________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
|| ૨૪ ||
પ્રશ્ન : તે ચાર પ્રકારે કેવી રીતે થશે? ઉત્તર : વસ્ત્ર અનતપિત અને આત્મા અનર્તાપિત એ પહેલો ભાંગો.
વસ્ત્ર અનર્તાપિત અને આત્મા નર્તાપિત એ બીજો ભાંગો. વસ્ત્ર નર્તાપિત અને આત્મા અનર્તાપિત એ ત્રીજો ભાંગો.
વસ્ત્ર નર્તાપિત અને આત્મા નર્તાપિત ચોથો ભાંગો. આમાં પહેલો ભાંગો શુદ્ધ છે. એ રીતે અવલિતમાં પણ ચાર ભાંગા થાય. તે આ પ્રમાણે...
વસ્ત્ર અવલિત અને આત્મા અવલિત એ પહેલો ભાંગો. વસ્ત્ર અવલિત અને આત્મા વલિત એ બીજો ભાંગો. વસ્ત્ર વલિત અને આત્મા અવલિત એ ત્રીજો ભાંગો.
વસ્ત્ર વલિત અને આત્મા વલિત એ ચોથો ભાંગો. અનુબંધ એટલે નિરંતરતા કહેવાય. એટલે અર્થ એ થયો કે નિરંતરતા વડે પ્રતિલેખના ન કરવી.
CE # Fis - E
| ૨૪ ||