________________
ભા.-૨૧
શ્રી ઓઘ
જવું. નિર્યુક્તિ પણ જો એ ગ્લાન સાધુ ધર્મનિરપેક્ષ =નિષ્ફર=અપરિપક્વ હોવાથી આને જવાની રજા ન આપે તો આ રીતે સમર્થસાધુનું ||
ગમન તે ગ્લાન સાધુ ન ઇચ્છતો હોવા છતાં સમર્થ સાધુ તે દિવસે ત્યાં રહી પછી જેવું છિદ્ર મળે = ભાગી જવાનો અવસર // ૧૨૮ || - મળે કે તરત ત્યાંથી ભાગી જવું. (જે શાસ્ત્રકારોએ ગ્લાન સાધુની સેવાને ઘણું ઘણું ઉંચુ સ્થાન આપ્યું છે, એ શાસ્ત્રકારો અહીં
પ ગ્લાન સાધુને છેક મિથ્યાત્વી વગેરેના ભરોસે એકલો મૂકી દઈને ચાલ્યા જવાનું ય ફરમાવે છે. આની પાછળ એક જ ગણિત , જ કામ કરે છે કે જયાં વધુ લાભ, તે કામ કરવું. ગ્લાન માટે જો બીજા સાધુઓ ત્યાં રોકાય, તો અશિવના કારણે ગ્લાન અને Fા અન્ય સાધુઓ પણ મૃત્યુ પામે. મહામૂલું સંયમ પણ ગુમાવે. એટલે ત્યાં રહેવામાં લાભ કરતા નુકસાનની શક્યતા વધુ છે. | જયારે ગ્લાનને નાછૂટકે ત્યાં મૂકીને બધા જતા રહે તો ગ્લાનને કદાચ થોડા કાળ માટે અસમાધિ-સંક્લેશ વગેરે થાય... એ ' નુકસાન ખરું, પણ એ સિવાય બાકીના બધા સાધુઓ બચી જાય...).
પ્રશ્ન : આ બધા સાધુઓએ ત્યાંથી ભેગા=એક સાથે જવું ? કે છૂટા છૂટા પડીને જવું ?
સમાધાન : જો એ દેવતા વૃદ=સમૂહનો ઘાત કરવાના સ્વભાવવાળી હોય તો ગચ્છ બે ટુકડામાં વહેંચાઈ જઈને ત્યાંથી નીકળે. આમ કરવા છતાંય જો દેવતા ઘાત કરતા ન અટકે તો ત્રણ ટુકડી કરે... એમ યાવતુ ત્રણ-ત્રણ સાધુના અનેક ગ્રુપો, હૈ બે-બે સાધુના અનેક ગ્રુપો કે છેલ્લે બધા સાધુઓ છૂટા છૂટા એક-એક બની વિહાર કરે, ટૂંકમાં જે રીતે વિહાર કરવાથી એ
દેવતા મારનાર ન બને એ રીતે વિહાર કરવો.
all ૧૨૮.