________________
ભા.-૨૧
શ્રી ઓધ
આ વિષયમાં ઉંબાડીયું એ દૃષ્ટાન્ત તરીકે છે. જેમ તે ઉંબાડીયાઓ ભેગા મળેલા હોય તો બળે, પણ છૂટા-છવાયા ન નિર્યુક્તિ બળે. તેમ અહીં પણ સાધુઓ ભેગા હોય તો દેવતા વડે મરાય, છૂટા-છૂટા ન પણ મરાય.
આમ દેવતાથી બચવા માટે ગચ્છના ભેદ કરવા પડે. અને આ રીતે અશિવના કારણે સાધુ એકાકી વિહાર કરનારો બને. ૧૨૯ IT
(હવે આ જ પદાર્થ પ્રાકૃત ભાષામાં બતાવે છે.)
જો ત્યાં મૂકાતો ગ્લાન આક્રોશ કરે, તો જે સમર્થ સાધુ હોય તેને ગચ્છ કહે કે, “તું અહીં રહે, અને અવસર જાણીને બીજા દિવસે આવી જજે.”
એ સમર્થ સાધુની ફરજ એ છે કે તેણે તે સાધુઓને જવા માટે વિદાય આપવી. એણે વિચારવું કે “મારા માટે બધા શું | કામ મરે ?...'
એ સમર્થસાધુ જયારે બીજા દિવસે આ સાધુઓ સાથે ભેળો થાય, ત્યારે બધા એક સમયે આગળ વિહાર કરે, હવે જો આ એક સાથે જવામાં તેઓને કોઈ વ્યાઘાત થાય. જેમકે આ દેવતા વૃદઘાતિની હોય, જયાં ઘણા માણસ હોય ત્યાં જ પડે. દા.ત.
લાકડાનો સમૂહ બળ્યો. હવે જો તેના બે વિભાગ કરીએ...છેલ્લે એક-એક લાકડું છુંટુ કરી દઈએ તો એ બળે નહિ. (જો લાકડા બધા ભેગા જ રહે તો તો અગ્નિ બધાને બાળે. પણ બે ભાગમાં વેંચો, તો જે લાકડાઓ સુધી અગ્નિ ન પહોંચ્યો હોય તે બધા બચી જાય. હવે એ બે ય ભાગમાં અગ્નિથી બળતા લાકડા હોય, તો વળી એના પાછા ભાગો કરી જે લાકડામાં અગ્નિ ન પહોંચી હોય તે લાકડા બચાવી શકાય.) એમ તેઓ પણ જો અશિવ વડે ગ્રહણ કરાય તો એ ગચ્છના બે વિભાગ કરાય.
આ
R. ૧૨૯