________________
આ રીતે તે ભાંગાઓ ન્યૂન અધિક બને છે. (એટલે કે અખોડાદિની સંખ્યા ઓછીવત્તી થવી અને પ્રતિલેખનાનો સમય શ્રી ઓઘ-૨,
1 વહેલો મોડો થવો, એ બેય રીતે પ્રતિલેખના ન્યૂન-અધિક તરીકે ઓળખાય છે.), નિર્યુક્તિ ભાગ-૨
પ્રશ્નઃ ન્યૂન કે અધિક (વહેલી કે મોડી) વેળામાં પ્રતિલેખના કરવામાં તમે દોષ કહ્યો, તો પછી કઈ વેળામાં પ્રત્યુપેક્ષણા
કરવી ? ' || ૪૩ ||
ઉત્તર : આમાં (૧) કેટલાકો કહે છે કે અરુણોદય થતા પહેલા જ પ્રતિક્રમણ કરી લઈ ત્યારબાદ અરુણોદય સમયે એટલે જ કે આકાશમાં જ્યારે પ્રભા ફાટતી હોય, પહો ફાટતો હોય, સહેજ પ્રકાશ ફેલાતો હોય ત્યારે પ્રતિલેખના કરવી. (૨) બીજાઓ તો કહે છે કે પ્રભા ફાટી રહી હોય ત્યારે નહિ, પણ પ્રભા ફાટી ચૂકી હોય, પ્રકાશ ફેલાઈ ચૂક્યો હોય ત્યારે એની પૂર્વે જ !
પ્રતિક્રમણ કરીને પછી પ્રતિલેખના કરવી. (પહેલા મત કરતા આ મતમાં થોડાક વધુ પ્રકાશમાં પ્રતિલેખના કરવાની વાત છે.) ML i (૩) અન્ય લોકો વળી કહે છે કે જ્યારે સાધુઓ પરસ્પર એકબીજાના મુખ જોઈ શકે ત્યારે પ્રત્યુપેક્ષણા કરવી. (આ મતમાં 1
પહેલા બેય મત કરતા વધુ પ્રકાશમાં પ્રતિલેખનાની વાત છે. આપણે અનુભવીએ છીએ કે દૂર આકાશમાં આપણને સહેજ ધોળાશ, પ્રકાશ ફાટતો કે ફાટેલો દેખાય, પણ જો આપણા ઉપાશ્રયમાં લાઈટ, દીવા વગેરેનો પ્રકાશ લેશ પણ આવતો ન હોય તો એ વખતે એકબીજાના મુખ જોઈ શકાતા નથી. એટલે પરસ્પર મુખ દેખાય ત્યારે પ્રતિલેખનાનું વિધાન એ પૂર્વના બેય મત કરતા વધુ પ્રકાશમાં પ્રતિલેખના કરવાની વાત સૂચવે છે.) (૪) અન્ય લોકો વળી એમ કહે છે કે જે વેળામાં = કાળમાં હાથની રેખાઓ દેખાય, તે વેળામાં પ્રતિલેખના કરવી. (બીજાઓના મોટા મોઢા જોવા માટે જેટલો પ્રકાશ જોઈએ
| | ૪૩ |
4,aછે. 2
ય
#