SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ નિ.-૫૪ શ્રી ઓઘ-ધુ એમાં જો માત્ર પૂર્ણ શબ્દ જ મૂકે. તો એનો અર્થ એ થાય કે > સંસારના પણ પૂર્ણ અસંખ્ય લોકાકાશ જેટલા હેતુઓ છે. નિર્યુક્તિા અને મોક્ષના પણ પૂર્ણ, ભરેલા, અસંખ્ય લોકાકાશો જેટલા હેતુઓ છે. - " હવે આમાં સંસારના હેતુઓ એક-બે ઓછા હોય કે મોક્ષના એક-બે ઓછા હોય તો પણ કહેવાય તો એમ જ કે એ // ૨૯૮ - પૂર્ણ છે. કેમકે અસંખ્ય લોકાકાશ જેટલા હેતુઓમાં એક બે હેતુઓની ગેરહાજરીની કોઈ નોંધ ન પણ લે. પણ આવું ખરેખર છે નહિ, એટલે આવો ઉંધો બોધ કો'કને ન થાય તે માટે “તુલ્ય” શબ્દ પણ લીધો છે. આ શબ્દ : જ પૂર્ણ-ભરાઈ જવાની ક્રિયાનું વિશેષણ છે. અર્થાત્ બેયના હેતુઓ સરખા થાય એ રીતે એ અસંખલોકો ભરાયેલા છે. આ (અથવા તો મવતિ ક્રિયાનું વિશેષણ છે. જે રીતે તુલ્ય થાય તે રીતે અસંખ્ય લોકો પૂર્ણ છે.) પ્રશ્ન : પણ માત્ર તુલ્ય શબ્દ જ લખત તો પણ ચાલત ને? પૂર્ણ શબ્દ લખવાની શી જરૂર? સંસાર મોક્ષના અસંખ્ય | " લોક જેટલા હેતુઓ છે, તે તુલ્ય છે. આમાં ઓછા, વત્તા હોવાનો પ્રશ્ન જ ન આવે. ' સમાધાન : શબ્દ લખવા છતાં પણ જે પૂર્ણ શબ્દ લખ્યો છે. તેનો ઉત્તર એ છે કે જો માત્ર તુલ્ય શબ્દનું જ ગ્રહણ કરે તો કોઈકને એવી બુદ્ધિ થાય કે બધા ભેગા થયેલા એવા સંસારમોક્ષ હેતુઓના ભરેલા લોકો તુલ્ય છે. એટલે કે સંસારના અમુક હેતુઓ અને મોક્ષના અમુક હેતુઓ છે અને એ બન્નેનો સરવાળો અસંખ્ય લોકતુલ્ય છે. પણ આ વાત તો ખોટી છે. એટલે આ વાત સ્પષ્ટ કરવા માટે પૂર્ણ શબ્દનું ગ્રહણ પણ કરાય છે. જેનો આશય એ કે જયારે જયારે તમે સંસારના કે મોક્ષના તે હેતુઓ વડે લોકને પુરો, ત્યારે બેયના હેતુઓ વડે સરખા જ લોક પુરાય. ht ૨૯૮
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy