________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
H
વિકથા, વ્યુદગ્રહ, ક્રીડા.
ટીકાર્થ : દ્રવ્યશબ્દ અભ્યન્તર દ્રવ્યપ્રત્યુપેક્ષણા દ્વારનું સૂચન કરવા માટે છે.
vi
| of
(૧) ઉપાશ્રયમાં પાટ-પાટલાદિની હાજરી જુએ. (શું આમાં દોષ છે ? પાટ-પાટલા ન વપરાય ? એવો કોઈ પ્રશ્ન થાય ॥ ૪૫૬ ॥ તો એનું સમાધાન આપે છે કે) પાટ -પાટલાદિ તો વર્ષાકાળમાં જ લેવાય-વપરાય. શેષકાળમાં નહિ. જ્યારે આ પ્રવેશેલો ૫ સાધુ તો શેષકાળમાં પણ ત્યાં ફલકાદિ ગ્રહણ કરાયેલા–વપરાતા જુએ. (અત્યારે તો આપણા બધા જ પાટ-પાટલા પ્રાયઃ સાધુTM સાધ્વીઓ માટે જ બનતા હોવાથી સંપૂર્ણ આધાકર્મી જ છે. પ્રાચીનકાળમાં તો સાધુઓ શેષકાળમાં આ બધું વાપરતા જ નહિ મૈં અને ચોમાસામાં ગૃહસ્થોના ઘરેથી ચાર મહીના માટે માંગી લાવી વાપરતા, પછી પાછું આપી દેતાં.)
મનિ.-૧૦૩
(૨) જેના ઉપર ઊંઘાય તે શય્યા અર્થાત્ પાથરવાનું વસ્ત્ર. (આપણી ભાષામાં ઉનનો સંથારો.) તે પાથરેલો જ હોય. મ (૩) સંથારો એટલે તણખલાનો બનેલો હોય તે. ટૂંકમાં ઊંઘનારા સાધુઓ જમીન ઉપર તણખલા-ઘાસ પાથરીને ઉંઘતા હોય છે. આવા સંથારાને જુએ. (ઠંડી વગેરે કારણોસર સુકું ઘાસ પાથરવાની સંમતિ છે. પણ એ ઘાસ અંદરથી પોલાકાણાદિવાળા ન ચાલે. એમાં જીવ હોવાથી એ વાપરવામાં વિરાધના થાય. પોલાણ વિનાના સુકાઘાસનું પ્રતિલેખન કરીને વાપરી શકાય. એ એક પરીષહ પણ ગણેલો છે. અહીં નિષ્કારણ ઘાસ-વપરાશ અને પોલાણયુક્ત ઘાસવપરાશનો નિષેધ સમજવો.)
(૪) માત્રુ કરવાની જગ્યા સાધુઓની અને ગૃહસ્થોની એક જ દેખાય. (પ્રાચીનકાળમાં સંડાસ ન હતા એટલે ગૃહસ્થો
મ
ગ્રા
|
|
૧ ॥ ૪૫૬ ॥
15