SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ E F G શ્રી ઓઘ-યુ અહીં જે બે હાથ પ્રમાણની ખાલી જગ્યા રાખી છે, એમાં તો બે સાધુ વચ્ચે મોટું અંતર પડી જાય છે. અને તો પછી નિર્યુક્તિ આ મોટું અંતર જોઈને કોઈક ગૃહસ્થ ત્યાં બળજબરી સૂઈ પણ જાય. T એટલે હવે આ ૨૨૭-૨૨૮મી ગાથાનું બીજી રીતે વ્યાખ્યાન કરાય છે. ૨૨૭મી ગાથામાં કહ્યું કે “એક એક સાધુને || ૭૨૬ | ત્રણ હાથ પ્રમાણ સંથારો-ભૂમિ આપવી” તેનો અર્થ એ કરવો કે સાધુનું શરીર તો એક હાથ જેટલી જ જગ્યા રોકે, કેમકે એની પહોળાઈ તો એટલી જ હોય. અને પાત્રા સંથારાથી ૨૦ અંગુલ હોય. એ જ વાત ૨૨૬માં કરી છે કે “જે રીતે પાત્રા અને સંથારાનું અંતર વીસ અંગુલ થાય તેમ કરવું.” આ નિ.-૨૨૮ હવે પાત્રા ૮ અંગુલ જગ્યા રોકે. અને પાત્રાથી પછી ૨૦ અંગુલ છોડીને બીજી બાજુ બીજો સાધુ ઉંધે. પ્રશ્ન : ૨૨૮મી ગાથામાં બે સાધુ વચ્ચે બે બે હાથનું અંતર રાખવાનું કહ્યું છે. પહેલા વ્યાખ્યાનમાં આપણે પાત્રા બાદ | બે હાથ છોડીને બીજો સાધુ ઉધે... એ વાત કહી છે. હવે તમે આ નવી વાત કરી કે ૮ અંગુલ બાદ સાધુ ઉંધે, તો આ પદાર્થ શી રીતે નિશ્ચિત થાય ? શી રીતે આ સમજવું ? બે હાથ અંતર રાખવાની વાત શી રીતે ઘટશે ? ઉત્તર : જુઓ, અહીં આ પ્રમાણે ચિત્રસ્થાપના બનશે. સાધુ પોતાના શરીર વડે ૧ હાથ = ૨૪ અંગુલ જગ્યા રોકે. - સાધુના શરીરનું આ પ્રમાણ છે. હવે સંથારા અને પાત્રો વચ્ચે ૨૦ અંગુલ જગ્યા છે, પાત્રા ૮ અંગુલ જગ્યામાં સ્થાપિત કરાયા છે. પાત્રો અને બીજા સાધુનું અંતર ૨૦ અંગુલ છે. આમ આ બધા જ પ્રમાણો ભેગાં કરો તો ત્રણ હાથ થાય. શળ ૭૨૬ | G
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy