SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ભા.-૬૪ શ્રી ઓથ સમાધાન : ગોમૂત્રથી બળી ગયેલા સ્થાનોમાં બેસીને વાપરે. ગાથામાં દ્વિસુ માં માદ્રિ શબ્દ છે. એનાથી એ સમજી નિર્યુક્તિ લેવું કે ભૂંડ વગેરેએ ખોદી કાઢેલા પૃથ્વીપ્રદેશ વગેરેમાં પણ વાપરી શકે. (આ સ્થાનો ઘણાખરા અચિત્ત થઈ ગયા હોવાની viી શક્યતા છે.) | ૪૪૦. ' હવે જો ગોમૂત્રદગ્ધ વગેરે કોઈ સ્થાન ન હોય અને સચિત્ત માટી વનસ્પતિ વગેરે ઉપર બેસીને જ વાપરવું પડે તેમ હોય તેવા સ્થાને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયની કલ્પના કરીને વાપરે. આશય એ છે કે ધર્મ-અધર્મ તો સર્વત્ર વ્યાપેલ જ છે. એટલે સચિત્ત પૃથ્વી ઉપર પણ ધર્માસ્તિકાય તો છે જ. પોતાના IF પગ અને પૃથ્વી વચ્ચે પણ ધર્મ-અધર્મ છે. એટલે સાધુ એવી કલ્પના કરે કે “ધર્મ-અધર્મ વડે ઢંકાયેલી પૃથ્વી ઉપર હું રહેલો છું.અને પછી વાપરે. આ એક પ્રકારની યતના છે. આ યતના વડે જીવની કોમળતા દર્શાવાયેલી થાય છે. (વિરાધના થાય છે, એ હકીકત છે. પણ એ વખતે પરિણામમાં નિષ્ફરતા ન આવે તે માટે આવા પ્રકારની કલ્પના કરવાની છે. આ કલ્પના પણ જ્યારે નાછૂટકે આ સ્થાનમાં બેસવું પડે ત્યારે જ સમજવી. બાકી બીજા વિકલ્પો હોવા છતાંય આવી કલ્પના કરીને સચિત્ત પૃથ્વી પર બેસે તો ભયંકર નિષ્ફરતા જ ગણાય.) (અહીં ઓઘનિર્યુક્તિ-૯૫મી ગાથાનું ભાષ્યકારે કરેલું વર્ણન પૂર્ણ થયું.) આ રીતે ત્રીજું સંશદ્વાર પૂર્ણ થયું. વૃત્તિ : દ્વાન સાધર્મિત પ્રતિપાનાથાદ - | alli ૪૪૦
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy