SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ચ પછી અહીં અપ્રાપ્ત સમયની પણ પ્રતીક્ષા કરે. (જો અહીં રાહ જોયા વિના આગળ જાય, તો આગળનું ગામ દૂર હોવાથી ત્યાં નિર્યુક્તિ 1 મોડો પહોંચે. તો પોતે શું વાપરે ? ત્યાં પણ ગોચરી ન મળે. વળી ઘણું મોડું થવાથી ભૂખને લીધે વિહાર પણ બરાબર ન જ થાય.) // ૪૦૩ | ક્યારેક એવું બને કે આગળનું ગામ ખાલી થઈ ગયું હોય. કોઈપણ કારણસર ગામના લોકો એ ગામ છોડી બીજા ગામમાં રહેવા જતા રહ્યા હોય. જ ક્યારેક એવું બને કે એ ગામમાં ઘણાં ઓછા ઝૂંપડા હોય, એટલે ગોચરી મળવાની સંભાવના ઓછી હોય. 1 ક્યારેક એવું બને કે એ ગામ તદ્દન નવું જ વસેલું હોય. અને જો એમ હોય તો ત્યાં પૃથ્વીકાય સચિત્ત હોય. (ગામોમાં નિ.-૮૨ મ તો લોકોની અવર જવર સૂર્યપ્રકાશાદિથી માટી અચિત્ત થઈ ગઈ હોય. પણ તદન નવા ગામમાં તો તાજી માટી ઉખડેલી હોય HI " અને અવરજવરાદિ થઈ ન હોવાથી સચિત્ત હોય.) ક્યારેક એવું બને કે એ ગામ પર સૈનિકોએ આક્રમણ કર્યું હોય. (ગામવાળા પાસે કર લેવા કે પરેશાન કરવા સૈનિકોના ટોળા આવેલા હોય તો એમાં સાધુ પણ હેરાન થાય.... વગેરે કારણોસર ભટાક્રાન્ત ગામમાં ગોચરી ન જવાય.) ક્યારેક એવું બને કે તે ગામ અગ્નિથી બળી ગયેલું હોય. ક્યારેક એવું બને કે તે ગામ અત્યંત ગરીબ જેવું હોય. all૪૦૩ | ક્યારેક એવું બને કે તે ગામ સાધુના શત્રુઓથી ભરેલું હોય.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy