________________
શ્રી ઓઇ.
નિર્યુક્તિ ભાગ-૨
| ૩૫૫ /
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૪૧૬ : ટીકાર્થ તે સાધુ સવારે જ કોઈક ઘરમાં ગ્લાનાદિ માટે પ્રવેશ્યો. ત્યાં તે સાધુ વડે વસ્તુ મેળવાઈ. એટલે ગૃહપતિ અનુકંપાથી બોલે કે “તમારે ગ્લાનને માટે ફરીથી પણ આ સમયે આવવું.” હવે આ વખતે આ સાધુ પ્રતિષેધ કરે.
પ્રશ્ન : પ્રતિષેધ કેવી રીતે કરે ? ઉત્તર : સાધુ તે ગૃહસ્થને આ પ્રમાણે કહે કે “આવતીકાલે સવારે હું કદાચ ગોચરી માટે ફરું કે ક્યારેક ન પણ ફરું.”
આમ કહેનારો સાધુ ભવિષ્યમાં થનારા ઉદ્દગમદોષોનો પરિહાર કરનારો બને છે. અને સ્પષ્ટ પ્રતિષેધ પણ કરાયેલો થતો નથી. (સાધુનું આવવાનું નિશ્ચિત ન થવાથી તે ગૃહસ્થ સ્પેશ્યલ કંઈજ બનાવશે નહિ, એટલે ઉદ્દગમ દોષો નહિ લાગે. અને | જ “નથી જ આવવાનો” એવો સ્પષ્ટ નિષેધ પણ કર્યો નથી, એટલે બીજા દિવસે કદાચ ત્યાં પાછું જવાનું થાય તોય કોઈ વાંધો પણ નથી.)
કાલની યતના કહેવાઈ ગઈ. હવે આવશ્યકની યતના (અપવાદ) કહેવાય છે.
ક્યારેક એવું બને કે આ સાધુ ઉપયોગ ન રહેવાથી માત્રુ કરીને જવા રૂપ આવશ્યક કાર્ય કર્યા વિના ગ્લાનને માટે | હૃાં ઉતાવળો નીકળી ગયો. વૃત્તિ : તત: –
Tu ૩૫૫
+
=
B