________________
શ્રી ઓઘ- નિર્યુક્તિ
II ૨૯૭
wા
નિ.-૫૪
त्रैलोक्यो दरविवरवत्तिनो भावा रागद्वेषमोहात्मनां पुंसां संसारहेतवो भवन्ति त एव रागादिरहितानां श्रद्धाम( व )तामज्ञानपरिहारेण मोक्षहेतवो भवन्तीति एवं तावत्प्रमाणमिदमुक्तम् ।
ચન્દ્ર.: આ તો એક જ જીવજાતિને આશ્રયીને અંતર બતાવ્યું. હવે તો તમામે તમામ વ્યક્તિને આશ્રયીને આ અંતર બતાડવાની ઈચ્છાવાળા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૫૪ : ગાથાર્થ : સંસારના જે અને જેટલા હેતુઓ છે, તે અને તેટલા જ મોક્ષને વિશે પણ છે. બેયના તુલ્ય, સંપૂર્ણ સંખ્યાતીત લોકાકાશ થાય.
ટીકાર્થ : જે હિંસા વગેરે હેતુઓ જેટલા પ્રમાણના (લાખ-દસ લાખ) થતાં છતાં સંસારનાં હેતુ બને છે. બીજા નહિ, પણ તેજ તેટલા જ પ્રમાણના છતાં મોક્ષના હેતુ છે.
પ્રશ્ન : પણ એ કેટલા છે ? એની સંખ્યા તો કહો.
સમાધાન : સંપૂર્ણ ભરેલા અસંખ્ય લોકાકાશ જેટલા તે હેતુઓ છે. અર્થાતુ એક એક સંસાર હેતુને એક-એક આકાશપ્રદેશ ઉપર મૂકતા જઈએ તો એમ કરતા તમામ હતુઓ જયારે મૂકાઈ રહે ત્યારે તે અસંખ્યલોકાકાશો સંપૂર્ણ ભરાઈ જાય.
આ જ રીતે મોક્ષના હેતુ પણ તેજ અને તેટલા જ છે. અહીં અસંખ્ય લોકાકાશ જેટલા હેતુઓ છે, એમ કહ્યું પણ એની સાથે પૂર્ણ અને તુલ્ય એમ બે શબ્દ પણ મૂક્યા છે.
all ૨૯૭છે.