________________ સંપાદકીય નિવેદન પ્રારંભ ઈતિહાસ-એણિ દેવચંદ લાલભાઈ જૈન પુરતોદ્ધાર ફંડના કાર્યવાહકોએ આગમ પંચાંગીના અપ્રગટ પ્રન્યોને પ્રગટ કરવાની યોજના કરી કેટલાક અપ્રગટ-દીપિકા અવસૂરિ વિગેરે પ્રગટ કરવા માટે પૂજ્ય આચાર્યદેવો પંન્યાસો તથા સાધુભગવંતો વિગેરેનો સંપર્ક સાધી ગ્રન્યો પ્રકાશ કરવાની શરૂઆત કરી. તે મુજબ શ્રી આવશ્યસૂત્ર નિયુક્તિ ઉપર પૂજ્ય ભટ્ટારક શ્રી જ્ઞાનસાગરસૂરિ મહારાજે કરેલ અવચૂર્ણનું સંપાદન કરી આપવા માટે સદરહુ સંસ્થાના એક કાર્યકર કેશરીચંદ હીરાચંદે અને વિક્રમ સંવત ર૦૧૨ માં વિનંતિ કરી. મેં પણુ કૃતજ્ઞાનભક્તિનો લાભ મેળવવાના હેતુથી તેનો સ્વીકાર કર્યો. થી ત્યાર પછી તેમણે પાટણ શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિરની એક હસ્તલિખિત, પ્રતિ ઉપરથી કરાવેલી પ્રેસકોપી તથા હસ્તલિખિત પ્રતિ મને I આપી. મેં પણ તે પ્રેસકોપી તપાસી. તેને શુદ્ધ કરવા માટે અન્ય પ્રતિઓની જરૂર લાગવાથી બીજી પ્રતિઓ મેળવવા પ્રયાસ કરીને જુદા જુદા 0 બંગરોમાંથી છ પ્રતિઓ મેળવી; મળ્યા પછી પ્રેસકોપી જે હસ્તલિખિત ઉપરથી કરાવવામાં આવી હતી તેની સાથે એકજ પ્રતિ મળતી આવી. બીજી, RAMતિઓ શ્રી જ્ઞાનસાગરસૂરિ કત આવશ્યક નિયુક્તિ અવચૂાની હોવા છતાં તેનાથી ભિન્ન ભિન્ન શરૂઆતવાળી અને અંતમાં લગભગ એક સરખી હતી થી જે આગળ બતાવવામાં આવશે. ' * આ ગ્રન્થનું સંપાદન કરવામાં ઉપર જણાવ્યા મુજબ બે હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે આવશ્યક સૂત્ર નિર્યુક્તિ ઉપરની હારિવૃત્તિ તથા મલયગિરિવૃત્તિની છપાયેલી પ્રતોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અવચૂર્ણિકરે પણ આ અવળું હારિ–વૃત્તિ ઉપરથી કરેલી છે એવો અવચૂર્ણના અંતે નિર્દેશ કરેલો છે. એટલે જ્યાં જ્યાં હસ્તલિખિત અવચૂર્ણિમાં લેખકના દોષથી અસંગત પાઠ લાગ્યો છે ત્યાં ત્યાં સુધારીને આવા (C) કોષ્ટકમાં મુકેલો છે અને જ્યાં જ્યાં ગુટક પાઠ લાગ્યો છે ત્યાં ત્યાં ત્રુટક પાક આવા [ ] કોષ્ટકમાં મુકવામાં આવ્યો છે. વિષયસૂચિ જુદી નહિ આપતાં દરેક પેજ ઉપર બાજુમાં જણાવવામાં આવી છે. આ ગ્રન્થ વિશાળકાય હોવાથી તેના બે વિભાગ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં સામાયિક અધ્યયનની અવચૂર્ણ આપવામાં આવી છે. બીજા વિભાગમાં બીજા ચતુર્વિશતિ અધ્યયનથી છઠ્ઠા પચ્ચકખાણુ અધ્યયનની અવચૂર્ણિ આપવામાં આવશે. આ પ્રથમ વિભાગને પ્રકાશિત કરવામાં પ્રસાદિના કારણે ઘણો વિલંબ થયો છે પરંતુ બીજો વિભાગ ટુંક વખતમાં પ્રાયઃ પ્રકાશિત કરવામાં આવશે.