________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
1124811
मो
સમાધાન : પોતાના શરીરની લંબાઈ કરતા ચાર અંગુલ વધુ મોટી લાકડી એ નાલિકા કહેવાય. તેના વડે પાણીની પરીક્ષા કરીને ફરી પાછા ફરીને આ કિનારે આવે. આવીને પછી બધી ઉપધિ એકસ્થાને બાંધે. (નાલિકા લઈ આખી નદી ઉતરે, આગળ નાલિકા નાંખી નાંખીને પાણીની ઉંડાઈ તપાસતો જાય, જો નાલિકા આખીને આખી પાણીમાં ડુબી જાય તો પછી એ પાણીમાં આગળ ન વધે. જે તરફથી નાલિકા પાણીમાં આખી ન ડુબે તે જ તરફથી આગળ જાય. માટે જ નાલિકા પોતાની ઉંચાઈ કરતા ચાર અંગુલ વધારે રાખે. આ રીતે સામે કિનારે પહોંચે, પછી પાછો એ જ રસ્તે આ કિનારે આવે અને ા પછી ઉપધિ બાંધીને પાછો એ રસ્તે સામે કિનારે જાય. અલબત્ત આ રીતે નદી ઉતરવામાં ત્રણગણી વિરાધના થાય. એના સ્મ કરતા પહેલેથી જ ઉપધિ સાથે જ નદી ઉતર્યો હોત તો પાછું આવવું અને વળી પાછું જવું એ બે વાર નદી ઉતરવું રદ થાત. પણ નાલિકાથી નદી તપાસ્યા વિના આ રીતે ઉતરવામાં આત્મવિરાધનાનો મોટો ભય છે. માટે જ આ રીતે જવું સારુ ગણેલ નથી. હા ! થોડીક નદી તપાસી લીધા બાદ અમુક રીતે પાકો વિશ્વાસ થાય કે “આમાં કોઈ વાંધો નથી' તો પછી આખી નદી ઉતરવાને બદલે વચ્ચેથી પણ પાછો ફરી જાય.... એમ જણાય છે.)
ui
જે પાત્ર હોય તેને જુદુ રાખે એને અધોમુખ રાખે અને ગાઢ પાત્ર બંધ વડે એટલે કે ઝોળી વડે બાંધે. અને તે નદી તરવા માટે તે પાત્રને હાથ વડે ગ્રહણ કરે. (પાણીમાં કદાચ કંઈક મુશ્કેલી ઉભી થાય તો પોતે એ પાત્રાના સહારે તરી શકે, પાત્રામાં ઉપર ગાઢ રીતે ઝોળી બાંધી હોય એટલે આવું પાસું તરવા માટે ઉપયોગી થાય.)
કેટલાકો આ પ્રમાણે કહે છે કે ગાથામાં ભલે પતદ્મહઃ = પાત્રુ લખેલ હોય, પણ એનાથી બધા પાત્ર સમજી લેવા.
म
भ
J
व
ओ
નિ.-૩૭
1124811