SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ એમાંથી પદાર્થ રત્નો મેળવવાનું, બીજાઓને આપવાનું સાહસ કરું છું. - ઓઘનિર્યુક્તિ ગ્રન્થ ખરેખર એક બંધ નિધાન જ છે, નિર્યુક્તિગાથાઓ - ભાષ્ય ગાથાઓ અને મહાન વૃત્તિકાર શ્રી દ્રોણાચાર્યની વૃત્તિ... આ બધાના પદાર્થો સમજવા, એનું રહસ્ય પકડવું એ અતિશય કપરું છે. આ ગ્રન્થ ઉપર કોઈએ પણ આજ સુધી ભાષાંતર કર્યું નથી. આ ગ્રન્થનો પ્રથમ વાર અભ્યાસ કર્યો ત્યારે તો ઘણા બધા પદાર્થો સમજાયા જ ન હતા. “આવા આવા આચારો શા માટે ? એ વખતના સાધુઓ કેવી રીતે જીવતા હશે ?” વગેરે વગેરે સમજાતું નહિ. પણ જેમ જેમ વધુ ને વધુ અભ્યાસ થતો ગયો, તેમ તેમ આ ગ્રન્થના પદાર્થો વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગ્યા. નવાંગીવૃત્તિકારની માફક આ ઓઘનિર્યુક્તિનું ભાષાંતર કરવામાં ત્રણ વસ્તુનો સહારો લેવો પડ્યો. (૧) બીજા ગ્રન્થોના મહાપુરુષોના વચનોને આધારે આ ગ્રન્થમાં દર્શાવેલા પદાર્થો સ્પષ્ટ થતા ગયા. (૨) આગળ-પાછળનો વિચાર કરવા દ્વારા, ચિંતન - પરિશીલન વગેરે દ્વારા પણ તે તે પદાર્થો વધુ ને વધુ સ્પષ્ટ થતા ગયા. | (૩) વર્તમાનના અનેક વિદ્વાનોને પૂછવા દ્વારા પણ પદાર્થોનો બોધ સ્પષ્ટ થતો ગયો. પૂજયપાદ સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સાહેબે કેટલાક ગૂઢ પદાર્થો સમજાવવા દ્વારા ખૂબ જ ઉપકાર કર્યો છે. શાસનના અનેક કાર્યોમાં વ્યસ્તતા હોવાથી સંપૂર્ણ ભાષાંતર તપાસી આપવું તેઓશ્રી માટે શક્ય ન બને એ સ્વાભાવિક છે.. પણ તેમ છતાં જે જે પદાર્થો બિલકુલ સમજાતા ન હતા અને તેઓશ્રીને પૂછાવ્યા, તે તે પદાર્થોમાં તેઓએ ખૂબ જ સુંદર સ્પષ્ટ દે! શાસ્ત્રાનુસારી સમાધાનો દર્શાવ્યા. શાસ્ત્રીયપદાર્થો ઉપરનું તેમનું અપ્રતિમ પ્રભુત્વ જોઈ હૈયામાં હર્ષ ઉછળવા લાગ્યો.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy