રન્થની સાથે શ્રી તિલકાચાર્ય કૃત આવશ્યક નિયુક્તિ ટીકાના આદિ અંત ભાગ પણ બીજા ભાગમાં આપવાનો વિચાર રાખ્યો છે. આ ગ્રન્થનું સમ્પાદન કરી આપવામાં પૂ. પંન્યાસજી મહારાજે જે પરિશ્રમ ઉઠાવ્યો છે. તે બદલ સદરહુ સંસ્થા તરફથી તેઓશ્રીનો અત્યંત આભાર માનવામાં આવે છે. મોતીચંદ મગનભાઈ ચોકસી મેનેજીંગ ટ્રસ્ટી