________________
[1]
त्थ
| VIJ
આટલું વાંચ્યા પછી જ ગ્રન્થ શરૂ કરવો
શ્રી સ્થાનાંગસૂત્રની વૃત્તિના રચયિતા શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજીએ એની શરૂઆતમાં અને એના અંતમાં જે વાત કરી છે એ પહેલા સમજી લઈએ.
भ
તેઓશ્રી પ્રારંભમાં લખે છે કે, “ગણધરભગવંતોએ શ્રીશાસન .ઉપકાર કરવા માટે સ્થાનાંગ નામનું આગમ રચ્યું. એ આગમ મોટા નિધાન = ભંડાર જેવું છે. એમાં પુષ્કળ રત્નો ભરેલા છે, પણ એ બંધ છે. એની ટીકા ન હોવાથી એના પદાર્થો 7 - સમજાતા નથી. મારી પૂર્વના મહાપુરુષો જ્ઞાનાદિસંપન્ન હોવા છતાં પણ એમણે ગમે તે કારણસર આ નિધાનને ઉઘાડ્યું નથી. મ જેમ દેવાધિષ્ઠિત નિધાનને ઉઘાડવા જતા એ દેવોનો કોપ થવાનો ભય રહે એમ આ ગૂઢ આગમના પદાર્થો સ્પષ્ટ કરવામાં મૈં કંઈક ખોટી પ્રરૂપણા થઈ જવાનો ભય રહે એ સ્વાભાવિક છે.
આમ છતાં હું ધૃષ્ઠતા ધારણ કરીને, મારી યોગ્યતાનો વિચાર કર્યા વિના જ સ્વ-પર ઉપર ઉપકાર કરવા માટે આ આગમની વૃત્તિ રચી રહ્યો છું. એના પદાર્થો ખોલવામાં મેં (૧) પ્રાચીન નિપુણપુરુષોના વચનોનો સહારો લીધો છે, (૨) કંઈક મારી મતિથી ચિંતન કરીને પદાર્થો ખોલ્યા છે, (૩) કોઈક પદાર્થો વર્તમાનના વિદ્વાનોને પૂછી પૂછીને લખ્યા છે.
| T
જેમ જુગા૨ના વ્યસનવાળો માણસ પેલા દેવાધિષ્ઠિત બંધ નિધાનને ઉઘાડવાનું સાહસ કરે, કેમકે એને જુગાર રમવા માટે ધન જોઈએ છે અને એટલે દેવપ્રકોપાદિ જોખમોને પણ ઉઠાવે છે. એની જેમ હું આ સ્થાનાંગસૂત્ર રૂપી નિધાનને ખોલીને
기
व
92