SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ઊંચકીને લઈ જવામાં ભારના કારણે સાધુને થાક લાગવાદિ દ્વારા આત્મવિરાધના થાય, વસ્તુ ઢોળાય તો સંયમવિરાધના થાય. 1 માટે જ અમુક ક્ષેત્રની બહાર વસ્તુ લઈ જવાનો નિષેધ કરાયો છે, અને એ વસ્તુ લઈ ગયા હોય તો વાપરવાનો નિષેધ કર્યો L૪૩૯ો ! [ પણ હવે જો સૂર્યાસ્ત થવાનો કાળ નજીક જ હોય તો પછી પહેલા વહોરેલું ભોજન પરઠવી ન દે, પણ એ ત્રણ કોશ આ પછી રહેલા ગામમાં લઈ જાય અને ત્યાં જ સ્પંડિલભૂમિમાં વાપરે. જ પણ જો કાળ પૂરતો હોય તો પૂર્વે વહોરેલ ભક્ત બે ગાઉની પછી લઈ ન જાય. પણ બે ગાઉમાં જ તે પરઠવીને પછી આગળ જાય. (‘ક્ષેત્રતીત વાપરવું નહિ એ આજ્ઞા તો પછી છે. પહેલી આજ્ઞા તો એ છે કે “ક્ષેત્રાતીત થવા જ ન દેવું.” IT ભા.-૬૪ બે કોશની બહાર ગોચરી લઈ જઈએ અને પછી પરવીએ તો ત્યાં ક્ષેત્રાતીત વાપર્યું નહિ પણ ક્ષેત્રતીત કર્યું તો ખરું જ. ' પણ અહીં તો ક્ષેત્રતીત કરવાનો પણ નિષેધ છે.) ત્યાં પહોંચીને તે કાળ પૂરતો હોવાથી બીજું વહોરી-વાપરી શકે છે. એટલે આ જૂનું પરઠવવાનું કહ્યું છે. પ્રશ્ન : હવે જો એવું હોય કે તે સાધુ વિહાર કરતા હોય અને બે ગાઉ સ્થાને રહેલા ગામે એ પહોંચે એ પહેલા જ સૂર્ય અસ્ત પામી જવાનો હોય અને વચ્ચે બે ગાઉના ક્ષેત્રમાં વાપરવા માટેની ચૅડિલભૂમિ પણ ન હોય તો પછી શું કરવું ? વચ્ચે વાપરવાની જગ્યા ન હોવાથી વાપરી ન શકાય અને ગામમાં પહોંચ્યા પછી વાપરે તો બે ગાઊની અંદર હોવાથી ક્ષેત્રાતીત By ન થાય પણ સૂર્યાસ્ત થઈ જતો હોવાથી રાત્રિ ભોજનનો જ દોષ લાગે તો શું કરવું ? all૪૩૯ો.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy