SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘણુ ન સી અને ચન્દ્ર. : તેમાં ખાનારા સાધુઓએ પાત્રોમાંથી કોળીયો શી રીતે ગ્રહણ કરવો ? એ વાત દેખાડતા કહે છે. નિર્યુક્તિ ન ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૮૮ : ટીકાર્થ : કટછેદ વડે વાપરવું. જેમ કાલિંગડાનો ટુકડો છેદીને દૂર કરાય છે, એમ આ ભાગ- ૨T પણ ભોજનના ટુકડાને છેદીને વાપરે. અથવા તરિકાછેદ વડે=પ્રતર છેદ વડે વાપરવું. અથવા સિંહભક્ષિત વડે વાપરવું. સિંહ એક બાજુથી શરુ કરીને ત્યાં સુધી વાપરે છે જ્યાં સુધીમાં બધું જ ભોજન સમાપ્ત થઈ જાય. તે ભોજન એક સાધુએ કે ઘણા || ૬૧૩ II. સાધુએ વાપરવું. (સાધુ એક પાત્રામાં એકલો વાપરતો હોય કે ઘણા બધા ભેગા મળીને એક પાત્રકમાં વાપરતા હોય, ત્યારે આ ત્રણવિધિપૂર્વક વાપરે. જો વિધિપૂર્વક વાપરે તો ખાદ્યપદાર્થ એંઠા ન થાય, અને એવા વિધિમુક્ત ખાદ્યપદાર્થ કદાચ વધી પડે તો ખપાવવા માટે બીજાઓને આપી શકાય.). એ પણ ધૂમ અને અંગાર દોષ છોડીને એટલે કે રાગદ્વેષ છોડીને વાપરવું. (અહીં કટચ્છેદ – પ્રતરચ્છેદ – સિહભક્ષિત આ ત્રણેયનો અર્થ સમજવો જરૂરી છે...) કટચ્છેદ = ઢગલાના કિનારાથી વાપરવું. દા.ત. ખીચડીમાં વચ્ચે હાથ નાખીને ન વપરાય પણ કિનારી પરથી વપરાય. પ્રતરછેદ = પાત્રામાં ૪-૫ રોટલી હોય તો પહેલા ઉપરની એક રોટલીના કટકા કરીને વપરાય, પછી બીજી રોટલી * રૂપ પ્રતર લેવાય અને તેના ટુકડા કરાય. એ રીતે ત્રીજી, ચોથી, પાંચમી રોટલીમાં પણ સમજવું. વસ્તુની ઉથલ-પાથલ, ઉંચીનીચી કરવાની ક્રિયા ત્યાજય છે. . સિંહભક્ષિત = ટીકામાં જ સ્પષ્ટ સમજાવી દીધું છે. ( ૬૧૩ .
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy